અખરોટના ફાયદાઓ: આજે અમે અખરોટના ફાયદા ની સાથે એને ખાવા ની વિધિ પણ બતાવીશું કે અખરોટ ને કેવી રીતે ખાઈ શકાય. જો તમે તાકાત વધારવા માંગો છો. મગજ તેજ કરવા માંગો છો. સાંધાનો દુખાવો મટાડવા માંગો છો. તો અખરોટનું સેવન કરો. એ તમને વધુમાં વધુ ફાયદો કરશે.
જો તમે અખરોટ ખાઓ છો છતાં ફાયદો નથી થતો, તો તમારે અખરોટ ખાવાની રીત માં પ્રોબ્લેમ છે. જો તમે અમારા બતાવ્યા નુસખાનો અમલ કરશો તો તમને સ્ફૂર્તિ અને તાકાત મળશે અને દુખાવા નો નાશ થઇ ને તમારું શરીર ચમકદાર અને કાંતિમય થઈ જશે.
સૌથી પહેલા જાણીએ કે અખરોટ ના ફાયદા. અખરોટ ખાવાથી વજન ઘટાડવામાં સહાયતા મળે છે. જો તમે વજન ઘટાડવા માંગો છો. તો અખરોટનું સેવન તમારા માટે ફાયદેમંદ છે. અખરોટ ખાવાથી આપણે રિલેક્સ ફીલ કરીયે છીએ અને ઊંઘ પણ સારી આવે છે. અખરોટ ખાવાથી આપણું હૃદય એક્ટિવ રહે છે.
આમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે હૃદયને એક્ટિવ રહેવા રાખે છે. અખરોટ ખાવાથી આપણે ડાયાબિટીસના ખતરાથી પણ બચીને રહીયે છીએ. અખરોટ ખાવાથી આપણું દિમાગ તેજ થાય છે એટલે જ એને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે .કારણ કે અખરોટમાં વિટામિન ઈ હોય છે.
અખરોટના સેવનથી આપણે પેટના કેન્સરથી પણ બચી શકીએ છે. જો તમે આજે જ અખરોટનું સેવન શરૂ કરો તો બની શકે કે તમને કેન્સર થાય જ નહીં. અખરોટ ખાવાથી આપણી લાઈફ વધે છે અને આપણા જીવનમાં ઉર્જા રહે છે. ગર્ભવતી મહિલાઓ માટે અખરોટ ખાવું બહુ જ ફાયદેમંદ છે કારણ કે તેનાથી બાળકને એર્લજી નથી થતી અને પોષક તત્વ પણ મળી રહે છે.
અખરોટ ખાવાથી ચિંતા એટલે તણાવ ઘટી જાય છે અને શરીરનું બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે. નિયમિત રૂપે અખરોટ ખાવાથી આપણા હાડકા મજબૂત અને સ્વસ્થ રહે છે. હવે આપણે અખરોટ ખાવાની વિધિ જાણી લઈએ.
15 ગ્રામ અખરોટ એક ગ્લાસ દૂધમાં નાખી ઉકાળવાનું શરૂ કરો. ઉકાળ્યા પછી મિશ્રી મિક્ષ કરો ધ્યાન રાખજો કે બજારમાં મળતી ખાંડ ના નાખવી ( મિક્સરમાં પીસીને ખાંડ નાખવી). હવે આમાં બે થી ચાર કેસરની પત્તીઓ નાખો. હવે આ મિશ્રણ ને હૂંફાળુ ગરમ પીઓ. આ પીણું ખૂબ જ શક્તિવર્ધક છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.