આ માહિતીમાં તમને જણાવીશું એસીડીટી થવાના કારણો અને એસીડીટી ના ઉપાય વિષે. આજે એક એવી સમસ્યા વિશે વાત કરી શું જે મોટાભાગે નાં લોકોમાં જોવા મળે. આ સમસ્યા એવી છે કે જો કોઈને થાય તો તેં માણસ ને કઈ પણ ગમતું નથી. તો આ સમસ્યા નું નામ છે એસિડિટી.
અહિયાં એસિડિટી થવા નાં કારણો અને તેના ઉપાય વિશે જોઈશું. તો એકવાર પુરી માહિતી જાણી લો. આપણા ખોટાં ખાનપાન અને આપણી આ ભાગદોડ ભરી જીંદગી ને કારણે આપણામાંના મોટાભાગના લોકોને એસિડ નો સામનો કરવો પડે છે. એસીડીટી થવાના ઘણા કારણો છે જેમ કે સમયસર ન ખાવું, મોડી રાત સુધી જાગવું, ખૂબ મસાલેદાર વસ્તુનું સેવન કરવું આવી ઘણી વસ્તુઓ ઘણી કુટેવને કારણે એસિડીટી ને આમંત્રણ આપીએ છીએ.
જો તમે પણ એસીડીટીની સમસ્યાથી પીડાતા હોવ તો અહીં બતાવેલી વસ્તુઓ તમને એસીડીટીની સમસ્યાથી છુટકારો આપી શકશે.
તુલસી
રોજ સવાર-સવારમાં તુલસીના પાંચ થી છ પાન ચાવવાથી એસીડીટી કંટ્રોલમાં રહે છે. ઉપરાંત ઘણા રોગો પણ નાશ પામે છે.
કાચું દૂધ
કાચા દુધ ની અંદર રહેલા ઘણા તત્વો જે તમારી એસિડિટીને ખતમ કરવામાં ખૂબ મદદ કરી શકે છે.
વરિયાળી
જો તમને એસીડીટી જેવું લાગે ત્યારે થોડી વરીયાળી ચાવીને ખાવાથી રાહત થશે અને રોજ વરિયાળી ખાવાથી એસીડીટીની સમસ્યા દુર થશે.
કેળા
કેળામાં પોટેશિયમ અને ફાઈબર જોવામાં જોવા મળે છે જે પેટમાં એસિડ બનવા દેતા નથી. રોજ સવારે કેળા ખાવાથી એસીડીટીની સમસ્યાથી છુટકારો મળે છે.
સફરજન
સફરજન સિરકા રોજ બે ચમચી સફરજન સિરકાને ઠંડા પાણીમાં મિક્સ કરીને પીવાથી પાચનશક્તિ સુધરે છે અને એસિડિટીથી છુટકારો મળે છે.
ફુદીનાની ચા
ફુદીનો એસીડીટીની સમસ્યા દુર કરવા માટે કારગર ઉપાય છે. જમ્યા પછી એક કપ ફુદીનાની ચા પીવાથી એસીડીટીની સમસ્યાથી છુટકારો મળે છે.
એલાયચી
ઈલાયચી એસિડિટીની સમસ્યા ને ભગાડવા માટે નું રામબાણ ઈલાજ છે અને બીજા ઘણા રોગોના રોગોનું રામબાણ ઈલાજ છે.
જો તમે લાંબા સમયથી એસીડીટીની સમસ્યાથી પીડાઈ રહ્યા છો અને છુટકારો મેળવવા માગતા હોય હોય તો રોજ રાતે એક ચમચી મેથીના દાણા ને આખી રાત એક ગ્લાસમાં પલાળીને મુકી દો. સવારે ઊઠીને તેને ગાળીને પી લેવાથી એસીડીટીને સમસ્યાથી છુટકારો મળશે.