almond powder recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બદામ એ ભારતીય રસોડામાં ઉપયોગ કરવામાં આવતી એક મુખ્ય સામગ્રીમાંનું એક છે. તેનો ઉપયોગ પાવડર તરીકે પણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ એક નહીં પરંતુ ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ મીઠાઈઓ બનાવવા અને બીજી ઘણી વાનગીઓમાં ગાર્નિશ કરવા માટે પણ થાય છે.

બદામ અને તેના પાવડરનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય ઘરોમાં ફળાહાર તરીકે સમાવેશ થાય છે. કેટલીક સ્ત્રીઓ તેના પાવડરનો ઉપયોગ કેક બનાવવામાં કરે છે અને તેને દૂધમાં ભેળવીને પણ પીવે છે. પરંતુ જ્યારે બદામ પાવડરની વાત આવે ત્યારે લગભગ દરેક જણ તેને ખરીદવા માટે બજારમાં જ જાય છે.

ઘણી વખત બજારમાં મળતા બદામના પાઉડરમાં બીજી કોઈ વસ્તુને ભેળવીને વેચવામાં પણ આવી શકે છે, જેના કારણે વાનગીનો સ્વાદ બગડવાની સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

તો આજે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ઘરે બદામનો પાઉડર બનાવવાની રીત. આ ટિપ્સને અનુસરીને તમે પણ સરળતાથી બદામનો પાઉડર ઘરે બનાવી શકો છો, તો ચાલો જાણીએ તેની બનાવવાની રીત.

બદામ પાવડર બનાવવાની પહેલી રીત : જો તમે બજાર કરતા પણ શુદ્ધ બદામનો પાઉડર ઘરે જ બનાવવા માંગ હોય તો તમે તેને એક નહીં પરંતુ બે સરળ રીતની મદદથી થોડા જ સમયમાં બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા તમે બજારમાંથી 500-600 ગ્રામ બદામ ખરીદીને ઘરે લાવો.

ઘરે લાવ્યા પછી તેને એક થી બે વાર સાફ કરી લો અને એકથી બે દિવસ સુધી સૂર્યપ્રકાશમાં (તડકામાં) રાખો. બીજા દિવસે, એક કઢાઈ લો અને તેને ગરમ કરો, હવે તેમાં બદામ ઉમેરો અને તેને 15 થી 20 મિનિટ સુધી સારી રીતે ફ્રાય કરો. જો તમે ઈચ્છો તો કડાઈમાં એક ચમચી ઘી ઉમેરીને પણ બદામને શેકી શકો છો. તે ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

બદામને શેક્યા પછી તેને એક પ્લેટમાં કાઢીને લગભગ 10 મિનિટ સુધી ઠંડુ થવા દો. જેવી બદામ ઠંડી થઈ જાય પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો અને એક વાસણમાં કાઢી લો.

બદામ પાવડર બનાવવાની બીજી રીત : બદામનો પાઉડર બનાવવા માટે સૌથી પહેલા બદામને સારી રીતે સાફ કરીને એકથી બે દિવસ તડકામાં રાખો. બીજા દિવસે માઇક્રોવેવને 180 ડિગ્રી પર પ્રી-હીટ કરો અને બદામને એક વાસણમાં મૂકીને શેકી લો. વચ્ચે એક વાર માઈક્રોવેવ બંધ કરો અને બદામને ફરીથી મિક્સ કરીને ફ્રાય કરો.

હવે બદામને શેકાઈ હે પછી તેને થોડીવાર ઠંડી થવા માટે બાજુમાં રાખો. ઠંડી થઇ જાય એટલે શેકેલી બદામને ગ્રાઇન્ડરમાં નાખીને બારીક પીસી લો અને એક વાસણમાં કાઢી લો.

બદામ પાવડર સ્ટોર કેવી રીતે કરવો : તમે ઘરે જ બનાવેલા બદામના પાઉડરનો ઉપયોગ એક નહીં પણ અનેક વાનગીઓ સાથે સ્વાસ્થ્ય લાભ માટે પણ કરી શકો છો. બદામ પાઉડર સ્ટોર કરવા માટે હંમેશા કાચની બરણી અથવા એર ટાઈટ કન્ટેનરમાં જ સ્ટોર કરવો.

બદામ પાવડરનો ઉપયોગ કર્યા પછી ઢાંકણને યોગ્ય રીતે બંધ કરો. જો ઢાંકણ સહેજ પણ ખુલ્લું રહી જાય છે તો બદામનો પાવડર બગડી શકે છે. આ સિવાય, પહેલા બદામનો પાઉડરને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને તેને સારી રીતે પેક કરી લો.

પ્લાસ્ટિકની થેલીમાં પેક કર્યા પછી તેને કાચની બરણીમાં અથવા એર ટાઈટ કન્ટેનરમાં રાખો. આ રીતે સ્ટોર કરવાથી બદામનો પાઉડર ઝડપથી બગડતો નથી. તમારે ભેજવાળી જગ્યાએ સ્ટોર કરવાનું ટાળવું જોઈએ.

આ રેસિપીમાં કરો ઉપયોગ : તમે ઘરે તૈયાર બદામના પાવડરનો ઉપયોગ એક નહીં પરંતુ ઘણી વાનગીઓમાં સરળતાથી કરી શકો છો. જો તમે મીઠાઈમાં કંઈક બનાવવા માંગતા હોય તો તમે તેનો ઉપયોગ લાડુ, બરફી, કેક વગેરેમાં કરી શકો છો.

આ સિવાય પણ જો તમારે કોઈપણ ગ્રેવીવાળા શાકમાં તેનો ઉપયોગ કરવો હોય તો પણ તમે તેનો ઉપયોગ સરળતાથી કરી શકો છો. આ સિવાય તમે દૂધમાં મિક્સ કરીને બાળકોને પીવા માટે પણ આપી શકો છો. જો તમે બાળકો માટે હલવો બનાવતા હોય તો પણ તેનો ઉપયોગ કરી શકો છો.

બદામ પાવડરના ફાયદા : એવું કહેવાય છે કે બદામનો પાઉડરમાં ચરબી, ડાયેટરી ફાઇબર, વિટામિન-ઇ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફોસ્ફરસ વગેરે હોય છે, જેને દરેક ઉંમરના લોકોએ તેમના આહારમાં સમાવેશ કરવો જોઈએ. જો કે તેને તમારા દરરોજ આહારમાં સામેલ કરતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

જો તમને પણ આ રેસિપી ગમી હોય તો આવી જ બીજી રેસિપી અને કિચન ટિપ્સ વિશે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી ટિપ્સ – ટ્રીક અને બ્યુટી સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા