દરેક સ્ત્રી ની એવી ઈચ્છા હોય છે કે તેની ત્વચા હંમેશા ચમકદાર અને મુલાયમ રહે. આ માટે તે અલગ અલગ પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટ્સ ખરીદે છે અને તેને ઉપયોગ કરતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે પ્રોડક્ટમાં રહેલા કેમિકલ્સ તમારી ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે.
બજારુ પ્રોડક્ટની અસર તરત જ જોવા મળે છે પરંતુ લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે અને કુદરતી વસ્તુઓ અને ઘરેલુ ઉપાયોનો ઉપયોગ તમને નુકસાન કર્યા વગર તેની અસર બતાવે છે, જે લાંબા સમય સુધી તેની અસર ત્વચા પાર રહે છે.
બદામ અને કાચું દૂધ ત્વચાની ચમક વધારવામાં ખુબ જ મદદ કરે છે. તો આવો જાણીએ કે કેવી રીતે બદામ અને દૂધનો ઉપયોગ કરવાનો છે અને તેના ફાયદા શું છે.
બદામ અને કાચા દૂધના ફાયદા
બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. બદામમાં હાજર વિટામિન-ઇ અને વિટામિન-એ ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે અને આંખોની નીચે રહેલા ડાર્ક સર્કલને ઘટાડવામાં પણ તે ફાયદાકારક છે.
દૂધમાં રહેલું લૈક્ટિક એસિડ ત્વચાને એક્સફોલિએટ કરવામાં ખૂબ જ અસરકારક છે. દૂધમાં વિટામિન-એ અને વિટામિન-ડી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.
બદામ અને કાચા દૂધનો ઉપયોગ કેવી રીતે કરવો
સૌ પ્રથમ બદામને મિક્સરમાં નાખીને સારી રીતે પીસીને તેનો પાવડર બનાવી લો. પછી બદામના પાવડરમાં થોડું કાચું દૂધ ઉમેરો, ગરમ કરેલું ના હોવું જોઈએ. આ સિવાય જો તમે ઈચ્છો તો તેમાં કાળા તલ પણ ઉમેરી શકો છો. કાળા તલની છાલ ત્વચામાં સ્ક્રબિંગનું કામ કરે છે.
આ પછી બદામ અને દૂધને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવો. લગભગ 20 મિનિટ ચહેરા પર રાખ્યા પછી કોટનથી ચહેરાને સાફ કરો. આ પછી તમે ઇચ્છો તો ચહેરા પર બદામ રોગાન તેલ લગાવો.
બદામ રોગન તેલ તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. જો તમે અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરશો તો તમે ખૂબ જ સુંદર દેખાઈ શકો છો. આ સાથે, જો તમને અમે જણાવેલી આ બ્યુટી ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.