પપૈયા ની કેન્ડી બનાવવાની રીત: હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. આજની અમારી રેસિપી છે પપૈયામાંથી બનતી, બહુ જ ટેસ્ટી અને ખટ્ટી મીઠ્ઠી કેન્ડી છે. કેન્ડી સૌને પસંદ હોય છે અને આ ઘરમાં બનાવેલી પપૈયાની કેન્ડી બહુ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.
ચાલો, તો જોઈ લઈએ કે કેન્ડી બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે. અહીંયા અમે 250 ગ્રામ પપૈયું લીધું છે જેની છાલ નીકળી લીધી છે અને બીજવાળા પોષણ ને પણ નીકળી દીધો છે.
હવે આ પપૈયાને ગ્રાઈન્ડ કરી લેવાનો છે તો એક મિક્સર જાર લઈશું. તેમાં પપૈયાના નાના ટુકડા કરીને જારમાં એડ કરીશું. ગ્રાઈન્ડ કરતી વખતે પાણી બિલકુલ ઉમેરવાનું નથી કારણ કે પપૈયા માં જ પાણી હોય છે. લમ્બસ ના રહે તે રીતે ગ્રાઈન્ડ કરી લેવાનું છે.
- સામગ્રી: 250 ગ્રામ પપૈયું
- 25 ગ્રામ બટર
- 225 ગ્રામ ગોળ
- 1 નાનો કપ છીણેલું ટોપરું,
- 1 ચમચી સૂંઠ પાઉડર
- 1 ચમચી સંચર પાઉડર,
- અડધી ચમચી કાળામરી પાઉડર
- 1 મોટી ચમચી આમચૂર્ણ પાઉડર
આ પણ વાંચો:
પપૈયા ની કેન્ડી બનાવવાની રીત: સૌ પ્રથમ એક કઢાઈ લો. ગેસ ને ધીમા તાપે, તેમાં આ ગ્રાઈન્ડ કરેલા પપૈયાને એડ કરો. હવે ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકશો કે 5 મિનિટ પછી મોઇસ્ટર ઓછું થવા લાગશે અને ઘટ્ટ થવા લાગશે.
હવે મીડીયમ ગેસ પર કરીને 25 ગ્રામ બટર એડ કરો. 250 ગ્રામ પપૈયાની કેન્ડી બનાવવા માટે 225 ગ્રામ ગોળ એડ કરો. હવે આ ગોળ ને ઓગળવા દેવાનો છે તે માટે સતત હલાવતા રહેવાનું છે. જયારે ગોળ અને બટર બરાબર મિક્સ થઇ જાય પછી 1 નાનો કપ છીણેલું ટોપરું, 1 ચમચી સૂંઠ પાઉડર એડ કરીશું.
હવે 1 ચમચી સંચર પાઉડર, અડધી ચમચી કાળામરી પાઉડર અને ખટ્ટા ટેસ્ટ માટે 1 મોટી ચમચી આમચૂર્ણ પાઉડર એડ કરીશું. હવે આ બધી વસ્તુઓને સારી રીતે મીડીયમ ગેસ પર મિક્સ કરી લો અને ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવવાનું છે.
જયારે લાગે કે મિશ્રણ ઘટ્ટ થઇ ગયું છે અને હલાવતી વખતે કઢાઈ માં મિશ્રણ ફરે છે તો, કેન્ડી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઇ ગયું છે. હવે ગેસ બંદ કરીને એક પ્લેટ માં કાઢીને 2 મિનિટ માટે ઠંડુ કરવા માટે મુકો.
આ મિશ્રણ ને એટલું જ ઠંડુ કરવાનું છે કે તમે તમારા હાથ ની કેન્ડી બનાવી શકો અથવા તમે ચોકોલેટ મોડનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તમે તેને હાથની મદદથી નાની ગોળ ગોળીઓ બનાવી લો અને છીણેલા ટોપરામાં નાખીને ટોપરાથી ગાર્નિશ કરી લો.
તો તૈયાર છે પપૈયાની ખટ્ટી મિઠ્ઠી કેન્ડી. તમે પણ ઘરે બનાવીને જુઓ અને અમને જણાવજો કે કેવી લાગી આ કેન્ડી. ધન્યવાદ તમારો કિંમતી સમય આપીને વાંચવા માટે.
નોંધ : સંચર પાઉડર કેન્ડીને ખટ્ટી મીઠ્ઠી બનાવે છે જો તમે આ કેન્ડીને મીઠી બનાવ માંગો છો તો સંચર પાઉડર નાખવાનો નથી.
ફાયદા : આમ સુંઠ પાઉડરનો ઉપયોગ કરવામાં આવેલો છે જે તમને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.