વાસી ખોરાક અથવા કાપેલું સલાડ અને ફળો તમારા શરીરમાં ફૂડ પોઇઝનિંગ જ નહિ પણ, તાવ, ઝાડા, પેટમાં દુખાવો અને ઉલ્ટી જેવી મોટી સમસ્યાઓનું કારણ બની જતું હોય છે. ચાલો આપણે જાણીએ. તો રસોઈમાં ધ્યાન માં રાખવા જેવી 10 બાબતો વિષે.
- જમવાનું તૈયાર કરતા પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો અને ઉપયોગ કરતા પહેલા વાસણો ફરીથી પાણીથી ધોઈ લો.
- ફ્રિજમાં કાચા કાપેલા ફળો અને શાકભાજી પેકેટ ખોલીને, તુરંત ખાવાવાળી ચીજો જેવી કે દહીં, માખણ, જામ અથવા ચીઝથી અલગ રાખવું જોઈએ. આ એક બીજા જોડે સંમિશ્રણ થવાથી બચી શકાય છે.
- રેફ્રિજરેટરનું તાપમાન પાંચ ડિગ્રીથી ઓછું રાખો સાથે રેફ્રિજરેટરનું તાપમાન માઇનસ 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવું જોઈએ.
- તૈયાર થયેલા ખોરાકને હંમેશા ફોયલ પેપર માં રાખીને મુકો.
આ પણ વાંચો: પેટમાં દુખાવો અને છાતીમાં દુખાવો, પેટનો ગેસ, પેટ અને આંતરડાની બધી સમસ્યાઓને દૂર કરે છે આ વસ્તુઓ
- ખાવાની ચીજવસ્તુઓ ખરીદતી વખતે, તેની છેલ્લી તારીખ પર જરૂરથી ચેક કરો. ખાસ કરીને ઉનાળામાં, ખરીદતી વખતે એક અથવા બે વાર સૂંઘીને ખાતરી કરો.
- ખોરાકમાં રહેલું પાણી ખૂબ જ ઝડપથી બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, તેથી કાચા શાકભાજી અથવા બદામ જેવા ડ્રાયફ્રૂટને અલગથી ઢાંકીને રાખવું જોઈએ. આને કારણે, તે ઝડપથી બગડશે પણ નહીં, સાથે ફ્રિજમાં હાજર બાકીની વસ્તુઓની ગંધ પણ તેમાં આવશે નહીં.
- દૂધમાંથી બનતી વસ્તુ, દહીં, ઇંડા અને નોન-વેજ આ બધી વસ્તુઓ બેક્ટેરિયાને ખૂબ જ ઝડપથી વિકસાવે છે. તેથી શક્ય તેટલી વહેલી તકે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.
- તૈયાર કરેલા ખોરાકને ફ્રીજમાં રાખ્યા પછી, એક કે બે દિવસમાં તેનો ઉપયોગ કરી લેવો.
- રાંધેલા ખોરાકને બે કલાકમાં ફ્રિજમાં મૂકી દો. તે ખરાબ નહિ થાય.
- અઠવાડિયામાં એક વાર ફ્રિજ સાફ કરવાનું રાખો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.