અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
શું તમે પણ ઘરે આમ પાપડ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને આમ પાપડ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.
આમ પાપડ રેસીપી ની સામગ્રી
- કેરી – 1 કિલો
- ખાંડ – 3/4 કપ
- લીંબુનો રસ – 2 ચમચી
- સંચળ – 2 ચપટી
આમ પાપડ બનાવવાની રીત
- આમ પાપડ બનાવવા માટે, 1 કિલો કેરી લો અને તેને સારી રીતે ધોઈ લો.
- બધી કેરીની છાલ કાઢી લો, તેના નાના ટુકડા કરો અને ગોટલી કાઢી લો.
- કેરીના ટુકડાને મિક્સર જારમાં મૂકો અને તેની ઝીણી પેસ્ટ બનાવો.
- એક પેન લો, તેમાં તૈયાર કેરીનો પલ્પ, 3/4 કપ ખાંડ (180 ગ્રામ) ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હવે આ પેનને ગેસ પર મુકો અને ધીમી આંચ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી હળવું પારદર્શક ના દેખાય (સતત હલાવતા રહો).
- હવે 2 સ્ટીલની પ્લેટ લો અને પ્લેટમાં ઘી લગાવો (ગ્રીસ કરો).
- જ્યારે કેરીનો પલ્પ થોડો જાડો થઈ જાય ત્યારે તેમાં 2 ચમચી લીંબુનો રસ અને 2 ચપટી સંચળ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
- એકવાર મિશ્રણ ઘટ્ટ અને ચમકદાર થઈ જાય ત્યારે, ગેસ બંધ કરી દો.
- આ મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લો અને તેને સારી રીતે ફેલાવો. લેયર વધારે જાડું ના હોવું જોઈએ, નહીંતર સુકવવા માટે વધારે સમય લાગી શકે છે.
- કેરીના પાપડને બે દિવસ પંખા નીચે અથવા તડકામાં રાખો.
- 2 દિવસ પછી, કેરીના પાપડને તપાસો, તેને પ્લેટમાંથી કાઢી લો અને તેના ટુકડા કરો.
- હવે તમારા આમ પાપડ તૈયાર ગયા છે. તમે ઘરના આમ પાપડનો આનંદ માણી શકો છો.
જો તમને અમારી આમ પાપડ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.