શિયાળામાં આમળાનો રસ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. તેના રસનું સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે હેલ્ધી વાળ મેળવવા માટે પણ તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે.
તે સુંદર વાળ અને ત્વચા માટે એન્ટીઑકિસડન્ટ અને વિટામિન-સી જેવા બીજા ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. અહીંયા અમે તમને આમળાના રસના કેટલાક હેર પેક વિશે જણાવીશું, જેની મદદથી તમે શિયાળામાં તમારા સૂકા અને નિર્જીવ વાળની સારવાર કરી શકો છો.
આ આમળા હેર પેક બનાવવો અને ઉપયોગમાં લેવો પણ ખૂબ જ સરળ છે અને તેની કોઈ પણ પ્રકારની આડઅસર પણ નથી. આમળા હેર પેક કેવી રીતે બનાવવું તે જાણતા પહેલા આમળાનો રસ કેવી રીતે બનાવવો તે જાણીએ. આમળાનો રસ બનાવવા માટે સામગ્રીમાં આમળા 3-4 ઝીણા સમારેલા અને દાણા કાઢીને અને થોડું પાણી.
હવે સમારેલા આમળાને એક કપ પાણી સાથે બ્લેન્ડરમાં નાખીને 40 સેકન્ડ માટે બ્લેન્ડ કરો. હવે આમળાની પેસ્ટ બની ગયા પછી થોડું પાણી ઉમેરો અને 30 સેકન્ડ માટે ફરીથી બ્લેન્ડ કરો. રસ મેળવવા માટે આ મિશ્રણને ગરણીથી ગાળી લો.
આમળાનો રસ અને શિકાકાઈ પાઉડરનું પેક : વાળ ખરતા અટકાવવા અને છિદ્રોને ખોલવા માટે આમળાનો રસ અને શિકાકાઈ પાઉડર ખૂબ જ સારી રીતે કામ કરે છે. આ સોલ્યુશનને વાળના મૂળમાં સારી રીતે ઉતરી જાય છે. શિકાકાઈ પાવડર નવા વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને વાળના પાતળા થતા અટકાવે છે. ઈંડામાં પ્રોટીન હોય છે જે વાળને સિલ્કી અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
સામગ્રી : આમળાનો રસ 1 કપ, શિકાકાઈ પાવડર 1/2 કપ
વિધિ : એક વાટકીમાં બંને વસ્તુઓને મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. તમારા વાળમાં સરખી રીતે આ પેસ્ટ લગાવો. હવે તમારા વાળને બનમાં લપેટી અને હેર માસ્કને 2 કલાક માટે લગાવી રાખો. સામાન્ય પાણીનો ઉપયોગ કરીને ધોઈ લો અને પછી શેમ્પૂ અને કન્ડિશન કરો. તમે આ ઉપાયને અઠવાડિયામાં એકવાર જરૂર કરો.
આમળા અને મહેંદી હેર પેક : આમળામાં વિટામીન-સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી વાળમાં ચમક આવે છે અને તે બાઉન્સી દેખાય છે. મહેંદી વાળને કુદરતી રીતે કલર આપે છે જેનાથી વાળ ચમકદાર દેખાય છે. સામગ્રી : ઓર્ગેનિક મહેંદી પાવડર 1/2 પેકેટ, આમળાનો રસ 1/2 કપ, પેટ્રોલિયમ જેલી જરૂર મુજબ
વિધિ : એક બાઉલમાં મેંદી પાવડરમાં આમળાનો રસ ને બરાબર મિક્ષ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. આ બાઉલને ઢાંકણથી ઢાંકી દો અને આ મિશ્રણને 5 થી 6 કલાક માટે છોડી દો. આ પછી આ મિશ્રણને ફરીથી હલાવો.
તમારા વાળને સરખા ભાગમાં વિભાજીત કરો અને બ્રશ અથવા તમારી આંગળીઓથી સમાનરૂપે મેંદીની પેસ્ટ લગાવો. પછી એક બન માં તમારા વાળ લપેટીને ઓછામાં ઓછા 3 થી 4 કલાક માટે લગાવીને રાખો. પછી સાદા પાણીથી ધોઈ લો. તમારા વાળને દરરોજની જેમ શેમ્પૂ અને કન્ડિશન કરો. તમે દર બે અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરો.
આમળાનો રસ અને એલોવેરા હેર પેક : આમળાનો રસ વાળની રોમને ખોલવામાં અને વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. એલોવેરા જેલ માથાની ચામડીને મોઇશ્ચરાઇઝ કરે છે અને વાળને ખરતા અટકાવવામાં મદદ કરે છે. સામગ્રી : આમળાનો રસ 1 કપ, એલોવેરા 1 કપ
વિધિ : આમળાના રસને એલોવેરા જેલ સાથે ત્યાં સુધી મિક્સ કરો કે જેલ રસ સાથે સારી રીતે ભળી ના જાય. પછી આ દ્રાવણને સ્પ્રે બોટલમાં ભરો. હવે તેનાથી તમારા માથા પર સ્પ્રે કરો અને ત્યાં સુધી મસાજ કરો જ્યાં સુધી વાળના મૂળ આ મિશ્રણથી કોટ ન થઈ જાય. પછી વાળમાં 1 થી 2 કલાક માટે રહેવા દો પછી ઠંડા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2-3 વખત આ ઉપાય કરો.
આમળાનો રસ અને લીંબુનો હેર પેક : આમળાના રસમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં હોય છે અને લીંબુના રસમાં સફાઈ કરવાના ગુણ હોય છે. આમળાના રસ અને લીંબુના રસનું મિશ્રણ તમારા માથાની ત્વચાની ગંદકીને દૂર કરે છે સાથે ડેન્ડ્રફ અને ખંજવાળથી છુટકારો અપાવે છે.
સામગ્રી : આમળાનો રસ 1/2 કપ, લીંબુનો રસ 1/4 ચમચી,
વિધિ : બંને સામગ્રી એટલે કે આમળાના રસમાં લીંબુનો રસ મિક્સ કરો. તેને તમારા આખા માથા પર લગાવો અને મસાજ કરો. તમારા વાળને બનમાં લપેટીને રસને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રહેવા દો પછી ઠંડા પાણીનો ઉપયોગ કરીને ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં 3 થી 4 વખત કરો.
તમે અહીંયા જણાવેલ આમળા હેર પેકમાંથી તમારી પસંદગીનો હેર પેકનો ઉપયોગ કરીને પણ તમારા વાળને સુંદર બનાવી શકો છો. જો કે આ પેક સંપૂર્ણપણે કુદરતી સામગ્રીમાંથી બનેલા છે અને તેની કોઈ આડઅસર નથી. તેમ છતાં તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર નેનો ટેસ્ટ કરો. આવી જ બ્યુટી સબંધિત વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.