ઘણા લોકો સવારે ભાખરી અને ચા ખાવાના બદલામાં નાસ્તામાં પરાઠા ખાવાનું પસંદ કરે છે. અથાણું અને ચટણી સાથે ગરમાગરમ પરાઠા લોકો ખૂબ જ પસંદ કરે છે. ભારતમાં અલગ અલગ રીતે પરાઠા બનાવવામાં આવે છે, જેમાં બટાકા, કોબી વગેરેથી બનેલા પરાઠા લોકો ખાય છે.
જો કે, જો તમે દરરોજ એક જ પ્રકારના પરાઠા ખાવાથી કંટાળી ગયા હોય તો તમે તેના સ્વાદમાં થોડો વળાંક લાવી શકો છો. અમે તમને જણાવી દઈએ કે ઘરમાં એવી ઘણી સામગ્રી છે, જેની મદદથી તમે પરાઠાનો સ્વાદ બમણો કરી શકો છો.
આ ટિપ્સને તમે કોઈ પણ પરાઠા જોડે અજમાવી શકો છો. આનાથી તમને સામાન્ય પરાઠામાં એક અલગ જ સ્વાદ આપશે, જે તમને વારંવાર ખાવાનું પણ ગમશે. તો ચાલો જાણીએ કે ઘરે પરાઠા બનાવતી વખતે કયી સામગ્રી ઉમેરી શકાય છે.
નમકીન
નાસ્તામાંનમકીન ખાવાનું કોને પસંદ ના હોય, પરંતુ શું તમે ક્યારેય તેને પરાઠામાં મિક્સ કરીને ખાધું છે. જ્યારે પણ સ્ટફિંગ ભીનું હોય ત્યારે નામકીનનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો છો, તો તમે પરાઠાના સ્વાદમાં એક નવો વળાંક લાવવા માટે નમકીન મિક્સ કરી શકો છો.
જયારે બટાકાનો મસાલો તૈયાર થઇ જાય એટલે તેમાં નામકીનને ક્રશ કરીને મિક્સ કરો. તેને મિક્સરમાં પીસવાની ભૂલ ના કરો. આ રીતે નમકીનની મદદથી પરાઠાને એક નવો જ ટેસ્ટ આપી શકો છો.
અથાણું મસાલો
જો તમે આલુ પરાઠા બનાવી રહ્યા છો, તો તેના સ્ટફિંગમાં અથાણુંનો મસાલો મિક્સ કરો. ધ્યાનમાં રાખો, માત્ર અથાણાંનો મસાલો મિક્સ કરો, તેલ નહીં. તેલ મિક્સ કરવાથી પરાઠાનું સ્ટફિંગ ભીનું થઈ જશે અને તે વણતાં પહેલા ફાટી જશે. તેથી, જ્યારે પણ તમે પરાઠા બનાવતા હોવ ત્યારે એક વખત અથાણાંનો મસાલો મિક્સ કરીને બનાવી જુઓ.
કસુરી મેથી
જો તમે બટાકા અથવા ગોબી જેવા કોઈ પણ પ્રકારના પરાઠા બનાવી રહ્યા છો, તો તેમાં કસૂરી મેથી ઉમેરવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને જો તમારું સ્ટફિંગ ભીનું થઈ ગયું હોય, તો તમે તેમાં કસૂરી મેથી મિક્સ કરી શકો છો. સ્ટફિંગમાં કસૂરી મેથી મિક્સ કરવા ઉપરાંત, તમે તેને લોટમાં પણ મિક્સ કરી શકો છો.
ખરેખર, જ્યારે તમે લોટમાં કસૂરી મેથી મિક્સ કરો છો, ત્યારે પરોઠા સ્વાદિષ્ટ બનશે અને તેની સુગંધ પણ ખૂબ સરસ આવશે.ધાયણ રાખો કે પરાઠાને માધ્યમ તાપ પર રાંધો, જેથી અંદરનું સ્ટફિંગ સારી રીતે રંધાઈ જાય.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.