એવું કહેવાય છે કે હૃદય નો માર્ગ પેટમાંથી પસાર થાય છે અને જો તમારે કોઈનું દિલ જીતવું હોય તો તેને સારી વસ્તુઓ બનાવીને ખવડાવી જોઈએ તો તે તમારા પ્રેમમાં પડી જશે. જી હા, અમે અહીંયા વાત કરી રહ્યા છીએ તમે તમારા પતિ કે બાળકોને ખુશ કરવા માટે તમે શું બનાવીને ખવડાવી શકો છો.
આ શિયાળાની ઋતુમાં જો તમે પણ દિલ જીતી લે તેવી રેસિપી શોધી રહ્યા છો તો તમે આમળા લોંજી ની બનાવી શકો છો. તમે જેને પણ ખવડાવશો તે તેના ખાટા-મીઠા સ્વાદને કારણે આ વાનગીનો દિવાનો બની જશે.
દરેક વ્યક્તિને અલગ પ્રકારની વસ્તુઓ ખાવાનો શોખ હોય છે એટલે જ કદાચ મોટાભાગના લોકો યુટ્યુબ પર રેસિપી સર્ચ કરીને બનાવતા હોય છે. જો તમે પણ આવી મહિલાઓમાંથી એક છો જે પોતાના બાળકો અને પતિને ખુશ કરવા માટે ટેસ્ટી અને હેલ્ધી રેસિપી શોધતી હોય તો આજે અમે તમારા માટે એક શાનદાર રેસિપી લઈને આવ્યા છીએ.
જો કે અમે તમને સમયાંતરે ટેસ્ટી અને હેલ્ધી રેસિપી વિશે જણાવતા રહીએ છીએ પરંતુ આજની રેસિપી શિયાળા માટે ફાયદાકારક છે કારણ કે તે આમળામાંથી બનાવવામાં આવે છે. તો ચાલો જોઈએ આમળા લોંજી બનાવવાની રેસિપી.
આમળા લોંજી બનાવવા માટે સામગ્રી : આમળા 500 ગ્રામ, ખાંડ 150 ગ્રામ, મીઠો લીંબડો 8 થી 10, રાઈ દાણા 1/2 ચમચી, મીઠું અને લાલ મરચું સ્વાદ મુજબ, તલનું તેલ 1 ચમચી
આમળા લોંજી બનાવવાની રીત : સૌથી પહેલા આમળાને ધોઈ લો અને તે સોફ્ટ થઇ જાય ત્યાં સુધી ઉકાળો. આ પછી આમળાની બધી કળીઓને અલગ કરો અને તેના બીજ કાઢી લો. હવે એક કડાઈમાં તેલ મુકો અને તેમાં રાઈ દાણા અને મીઠો લીંબડો ઉમેરો.
આ પછી આમળા, મીઠું, ખાંડ અને પાણી સહિતની બધી જ વસ્તુઓ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. તમારી આમળાની ચટણી તૈયાર છે. હવે તેને ફ્રીજમાં મૂકી રાખો. પછી તમારી પસંદગી મુજબ તમે તેને ખાઈ શકો છો. જો તમે આમળાને ગુણોની ખાણ કહેવામાં આવે તે કંઇ ખોટું નથી.
તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને આયુર્વેદમાં તેને સો બીમારીને દૂર કરવાવાળું ફળ માનવામાં આવે છે. તે તમારા શરીર, મગજ, ત્વચા, વાળ માટે અમૃત સમાન છે. આમળાની સૌથી સારી વાત એ છે કે તેના વિટામિન્સ તેને સૂકવવાથી કે ગરમ કરવાથી પણ નાશ પામતા નથી.
જો તમે પણ આમળાના સ્વાદની સાથે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આજે જ બનાવો આમળાની ચટણી. આ સરળ રેસીપી સાથે તમે મિનિટોમાં આમળાની ચટણી બનાવી શકો છો અને શિયાળાનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.