અનાનસ એક એવું ફળ છે જે વિટામીન, ખનીજ અને એન્ટિઓક્સિડન્ટ થી ભરેલું હોય છે. ઉનાળામાં અનાનસનું જ્યુસ પીવું આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. મોટાભાગના લોકો અનાનસનો રસ કાઢીને પીવાનું પસંદ કરે છે. અનાનસ લાંબા સમયથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ અને સોજા માટે ઘરેલુ ઉપચાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.
એવું પણ માનવામાં આવે છે કે અનાનસ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કોઈ ઘા કે બીમારીમાંથી જલ્દી સાજા થવામાં આપણી મદદ કરે છે. અનાનસ વિટામિન એ, વિટામિન સી અને અન્ય વિટામિનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં ફાઇબર, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં મળી આવે છે. અનાનસના સૌથી વધુ પ્રકાર છે પરંતુ ધંધાકીય રીતે માત્ર આઠ જાતો ઉગાડવામાં આવે છે. હવે જાણીએ અનાનસ ના ફાયદાઓ વિષે.
હાઇ બ્લડપ્રેશરની સમસ્યામાં લાભ: અનાનસનું સેવન તમારા શરીરની અંદર હાઇ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. અનાનસ ની અંદર ભરપૂર માત્રામાં પોટૅશિયમ અને નહિવત માત્રામાં સોડિયમ હોય છે. જે તમારા શરીરની અંદર બ્લડપ્રેશર નોર્મલ રાખે છે.
આંખો માટે ઉપયોગી: અનાનસ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે. જે તમારી આંખોની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. એક રિસર્ચ અનુસાર જો દિવસમાં ત્રણ વખત અનામત ખાવામાં આવે તો તેના કારણે તમારી ઉંમરની સાથે-સાથે આંખોની રોશની પણ વધારો થાય છે.
હૃદયને સ્વસ્થ રાખે: અનાનસ ની અંદર મળી આવતો એન્ટિઓક્સિડન્ટ તમારા શરીરની અંદર રહેલા કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. જેથી કરીને તમારું હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે અને તમારું હૃદય કાયમી માટે સ્વસ્થ રહે છે.
એન્ટિઓક્સિડન્ટ નો એક સારામાં સારો સ્ત્રોત: અનાનસ ની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ઉપરાંત એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. આથી તેનું સેવન તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આખી શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાના કારણે તમને ઠંડી સામે રક્ષણ મળે છે. સાથે સાથે શરદીના કારણે થયેલા સંક્રમણથી પણ બચી શકાય છે.
કેવિટીથી બચવા: અનાનસ ની અંદર એસીડીક ગુણો હોય છે અને તેથી જ તેનું સેવન કરવાના કારણે તમારા મોં ની અંદર રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. આથી અનાનસનું સેવન કરવાના કારણે તમારા દાંતમાં થતી કેવિટી સમસ્યામાંથી છુટકારો મળે છે.
બ્રોન્કાઇટીસ માં લાભદાયક: અનાનસ ની અંદર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે. આથી તેનું સેવન બ્રોન્કાઇટીસ ની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે. સાથે સાથે બ્રોન્કાઇટીસ ના કારણે તમારી નળીઓ ની અંદર આવેલા સોજાને પણ અનાનસ ઓછો કરે છે.
પુરુષો અને મહિલાઓ માટે ઉપયોગી: પુરુષો અને મહિલાઓમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે પણ અનાનસ એક સારો ઉપાય છે. અનાનસના રસમાં વિટામિન સી, બીટાકેરોટીન ,તાંબુ જસત અને ફોલેટ સહિત ઘણાં લાભદાયક વિટામિનો અને ખનિજો છે. તેનાથી પુરુષો અને મહિલાઓ બંને ની પ્રજનન ક્ષમતા માં વધારો કરી શકાય છે.
હાડકાંને મજબૂત બનાવવા: અનાનસ ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે તમારા હાડકાઓને મજબુત બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત એનું સેવન કરવાના કારણે તમને ભરપૂર માત્રામાં એનર્જી મળી રહે છે. જો દિવસ દરમિયાન એક ગ્લાસ જેટલા અનાનસના જ્યુસનું સેવન કરવામાં આવે તો તમને એક દિવસ દરમ્યાન જરૂરી એવું મેગ્નેશિયમ અને કેલ્શિયમ તેમાંથી મળી રહે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી Share કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ, ટ્રીક અને રેસિપી જોવા અને ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.