કોઈ પણ બ્યાક્તિને સ્વસ્થ રેહવું હોય તો તેના ખોરાકમાં પોષક તત્વો હોવા જોઈએ. આજના રોગો થઇ ગયા છે, જેનાથી બચવા આપણે ઘણાં પગલાં લઈએ છીએ. સવારે સમયસર નાસ્તો કરવો, બપોરના સમયે સારો આહાર લેવો અને રાત્રે પણ સ્વસ્થ ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પરંતુ આ સિવાય લોકો વધુ એક વસ્તુનું સેવન વધુ કરે છે, જેથી તેના શરીરને તેના ફાયદાઓ મળી શકે અને તે વસ્તુ છે બદામ. ઘણા લોકો સવારે દૂધ સાથે બદામનું સેવન કરે છે અથવા સૂતા સમયે રાત્રે પલાળીને રાખે છે.
બદામના ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો કે જો તમે બદામનું વધારે સેવન કરવાથી ફાયદાને બદલે તમને નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો આપણે તેના વિશે જાણીએ.
દવાઓ અસર ઓછી કરવી : બદામમાં મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે. જો તમે દરરોજ બદામનું વધુ સેવન કરો છો, તો તે તમારા શરીર પર દવાઓની અસર ઘટાડી શકે છે. લોહીમાં વધારે માત્રામાં એન્ટાએસિડમ, લૈક્સેટિવ, બ્લડ પ્રેશરની દવાઓ ઘણી એન્ટિબાયોટિક્સની અસરમાં ઘટાડો કરી શકે છે.
ગેસની સમસ્યા : જો આપણે મુઠ્ઠી બદામની વાત કરીએ, તો તેમાં લગભગ 170 ગ્રામ ફાઇબર હોય છે. જ્યારે આપણા શરીરને દરરોજ 25-40 ગ્રામ ફાઇબરની જરૂર હોય છે. આવી સ્થિતિમાં દરરોજ 3-4 બદામ ખાવું ઠીક છે, પરંતુ વધારે પ્રમાણમાં બદામ ખાવાથી પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
માથાનો દુખાવો, ઝાડા થવાનું જોખમ : 3-4 બદામમાં લગભગ 7.4 મિલિગ્રામ વિટામિન-ઇ મળે છે અને તેજ 4-13 વર્ષના બાળકોને 300-600 મિલિગ્રામ અને 14 વર્ષથી વધુ ઉંમરના લોકોને વિટામિન-ઇની 800-1000 મિલિગ્રામની જરૂર હોય છે. આવી સ્થિતિમાં જો વિટામિન-ઇ ની માત્રા કરતા વધારે લેવાય તો તે માથાનો દુખાવો, ઝાડા, આળસ આવવી અને ખરાબ આંખોનું કારણ બની શકે છે.
વજન વધી શકે છે : બદામમાં ચરબી અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે. જો તમે દરરોજ એક મુઠ્ઠી બદામ ખાઓ છો, તો તમે આશરે 500 થી વધુ કેલરી અને 40-50 ગ્રામ ચરબીનો સેવન કરી રહ્યા છો. આટલું જ નહીં, તમે જે બીજી વસ્તુઓ ખાઓ છો તેમાંથી પણ તમને કેલરી અને ચરબી મળતી હોય છે. આ સ્થિતિમાં, વજન વધવાનું જોખમ વધી જાય છે. આવામાં દરરોજ 70 ગ્રામ ચરબી શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.