adad ni dal recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વરસાદની ઋતુમાં મોટાભાગના લોકો હળવું ખાવાનું પસંદ કરે છે અને તેમની થાળીમાં દાળનો સમાવેશ જરૂર કરે છે. કારણ કે દાળને હેલ્ધી હોવાની સાથે એક હળવો ખોરાક કહી શકાય છે. જો કે દાળના પણ ઘણા પ્રકાર હોય છે, પરંતુ મોટાભાગના લોકો આ સિઝનમાં અડદની દાળ ખાવાનું વધુ પસંદ કરે છે.

પરંતુ દર વખતે અડદની દાળ એક જ રીતે બનાવી શકાય છે ? તમને જણાવી દઈએ કે અડદની દાળને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે ઘણી રીતે દેશી તડકો લગાવી શકો છો. તમે તમારી અડદની દાળને ગળી દાળથી લઈને ખટ મીઠ્ઠી, દરેક વખતે અલગ-અલગ ફ્લેવર આપી શકો છો, આવો જાણીએ કેવી રીતે.

1) સૂકા મરચાં અને બટરનો તડકા માટે સામગ્રી : 4 સુકા લાલ મરચા, 1/2 ચમચી જીરું, 5 લસણની કળી, 1 ટામેટા, 1 ડુંગળી અને 1/2 ટિક્કી બટર.

તડકો લગાવવાની રીત : અડદની દાળમાં તડકો લગાવવામાં માટે, પહેલા લસણ અને આદુની પેસ્ટ બનાવી લો. ટામેટાં અને ડુંગળીને પણ ધોઈને જીણા સમારી લો. હવે એક પેનમાં બટર નાખીને ગરમ કરો. પછી તેમાં જીરું, સૂકું લાલ મરચું નાખીને સુગંધ આવવા સૂંઘવા દો.

પેનમાં ડુંગળી, ટામેટાં ઉમેરો અને થોડીવાર પકાવો. હવે તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખીને તરત જ દાળમાં ઉમેરી દો. બસ હવે તમારી દાળમાં એક અલગ જ સ્વાદ આવશે. તમે પણ એકવાર અચૂક ટ્રાય કરજો.

2) હિંગ અને આમલીનો ખાટો મીઠો તડકો માટે સામગ્રી : 1/2 કપ દેશી ઘી, 1 ચમચી જીરું, 1 ચમચી ગોળ (છીણેલું), 2 ચમચી આમલીનો પલ્પ અને ચપટી હિંગ.

વિધિ : તડકો માટે સૌપ્રથમ પેનમાં ઘી ઉમેરીને ગરમ કરો. હવે તેમાં જીરું અને હિંગ નાખીને ધીમા તાપે ચટકવા દો. ત્યારપછી તેમાં ગોળ અને આમલીનો પલ્પ ઉમેરીને, તરત જ તેને દાળમાં નાખીને ગરમા-ગરમ સર્વ કરો.

3. મીઠો લીમડો અને નાળિયેરનો તડકો માટે સામગ્રી : 10 મીઠા લીમડાના પાન, 3 ચમચી નાળિયેર તેલ, 1 નાની ચમચી રાઈના દાણા અને 6 સૂકા લાલ મરચા.

વિધિ : સૌ પ્રથમ એક પેનમાં નારિયેળ તેલ ગરમ કરો. તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન પણ ઉમેરો. તમારી ટેમ્પરિંગ તૈયાર થઈ જાય તેને થોડીવાર કુક થાય, ત્યારે તરત જ દાળમાં ઉમરો. આ તડકો કરવાથી દાળનો સ્વાદ જ ચટાકેદાર આવશે.

આ દેશી સામગ્રી પણ કામ આવી શકે છે : તમે દાળમાં કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે તે તમારી દાળમાં પંજાબી સ્વાદ આપશે. તમે હીંગને બદલે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે દાળનો સ્વાદ વધારવા માટે કોકમ પણ ઉપયોગમાં લઇ શકો છો.

અડદની દાળને વધારે રાંધશો નહીં નહીંતર તમારી દાળ ચીકણી બનશે. આ દેશી તડકાને તમે તમારી દાળમાં લગાવીને એકવાર જરૂર અજમાવજો. અમને આશા છે કે તમને આ રેસિપી ગમી હશે. આવી જ ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા