aloo paratha recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બજારમાં તમને ઘણા પ્રકારના લોટ મળી જશે પરંતુ હેલ્ધી ખાવાની આદત ધરાવતા લોકો બજારમાંથી હંમેશા ગ્લુટેન ફ્રી લોટ ખરીદવાનું પસંદ કરે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે ગ્લુટેન ફ્રી લોટ એટલે કેવો લોટ હશે??

તો તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે ગ્લુટેન ફ્રી લોટ એટલે તેમાં વધારે ચિકાસ નથી હોતી, ઉદાહરણ તરીકે જેમ મૈદાના લોટની કણક બાંધ્યા પછી ખેંચીએ ત્યારે ચીકણો અને રબર જેવો થાય છે તે ગ્લુટેન ફ્રી માં થતું નથી.

જો કે તમે આ લોટ ઘરે પણ બનાવી શકો છો, પરંતુ તમને બજારમાં સરળતાથી મળી જશે. દેખીતી રીતે આપણને શિયાળાની ઋતુમાં સવારે નાસ્તો બનાવવા માટે વહેલી સવારે રસોડામાં જવું પડે છે અને દરરોજ હેલ્ધી નાસ્તાની વાનગીઓ બનાવવી પણ સરળ નથી.

તો આવી સ્થિતિમાં જો તમે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરો છો તો તમે દર બીજા દિવસે ગ્લુટેન ફ્રી આલુ પરાઠાનો નાસ્તો બનાવી શકો છો. તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગ્લુટેન ફ્રી આલુ પરોઠા બનાવવાની સરળ રીત.

આલુ પરોઠા બનાવવા માટે જરૂરી સામગ્રી

  •  2 કપ મલ્ટિગ્રેન લોટ
  • 1 કપ ગરમ પાણી
  • 1 ચમચી ઘી
  • 1/2 નાની ચમચી અજમો
  • 3-4 બાફેલા બટાકા
  • 1 ચમચી કોથમીર જીણી સમારેલી
  • 1 નાની ચમચી લીલું મરચું જીણું સમારેલું
  • 2 ચમચી ડુંગળી જીણી સમારેલી
  • સ્વાદ મુજબ મીઠું
  • પરાઠા શેકવા માટે તેલ

આલુ પરોઠા બનાવવાની સરળ રીત :

સ્ટેપ 1 : આલુ [પરોઠા બનાવવા માટે સૌથી પહેલા તમારે બટાકાને બાફી લેવાના છે. શિયાળામાં નવા પાકના બટાકા બજારમાં આવે છે તેથી તેના પર માટી ખુબ હોય છે. તો બટાકાને બાફતા પહેલા સારી રીતે ધોઈને છોલી લો અને પછી તેને 2 સીટી સુધી બાફવા મુકો.

સ્ટેપ 2 : આ પછી તમે મલ્ટિગ્રેન લોટને ગરમ પાણીની મદદથી લોટ બાંધી લો. તમને જણાવી દઈએ કે પરાઠા માટેનો લોટ રોટલી જેવો ઢીલો ના હોવો જોઈએ. લોટ તૈયાર થઇ ગયા પછી કણકને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખો.

સ્ટેપ 3 : કણક ગુંથતી વખતે ચોક્કસથી તેમાં દેશી ઘી અને અજમો ઉમેરો. આનાથી પરાઠા સ્વાદિષ્ટ પણ લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ સારા બને છે.

સ્ટેપ 4 : હવે પરાઠામાં ભરવા માટે બટાકાનું મિશ્રણ તૈયાર કરવા માટે બટાકામાં ઝીણી સમારેલી કોથમીર, લીલા મરચાં, ડુંગળી વગેરેને ઉમેરો. જો તમારે મસાલેદાર પરાઠા ખાવા પસંદ હોય તો તમે તેમાં ધાણા મસાલો, ગરમ મસાલો, આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો.

સ્ટેપ 5 : હવે આ મિશ્રણને પરાઠામાં ભરો અને પરાઠાને ગોળ અને ગોળ આકારમાં વણીને પછી ગરમ પેન પર શેકી લો. તો આલુ પરોઠા બનીને તૈયાર છે, હવે તેને તમે અથાણાં અને દહીં સાથે ગરમાગરમ પીરસી શકો છો.

અમને આશા છે કે તમને આ રેસિપી જરૂરથી પસંદ આવી હશે અને જો તમે આવી જ બીજી રેસિપી ઘરે બેઠા જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને રસોઈ સબંધિત અલગ અલગ માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા