ભારતીય રસોડામાં વપરાતા ઘણા મસાલા છે પણ તેમાંથી એક એવો મસાલો છે વરિયાળી, જેનો ઉપયોગ કરીને કોઈપણ ખોરાકનો સ્વાદ અદ્ભુત બની જાય છે અને જો ઉમેરવામાં ના આવે તો સ્વાદ પણ બગડી જાય છે. આખી વરિયાળી સિવાય પણ તેનો ઉપયોગ પાવડર તરીકે પણ થાય છે.
વરિયાળીનો ઉપયોગ ખાવામાં કરવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઘણા લોકો વરિયાળીનો ઉપયોગ કરે છે. આજે અમે તમને વરિયાળીનો ઉપયોગ કરવા માટેની કેટલીક શાનદાર કિચન ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અપનાવીને તમે કોઈપણ ખોરાકનો સ્વાદ સરળતાથી વધારી શકો છો.
મગની દાળમાં ઉપયોગ કરો : ભારતના લોકો મગની દાળ ખૂબ જ આનંદથી ખાય છે. આ સિવાય ઘણા લોકો મગની દાળની રોટલી, મગની દાળનો હલવો વગેરે ખાવાનું પસંદ કરે છે. તો આવી સ્થિતિમાં જો તમે મગની દાળ બનાવી રહ્યા છો તો દાળમાં સ્વાદ ઉમેરવા માટે આખી વરિયાળીનો ઉપયોગ કરી શકો છો.
કદાચ તમને ખબર નથી, તો તમારી માહિતી માટે તમને જણાવીએ કે બંગાળી લોકો વરિયાળીનો તડકો લગાવીને મગની દાળ ખાવાનું પસંદ કરે છે.
માલપુઆમાં ઉપયોગ : ઋતુ કોઈ પણ હોય ભારતના લોકો દરેક ઋતુમાં માલપુઆ ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને તહેવારોમાં તે ખૂબ બનાવવામાં આવે છે. માલપુઆ બનાવવામાં નારિયેળ અને કાજુ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ વરિયાળીનો ઉપયોગ ખુબ ઓછા લોકો કરે છે.
તો આવી સ્થિતિમાં જો તમે પણ માલપુઆનો સ્વાદ વધારવા માંગતા હોય તો તમે તેના ખીરામાં આખી વરિયાળી અથવા વરિયાળી પાવડરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તેનો સ્વાદ પણ સારો આવે છે.
ભરેલા કારેલામાં ઉપયોગ : કડવાશને કારણે ઘણા લોકો કારેલાનું શાક ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો તમે ભરેલા કારેલા ખાવાનું પસંદ કરો છો, તો તમે મસાલાને શેકતી વખતે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તેનો સ્વાદ વધી શકે છે.
આ સિવાય તમે વરિયાળી પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. ભરેલા પરવળ, ભરેલા બટેટા વગેરે પણ માટે મસાલો બનાવતી વખતે પણ વરિયાળી અથવા વરિયાળી પાવડરનો ઉપયોગ કરી શકાય છે.
આ ખોરાકમાં પણ ઉપયોગ કરી શકો છો : માલપુઆ, મગની દાળ અને ભરેલા કારેલામાં વરિયાળીનો ઉપયોગ કરવા સિવાય પણ તમે દાળની કચોરી અને અથાણાં બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે દૂધમાં વરિયાળીનો પાવડર પણ વાપરી શકાય છે, તેનાથી એક નવું ફ્લેવર મળે છે.
તમે પકોડી બનાવતી વખતે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. હવે તમે વરિયાળીનો ઉપયોગ માત્ર એક જગ્યાએ નહીં પણ ઘણી રીતે કરવા માંગો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.