ભારતમાં દરેક ઘરની શરૂઆત સવારે ગરમ ચા સાથે થાય છે. શિયાળામાં દરેક ઘરમાં આદુની ચા બનતી હોય છે. આદુની અસર ખૂબ જ ગરમ હોય છે, જેના કારણે મોટાભાગના લોકો શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ચામાં આદુ નાખતા હોય છે.
આદુની ચા સ્વાસ્થ્ય માટે તેમજ સ્વાદ વધારવા માટે ફાયદાકારક હોય છે. આદુમાં એન્ટી ઈફ્લેમેટરી, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ઘણી સમસ્યાઓને દૂર કરે છે. આ સાથે આદુની ચા પીવાથી શરદી અને ફ્લૂમાં રાહત મળે છે. તો ચાલો જાણીએ આદુની ચા પીવાના ફાયદા.
સ્વાસ્થ્ય નિષ્ણાતો મુજબ શિયાળામાં આદુની ચા, શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારીને હૃદયને સ્વસ્થ રાખે છે. આદુની ચા નિયમિતપણે પીવાથી તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે, હાર્ટ એટેક, બ્લડ ક્લોટ્સ અને હાઈ કોલેસ્ટ્રોલની શક્યતાઓને પણ ઓછી થાય છે. આવી સ્થિતિમાં શિયાળામાં આદુની ચા પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
શરદી અને ફ્લૂથી છુટકારો મેળવવા માટે આદુની ચાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આદુની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જેના કારણે તે ઈન્ફેક્શનથી બચવામાં તમને મદદ કરે છે અને શરદી અને ઉધરસથી પણ રાહત આપે છે.
ઇજાના દુખાવો અને શરીરના સોજાથી છુટકારો મેળવવા માટે પણ આદુની ચા શ્રેષ્ઠ છે. આદુમાં રહેલા જીંજરોલ્સ અને શોગોલ નામના તત્ત્વો શરીરમાં બળતરાના ઉત્પાદનને ઘટાડીને દુખાવો અને સોજો દૂર કરવામાં મદદ કરે છે. પીરિયડ સાયકલ દરમિયાન મહિલાઓ માટે આદુની ચા પીવી ફાયદાકારક છે.
નિષ્ણાતોનું માનવું છે કે માથાના દુખાવાથી રાહત મેળવવા આદુની ચાનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આદુમાં રહેલા તત્વો માથાનો દુખાવો દૂર કરે છે. આ સાથે તેનું સેવન કરવાથી શરીરના દુખાવામાં પણ રાહત મળે છે.
જો તમે પણ આદુનું સેવન નથી કરતા તો તેની ચા બનાવીને જરૂર પીવો. જો તમને આ માહીતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ અને જીવનઉપયોગી માહિતી મળતી રહેશે.