એક લેખમાં જણાવવામાં આવ્યું હતું કે ‘જે વસ્તુ ખાટી હોય છે, તેના એક નહીં પણ તે ઘણા ફાયદાકારક તત્વોથી સંપન્ન હોય છે’. ઉદાહરણ તરીકે, લીમડાના પાન, કરેલા વગેરે. તેવી જ રીતે, આમલી તેના ખાટા સ્વાદ માટે જાણીતી છે.
તેના ઉપયોગ વગર તો પાણીપુરીનું પાણી તૈયાર કરી શકાય જ નહિ. તેનો ઉપયોગ બીજી ઘણી વાનગીઓને અદ્ભુત અને શાનદાર બનાવવા માટે પણ થાય છે. આમલી ખાવાના ઘણા ફાયદા હોય છે તેવી જ રીતે તેના પાંદડામાં પણ ઘણા ફાયદાકારક ગુણ રહેલા છે.
પણ હા, કદાચ તમે જાણતા હશો! જો ના જાણતા હોય તો, પછી અમે તમને જણાવી દઈએ કે આમલીના પાંદડામાં રહેલા ફાયદાકારક ગુણોને કારણે, તેનો ઉપયોગ ઝાડા અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે માટે પણ થાય છે. તો ચાલો આપણે જાણીએ કે આમલીના પાંદડાને કયા રોગોનો મટાડવા માટે ઉપયોગ કરી શકાય છે.
પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે : આજના બદલાઈ ગયેલા ખાન પાન અને જીવનશૈલીને કારણે, દર દસમાંથી બે થી ત્રણ મહિલાઓ પેટને લગતી સમસ્યાઓથી પરેશાન છે. ક્યારેક ખોટા સમયે ખાવાનું અને ક્યારેક ખોટો ખોરાકને કારણે પેટમાં તકલીફ થાય છે.
આ સ્થિતિમાં આમલીના પાન પેટને સારી રીતે સાફ કરવા જેવી ઘણી સમસ્યાઓમાં અસરકારક માનવામાં આવે છે. તેના ઉપયોગથી જાડાને પણ ઘણી હદ સુધી રોકી શકાય છે. આ માટે ઘણા લોકો પાણીમાં આમલીના પાન નાખીને અને બીજા દિવસે તે પાણી પીવે છે.
ગળાની સમસ્યા માટે : જોઈએ તો અત્યારે પણ ધીરે ધીરે વરસાદનું વાતાવરણ છે. આ સ્થિતિમાં આ બદલાતી ઋતુમાં ગળામાં ઇન્ફેક્શન થવું અને ઉધરસ થવી એક સામાન્ય વાત છે. જો તેની સમયસર સારવાર કરવામાં ના આવે તો ક્યારેક આ નાની સમસ્યા મોટી સમસ્યા બની જાય છે.
આવી પરિસ્થિતિમાં, આ સમસ્યાને થોડા કલાકોમાં દૂર કરવા માટે આમલીના પાંદડા એક સારો ઉપાય છે. પાંદડામાં રહેલા એન્ટીઓકિસડન્ટ તાત્કાલિત રાહત આપે છે અને તેમને સ્વસ્થ પણ રાખે છે. આ સિવાય આ પાંદડા તાવમાં પણ મદદ કરી શકે છે.
ઘા મટાડવા માટે : આયુર્વેદમાં ઘણી વખત કહેવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ વૃક્ષ કે છોડના પાંદડા અને છાલની પેસ્ટ બનાવીને ઘા પર લગાવવામાં આવે તો ઘા પર ઝડપથી રૂઝ આવે છે. એવી જ રીતે, જો આમલીના પાન અને તેની છાલની પેસ્ટ ઘા પર લગાવવામાં આવે તો તે ઘાને ઝડપથી રૂઝવામાં મદદ કરે છે.
આ પેસ્ટના ઉપયોગમાં બળવાની જગ્યાએ, કટ થયો હોય ત્યાં વગેરે જેવા સ્થળોએ લગાવી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વરિત રાહત મળે છે.
સંક્રમણ કરે દૂર : વરસાદની ઋતુમાં સંક્રમણ થવું વધુ જોવા મળે છે. એવામાં જો આમલીના પાંદડાનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે તો ઘણા ઇન્ફેક્શનની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.
ઘણા લેખોના આધારે કહી શકાય કે આમલીના પાંદડાઓમાં ફંગસ થી લડવા અને બેક્ટેરિયા સામે લડવાના ગુણ રહેલા હોય છે, જે તમને સંક્રમણની સમસ્યાથી દૂર રાખે છે. આ માટે આજે પણ ઘણા લોકો ચામાં આ પાનને ઉમેરીને તેનું સેવન કરે છે. સોજો જેવી સમસ્યાને પણ દૂર કરવા માટે આમલીના પાનને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પણ જો તમે પહેલેથી જ કોઈ બીજા રોગથી પીડિત છો અને આ કોરોના સમયગાળા દરમિયાન, તમે તેના સેવન વિશે એક વખત ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા પોતાના ફેશબુક પેજ રસોઈનીદુનિયા સાથે બીજા આવા લેખ વાંચવા માટે જોડાયેલા રહો.