આજે આ લેખમાં અમે તમારી સાથે આ લેખમાં ખુબ જ ઉપયોગી માહિતી શેર કરવા જઈ રહયા છીએ હોમમેઇડ લીમડાની ગોળી. તમને આ ગોળીઓને કોઈપણ કેમીકલવાળી વસ્તુનો ઉપયોગ કર્યા વગર ઘરે સરળતાથી બનાવી શકો છો.
તમે પણ આ ગોળીઓનો ઉપયોગ કરીને તમારા ઘરે રહેલું દાળ, ચોખા અને ઘઉંને કીડા પડવાથી બચાવી શકો છો. જો કે અપને કીડા ના પડે તે માટે ઘણા ઉપાયો કરતા હોઈએ છીએ પણ આજે અમે લઈને આવ્યા છીએ લીંબડાની ગોળી જે કેમિકલ વગરની છે અને આ દેશી ઘરેલુ ઉપાય છે જે એકદમ કુદરતી છે અને 100% અસરકારક છે. તો ચાલો જોઈએ તેને ઘરે બનાવવાની રીત.
સામગ્રી:1 કપ લીંબડાના સૂકા પાન (3 દિવસ છાંયડામાં સુકવેલા), 1 કપ લસણ ના ફોતરાં અને 15 નંગ લવિંગ.
બનાવવાની રીત : સૌથી પહેલા તમારે કડવા લીમડાના પાનની દાંડીઓને કાઢી લેવાની છે, હવે આ લીમડાના પાનને એક મિક્સરમાં જારમાં નાખીને તેનો એકદમ જીણો પાઉડર બનાવી લેવાનો છે. લીમડાની જેમ તમે લસણ ને પણ મિક્સરમાં સારી રીતે પીસીને તેનો ઝીણો પાઉડર બનાવી લો અને આ સાથે લવિંગને પણ તેજ રીતે પાઉડર બનાવી લો.
સામગ્રીઓને પીસતી વખતે પાણી ઉમેરવાનું નથી. હવે આ બધી પીસેલી સામગ્રીને એક ડીશ માં નાખીને સારી રીતે મિક્સ કરી લો. આવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને હાથથી સારી રીતે મિક્સ કરતા જાઓ. હવે બરાબર મિક્સ થઇ ગયા પછી આ મિશ્રણને હાથ ની મદદથી નાની નાની ગોળીઓ બનાવી લેવાની છે.
ગોળી બનાવી લીધા પછી તેને 3 થી 4 દિવસ માટે તડકામાં અથવા છાંયડામાં સુકાવા માટે મૂકી દેવાની છે. સુકાઈ જાય એટલે તમારી લીમડાની ગોળીઓ ઉપયોગ માં લેવા માટે તૈયાર છે. હવે તમે જ્યાં પણ અનાજ કે કઠોર સ્ટોર કરવાના છો ત્યાં આ 2 કે 3 ગોળીઓને મૂકી દો.
આ કુદરતી ઉપાય છે, જેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન નથી, કારણ કે લીંબડાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે અને તે અનાજને લાંબા સમય સુધી સ્ટોર કરવામાં મદદ મળે છે.
એ જ રીતે લસણમાં જે મજબૂત સુગંધ હોય છે તેવી જ રીતે લસણના ફોતરાંમાં પણ એવી મજબૂત સ્મેલ હોય છે જેથી કઠોર કે અનાજમાં જીવાત, કીડા પડતા નથી. તેવી જ રીતે લવિંગ પણ ગરમ હોય છે અને તેની સ્મેલ પણ બહુ જ સ્ટ્રોંગ હોય છે.
નોંધ : આ કુદરતી અને કેમિકલ ફ્રી ગોળીઓ છે. લીંબડાના પાન થોડા પણ લીલા ના હવા જોઈએ, તેને 3 દિવસ સુધી સુકાવવા ફરજીયાત છે. લીંબડાની દાંડીઓને મિક્સરમાં સાથે પસાવાની નથી.
તમને અમારી આ ટિપ્સ પસંદ આવી હોય તો તમે પણ ઘરે આ રીતે ગોલીઓ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી ટિપ્સ અને રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.