amla nu athanu banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતમાં રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટેની ઘણી રીતો છે અને એમાં આપણી ખાસ રીત છે કે જમતા હોય ત્યારે બાજુમાં કોઈ એક અથાણું પણ હોય છે. અથાણાં ઘણા બધા પ્રકારના હોય છે, પરંતુ લગભગ દરેકના ઘરે એક અથાણું તો મળી જ જશે.

ભારતમાં ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાની ઘણી રીતો છે, જેમ કે ભોજન સાથે ચટણી પીરસવી, સલાડ ખાવું, અથાણું ખાવું વગેરે. પરંતુ મોટાભાગના ભારતીય ઘરોમાં અથાણું સૌથી વધારે લોકપ્રિય છે, , કારણ કે તેનાથી સ્વાધીન ખોરાક પણ સ્વાદિષ્ટ બની જાય છે.

અથાણું એક એવી વાનગી છે જેને લગભગ દરેક ભોજન સાથે સર્વ કરી શકાય છે. અથાણાની મજાની વાત એ છે કે જો તમને ક્યારેય શાક બનાવવાનું મન નથી લાગતું અને તમે ઝટપટ ખાવા માંગતા હોય તો તમે પરાઠા બનાવીને તેની સાથે ખાલી અથાણું પણ ખાઈ શકો છો.

તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ગોળમાંથી બનેલા અથાણાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો તમે ગળ્યા અથાણા ખાવાના શોખીન છો તો તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરીને અથાણું બનાવી શકો છો.

સામગ્રી : આમળા 100 ગ્રામ, ગોળ 100 ગ્રામ, વરિયાળી 1 ચમચી, કલોંજી અડધી ચમચી, શેકેલું જીરું પાવડર 1/2 ટીસ્પૂન, કાળું મીઠું અડધી ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, હળદર પાવડર અડધી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, તેલ મોટી 1 ચમચી અને મીઠું સ્વાદ મુજબ

આમળા અને ગોળનું અથાણું બનાવવાની રીત : આમળા અને ગોળનું અથાણું બનાવવા માટે સૌથી પહેલા આમળાને સારી રીતે ધોઈ લો અને પછી તેને ગેસ પર ઉકળવા માટે રાખો. જયારે 3 સીટી વાગે એટલે ગેસ બંધ કરો અને આમળા કાઢી લો અને ઠારીયા કાઢી લો. પછી તેના નાના ટુકડા કરી લો.

એ જ રીતે ગોળના પણ નાના ટુકડા કરો. હવે એક પેન લો અને તેમાં તેલ ગરમ કરો. પછી તેમાં હિંગ, વરિયાળી અને કલૌંજી ઉમેરો. હવે તેમાં બાફેલા આમળા અને હળદર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

હવે તેમાં ગોળ, લાલ મરચું પાવડર, જીરું પાવડર, ગરમ મસાલો, સફેદ મીઠું, કાળું મીઠું ઉમેરીને સારી મિક્સ કરી લો. જયારે ગોળ સારી રીતે ઓગળી જાય ત્યારે ગેસ બંદ કરો અને કાચની બરણીમાં ભરીને સ્ટોર કરો

અત્યારે આમળાની સીઝન ચાલી રહી છે તો તમે પણ આ રીતે ઘરે જ સરળતાથી આમળા ગોળનું અથાણું બનાવી શકો છો. જો તમને પણ આ રેસિપી ગમી હોય તો, આવી જ અવનવી રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા