ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ.
- સામગ્રી :
- ૨ મિડીયમ સાઈઝની કાચી કેરી
- ૨-૩ એલચી પાવડર
- મરી પાવડર ( લઈ શકો)
- ૨ ચમચી સંચળ
- કેરીના પલ્પ કરતા ડબલ ગોળ કે સાકર ( તમારી મીઠાશ પ્રમાણે વધઘટ કરી શકો)
આમ પન્ના બનાવવાની રીત : કેરીને કૂકરમાં ૩-૪ વિશલ વગાડી વરાળ થી બાફી લો. કેરીની છાલ કાઢી પલ્પ કાઢી લો. હવે તેમાં ગોળ, મીઠું, એલચી, મરી લઈ મિક્સ કરી લો. બનાવેલ મિશ્રણને એક મિક્સરમાં લઈ એકરસ કરી લો. તો અહિયાં પન્નો તૈયાર છે તેને એક એરટાઈટ બોટલ કે જારમાં ભરી દો. વાપરતી વખતે એક ગ્લાસ પાણીમા એક ચમચી પન્નો અને બરફ નાખી ઠંડુ જ સર્વ કરો.
- નોંધ લેવી –
- જો તમ ગોળ વાપરશો તો પન્નો બ્રાઉન રંગનો બનશે.
- ગોળની જગ્યાએ સાકર વાપરવાથી તે પીળા રંગનો બનશે.
- ઘણા લોકો કેરીના પલ્પમાં ફુદીનો, શકેલું જીરૂ, સંચળ મીઠું, સાકર નાખી આછા પોપટી રંગનો પન્નો છે.
- તો અમુક લોકો કેરીને પાણીથી બાફી દેતા હોય છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.