જો તમે એકવાર બનાવશો તો તેને વારંવાર ખાશો. આ સ્વાદિષ્ટ આલૂ પાપડી ચાટ ખાવામાં એટલી મજા આવશે કે તમે તમારી જાતને તેને ખાવાથી રોકી શકશો નહીં. બટાકામાંથી બનેલી આ પાપડીઓ ખૂબ જ ક્રિસ્પી હોય છે અને આ પાપડીઓ બનાવીને તમે સાંજે ચા સાથે પણ નાસ્તામાં પણ ખાઈ શકો છો.
આ સિવાય તમે તેને દહીં ચાટ બનાવીને ખાઈ શકો છો. તમને આ બંને વાનગીઓ ખૂબ જ ગમશે. તમે આ પાપડીને એકવારમાં વધુ બનાવીને 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો જાણીએ તેની બનાવવાની રીત.
આલૂ પાપડી ચાટ માટે સામગ્રી : બાફેલા બટાકા – 2 મધ્યમ કદના (150 ગ્રામ), મેદો – 60 ગ્રામ, ચોખાનો લોટ – 80 ગ્રામ, અજમો – 1/4 ચમચી, જીરું – 1/4 ચમચી, મીઠું સ્વાદ મુજબ, તેલ – 1 ચમચી અને તેલ પાપડીને તળવા માટે.
ચાટ બનાવવા માટે સામગ્રી : બાફેલા બટાકા જરૂર મુજબ નાના ક્યુબ્સમાં કાપેલા, તાજુ દહીં – 1 કપ, કાળું મીઠું – 1/2 ચમચી, ખાંડ – 1 ચમચી, લીલી ચટણી જરૂર મુજબ, મીઠી ચટણી જરૂર મુજબ અને સેવ નમકીન જરૂર મુજબ. સ્પ્રિંકલ કરવા માટે લાલ મરચું પાવડર, કાળું મીઠું અને શેકેલું જીરું પાવડર.
બનાવવાની રીત : આલૂ પાપડી ચાટ બનાવવા માટે પહેલા આલૂ પાપડી બનાવવાની રહેશે. જેના માટે તમારે બાફેલા બટેટાને એક બાઉલમાં બારીક છીણી લેવાના છે. પછી તેમાં ચોખાનો લોટ, મેદાનો લોટ, જીરું , મીઠું, અજમો (મસરીને નાખો) અને એક ચમચી તેલ નાખીને લોટને બરાબર મિક્સ કરો.
તમારે પાપડી માટે કઠણ લોટ બનાવવાનો છે અને કણક બાંધવા માટે પાણી ઉમેરવાની જરૂર નથી. તમારે બટાકાના ભેજ સાથે સખત કણક બાંધવાની છે. જો કણક સખ્ત ન બંધાય તો તમે તેમાં થોડો વધુ લોટ ઉમેરી શકો છો અને જ્યાં સુધી કણક કઠણ ન થાય ત્યાં સુધી ફરીથી ભેળવી શકો છો.
કણક બંધાઈ જાય પછી તેને ઢાંકીને 15 મિનિટ રાખો, 15 મિનિટ પછી લોટને એકવાર ગૂંદીને કણકમાંથી નાના એક સરખા બોલ તોડીને રાખો. પછી પાપડી બનાવવા માટે, એક લોઈ લો અને તેને સૂકા મૈદાના લોટમાં લપેટી લો.
તે પછી તેને પાટલા પર મૂકો અને વેલણથી પાતળી વણી લો. તમારે પાપડીને પાતળી વણવાની છે ત્યારે જ તે ક્રિસ્પી થશે. જ્યારે તમે પાપડીને વણો છો ત્યારે જો તે પાટલા પર ચોંટી જાય છે તો પાપડીને ફરીથી સૂકા મેંદાના લોટમાં લપેટીને ફરીથી વણો.
હવે પાપડીને પરફેક્ટ ગોળાકાર આકાર આપવા માટે કોઈપણ ગોળ આકારનું વાસણ લો અને પછી તેને પાપડી પર મૂકીને તેના ગોળ કાપી લો. આ રીતે તમારી પાપડીને વાસણમાંથી કાપ્યા પછી તે એકદમ ગોળ થઈ જશે. પછી એક મોટું કાપડ ફેલાવીને આ પાપડીને વણીને કપડા પર મૂકો.
પાપડીને ગોળાકાર કાપ્યા પછી જે વધારાનો લોટ બચે છે તેને એક બાઉલમાં રાખો અને તેમાંથી કણક બનાવો અને લોઈ બનાવીને પાપડી વણી લો. આ રીતે બાંધી પાપડીને વણીને 15 મિનિટ માટે રહેવા દો. 15 મિનિટ પછી તેને તળવા માટે એક કડાઈમાં તેલ મૂકીને ગરમ કરવા માટે રાખો.
જ્યારે તેલ મધ્યમ ગરમ થાય પછી એકવારમાં બે થી ત્રણ પાપડી નાખીને તળી લો. તમારે પાપડીને મધ્યમથી ધીમી આંચ પર તળી લેવાની છે. જ્યારે પાપડી તળાઈ જાય પછી તેને તેલમાંથી કાઢીને ટીશ્યુ પેપર પર રાખો અને બધી પાપડીને તે જ રીતે તળી લો.
હવે પાપડીમાંથી ચાટ બનાવવા માટે પહેલા દહીંને તૈયાર કરો. આ માટે એક બાઉલમાં દહીં અને ખાંડ નાંખો અને તેને સારી રીતે ફેટી લો. જેથી તે એકદમ સ્મૂધ બની જાય. ત્યારબાદ દહીંમાં કાળું મીઠું નાખીને મિક્સ કરો.
હવે જેટલી પાપડીમાંથી ચાટ બનાવવાની છે તેટલી પાપડીને એક પ્લેટમાં રાખો અને તેના પર બાફેલા બટાકા, ફેંટેલુ દહીં, લીલી ચટણી અને મીઠી ચટણી, શેકેલું જીરું, લાલ મરચું પાવડર, કાળું મીઠું અને પછી નમકીન સેવ નાંખો. આ રીતે તમારી સ્વાદિષ્ટ આલૂ પાપડી ચાટ તૈયાર છે.
ટિપ્સ : પાપડી તળવા માટે તેલ મધ્યમ ગરમ હોવું જોઈએ અને ગેસની આંચ મધ્યમથી ધીમી હોવી જોઈએ. પાપડી માટે કણકને કઠણ બનાવો અને કણક બબાંધવામાં મૈંદા વધુ કે ઓછો લાગી શકે છે. કારણ કે લોટ તમારા બટાકાની ભેજ પર આધાર રાખે છે.
આ રીતે તમે ઘરે આલૂ ચેટ ઘરે બનાવીને તેનો આનંદ માણી શકો છો. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ કિચન ટિપ્સ અને હોમ ટિપ્સની માહિતી મફતમાં મળતી રહેશે.