ajwain paratha recipe in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે સવારમાં હાથ પણ કામ નથી કરતા અને આવી સ્થિતિમાં ગરમાગરમ નાસ્તો બનાવવો મુશ્કેલ છે. તેથી જ મોટાભાગની મહિલાઓ એવી રેસિપી શોધતી હોય છે જે સ્વાદિષ્ટ હોવાની સાcથે હેલ્ધી પણ હોય અને ઓછા સમયમાં બનાવીને ખાઈ શકાય.

આ સ્થિતિમાં પરાઠા બનાવવાનું સૌથી સરળ કામ છે. પરંતુ જો તમે સાદા પરાઠા બનાવતા હોવ તો તમારે તેની સાથે શાક પણ બનાવવું પડે. પરંતુ જો શાક ના બનાવવું હોય તો તમે આલુ પરાઠા, ગોબી પરાઠા કે પનીર પરાઠા બનાવી શકો છો.

પરંતુ જો તમે આનાથી પણ સરળ અને ટેસ્ટી પરાઠાની રેસિપી શોધી રહ્યા હોય તો તમે ઘરે જ અજમાના પરાઠા બનાવી શકો છો. અમે તમને જણાવી દઈએ કે અજમાના પરાઠા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તે ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે ઘરે બનાવી શકો.

અજમાના પરાઠા માટે સામગ્રી : 11/2 કપ લોટ, 4 ચમચી અજમો, 2/3 લીલા મરચા જીણા સમારેલા, 1 ટેબલસ્પૂન કોથમીર જીણી સમારેલી અને સ્વાદ માટે મીઠું

અજમાના પરાઠા બનાવવાની રીત : સૌપ્રથમ ઘઉંના લોટને ચાળણીથી ચાળી લો. હવે લોટમાં અજમો અને કોથમીરને ઉમેરો. લોટમાં પાણી ઉમેરીને મસળી લો. પાણીની જગ્યાએ તમે દહીં પણ ઉમેરીને કણક ભેળવી શકો છો. તેનાથી કણક એકદમ નરમ બને છે.

લોટ બાંધ્યા પછી તેની ઉપર લીલા મરચા મિક્સ કરો. કણક ભેળતી વખતે ક્યારેય લીલા મરચા ના ઉમેરવા નહિ તો તેનાથી તમારા હાથમાં બળતરા થશે. આ પછી 10 મિનિટ સુધી કણકને ઢાંકીને રાખો. પછી તમે તેમાંથી પરાઠા બનાવી શકો છો. જો તમે લોટ ભેળતી વખતે તેમાં મીઠું નાખો છો તો તમે તેને ચા વગર આમ જ ખાઈ શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા