અમુક એક ઉંમર પછી સ્ત્રીઓને ઘણા શારીરિક ફેરફારોમાંથી પસાર થવું પડે છે. તેમનું મેટાબોલિઝમ ધીમો પડી જાય છે અને તેમને ઘણા હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થવું પડે છે. 40 વર્ષની ઉંમર પછી મહિલાઓના શરીરમાં કેલ્શિયમ ઓછું થાય છે, જેના કારણે હાડકાં નબળાં થવા લાગે છે, ત્વચા સુકાઈ જાય છે અને વજન વધવા લાગે છે.
હાડકાની ઘનતા ઓછી થવાથી સ્ત્રીઓમાં ઓસ્ટીયોપોરોસીસ અને ફ્રેક્ચરનું જોખમ વધે છે. હાડકાં નબળા પડવાથી ચાલવામાં તકલીફ થવા લાગે છે, નબળાઈ, સાંધામાં સોજો અને દુખાવો થઈ શકે છે.
જો તમને પણ આ બધી સમસ્યાઓથી પરેશાન થઇ રહયા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને અને આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરીને મહિલાઓ આ બધા લક્ષણોથી બચી શકે છે.
આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને 40 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ પોતાના આહારમાં તેનો સમાવેશ કરવો જોઈએ. તો આવો જાણીએ આ કઈ કઈ વસ્તુઓ છે.
અળસીના બીજ : ઓમેગા 3 થી ભરપૂર અળસીના બીજ મેનોપોઝ દરમિયાન મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ફાઈબરથી ભરપૂર છે અને ધમનીઓને સ્વસ્થ રાખવાની સાથે એસ્ટ્રોજન લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે. આ સાથે, અળસીના બીજ વધતી ઉંમરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને અનિયમિત હૃદયના ધબકારા સુધારવામાં મદદ કરે છે.
કેલ્શિયમ : 40 વર્ષની ઉંમર પછી મહિલાઓના શરીરમાં કેટલાક ફેરફારો થવા લાગે છે, આ ઉંમર પછી કેલ્શિયમની માત્રા પહેલા ઓછી થઇ જાય છે. આ સમસ્યા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, કારણ કે ગર્ભાવસ્થા પછી સ્ત્રીઓમાં કેલ્શિયમની ઉણપ થવી સામાન્ય બાબત છે. કેલ્શિયમ હાડકાં માટે જરૂરી મિનરલ્સ છે.
મેનોપોઝ દરમિયાન કેલ્શિયમ ખાસ મહત્વનું છે કારણ કે એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો હાડકાના નુકશાનને વેગ આપી શકે છે. મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓ માટે ડેરી પ્રોડક્ટ્નું સેવન જરૂરી છે. આ માટે રાગી, ચણા, ઈંડા, દૂધ, દહીં, પનીર, આમળા વગેરેનું સેવન કરી શકો છો.
વિટામિન ડી : કેલ્શિયમના પર્યાપ્ત શોષણ માટે શરીરમાં વિટામિન ડી જરૂરી હોય છે. જો કે આમ તો તમારા શરીરને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે, પરંતુ તમારે તમારા આહારમાં ઇંડાનો પણ સમાવેશ કરવો પડશે.
વિટામિન B-12 ની ઉણપ : 40 વર્ષ વટાવ્યા પછી શરીરમાં વિટામિન B-12 ઘટવા લાગે છે. જેના કારણે ડિપ્રેશન, લો ફીલિંગ, વાળ ખરવા જેવી ઘણી સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં, વિટામિન B12 થી ભરપૂર ખોરાક જેમ કે ઇંડા, ડેરી પ્રોડક્ટ ખાઈ શકો છો, આ સિવાય તમે ડૉક્ટરની સલાહ લઈને વિટામિન B12 સપ્લીમેન્ટ્સ લઈ શકો છો.
ફળો અને શાકભાજી : તાજા અને મૌસમી ફળો અને શાકભાજી એ તંદુરસ્ત જીવનશૈલીના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક છે. જેમ જેમ સ્ત્રીઓની ઉંમર વધે છે તેમ તેમ તેમનું મેટાબોલિજ્મ ધીમું પડી જાય છે. જેના કારણે વજન વધવા લાગે છે, પરંતુ ઓછી કેલરીવાળા ઉચ્ચ ફાઈબરવાળા ફળો અને શાકભાજી ખાવાથી વધતું વજન નિયંત્રણમાં રહે છે અને તમે સ્વસ્થ રહો છો.
આયર્નથી ભરપૂર ખોરાક : મોટાભાગની ભારતીય મહિલાઓમાં આયર્નની ઉણપ જોવા મળે છે અને વધતી જતી ઉંમરની સાથે મહિલાઓના શરીરમાં આયર્ન ઓછું થવા લાગે છે. તેથી 40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ તમારા આહારમાં આયર્નથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.
આયર્નથી ભરપૂર ખોરાક જેમ કે બીટરૂટ, ગાજર, દાડમ, અંજીર વગેરેને તમારા આહારમાં સામેલ કરી શકો છો. જો તમારી ઉંમર પણ 40 થી વધારે થઇ ગઈ છે તો સ્વસ્થ રહેવા માટે આજથી તમારા આહારમાં આ વસ્તુઓનો અવશ્ય સમાવેશ કરો.