સુંદર આંખો પર કેટલા બધા ગીતો અને કવિતાઓ લખાયેલી છે. આંખોને હ્રદયનો અરીસો કહેવામાં આવે છે અને એક વાતથી બધા સહમત થશે કે આંખો માત્ર હૃદયનો જ નહીં પણ આપણી ઉંમરનો પણ દર્પણ છે કારણ કે તેની આંખો પરથી જ જાણી શકાય છે કે વ્યક્તિ યુવાન છે કે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી રહી છે.
આંખો જોઈને જાણી શકાય છે તેની પાછળનું એક જ કારણ છે કે આંખોની ચામડી આપણા શરીર બીજી ચામડી કરતા 10 ગણી વધારે નાજુક હોય છે. ઉંમર વધવાની સાથે સાથે તમારી આંખો ખાડામાં જવી, આંખોની નીચે કરચલીઓ પડી જવી, આંખોની નીચે નાના પિમ્પલ્સ થવા, ડાર્ક સર્કલ વગેરે જેવી સમસ્યાઓ પરેશાનીનો સામનો કરવો પડે છે.
જો તમારી આંખો ઉપર જણાવ્યા પ્રમાણે અકાળે લક્ષણો દેખાય છે તો તેને તેમના પહેલા જેવી પાછા લાવવામાં ઘણો લાંબો સમય લાગી શકે છે. આંખોનું રક્ષણ કરવું એ જ શ્રેષ્ઠ ઉપચાર છે અને તમારે યોગ્ય સમયે તમારી આંખો પર ધ્યાન આપવું જરૂરી છે જેથી ઉંમરના તે તબક્કે જ્યાં ચહેરો તેની ચમક ગુમાવવા લાગે ત્યારે તમારી આંખો યુવાન રહે.
આંખોની સુંદરતાને પછી લાવવા માટે બ્યુટી ટ્રીટમેન્ટની સાથે સાથે સ્વાસ્થ્ય અને પોષણ પર પણ એટલું જ ધ્યાન આપવું જરૂરી છે. તેથી આંખોની સુંદરતા વધારવા અને યુવાન દેખાવા માટે જરૂરી છે કે આપણે 20 વર્ષની ઉંમરથી જ આપણી આંખોની સંભાળ લેવાનું શરૂ કરી દઈએ. કારણ કે જેમ જેમ આપણે ઉંમર વધતી જાય છે અને વૃદ્ધત્વ તરફ જઈએ છીએ તેમ તેમ આંખોનું તેજ ઘટતું જાય છે.
હવે તમને પ્રશ્ન થશે કે આંખોને યુવાન બનાવવા શું કરવું જોઈએ? તો આંખોને યુવાન બનાવવા માટે ત્રણ મહત્વની બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તે છે બ્યુટી કેર, ન્યુટ્રીશન અને ડાયટ (આહાર અને પોષણ) અને ચહેરાની કસરતો.
આંખો માટે બ્યુટી ટ્રીટમેન્ટ : આંખો માટે આઈ ક્રીમનો ઉપયોગ ખૂબ સારો હોઈ શકે છે. તમે એવી સામગ્રીની મદદ લો જે તમારી આંખોને મદદ કરે છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે તેઓ આંખની ક્રીમ લગાવ્યા પછી જલન થાય છે. કારણ કે તમે તમારી ત્વચા મુજબ સામગ્રી પસંદ નથી કરી. જેટલા કુદરતી સામગ્રી હશે તે તમારા માટે વધુ સારું રહેશે.
સામગ્રી : 1 ચમચી ટામેટાંનો રસ, થોડો જ લીંબુનો રસ (જો તમને અનુકૂળ ન હોય તો તમે તેને છોડી શકો છો) એક ચપટી હળદર પાવડર (આને પણ છોડી શકાય છે જો તમને અનુકૂળ ના આવે તો ) અને થોડું બેસન. આ બધી વસ્તુઓને મિક્સ કરીને આંખોના ડાર્ક એરિયા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.
વિટામિન ઇ : તમે વિટામિન-ઇ કેપ્સ્યુલના ઓઈલને બદામ તેલ અથવા ઓલિવ તેલ જેવા તેલ સાથે મિશ્રિત કરીને ઉપયોગ કરો. આંખોની આજુબાજુની જગ્યા પર મસાજ કરો અને તેને ત્વચામાં શોષવા દો. તમે કોઈપણ કૈરિઅર તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયેળ તેલ ગમે છે તો તેનો ઉપયોગ કરો.
આહાર અને પોષણથી આંખોની સંભાળ રાખો : તમારા જીવનશૈલીમાં ફેરફારની અસર તમારા શરીર અને આંખો પર ખૂબ જ સરળતાથી દેખાય છે. જો જોવામાં આવે તો આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તમારે હંમેશા તેના પ્રકાશને વધારવા અને તેજ જાળવી રાખવા માટે શરીરને યોગ્ય રીતે પોષણ આપવું પડશે.
આયર્નથી ભરપૂર ખોરાક ખાઓ : આંખોને યુવાન રાખવા માટે તમારે આયર્નથી ભરપૂર ખોરાક લેવો પડશે અને તેના માટે તમે નીચે જણાવ્યા મુજબનું પીણું રોજ પી શકો છો. ટમેટાનું ડ્રિન્ક : ટામેટાંનો રસ, લીંબુનો રસ, કેટલાક ફુદીનાના પાન અને મીઠું મિક્સ કરીને આ બધી વસ્તુઓને સારી રીતે બ્લેન્ડ કરી લો. તમે તમારા પોતાના સ્વાદ મુજબ બનાવી શકો છો અને જો તમને ફુદીનાનો સ્વાદ ગમતો ના હોય તો તેની માત્રા વધારી કે ઘટાડી શકો છો. સાદા મીઠાને બદલે કાળું મીઠું અથવા હિમાલયન ગુલાબી મીઠું પણ લઇ શકો છો.
કીવી : કીવી ફક્ત તમારા શરીરમાં પ્લેટલેટ્સ વધારવાનું જ કામ નથી કરતુ પરંતુ તેની સાથે તે શરીરમાં ઘણા વિટામિન્સની ઉણપને પણ પૂરી કરે છે. વિટામીન-એ, વિટામીન-સી વગેરે જે ત્વચાને જુવાન બનાવવામાં મદદ કરે છે તે માટે કીવી સારું સાબિત થઈ શકે છે. તમે કીવી, લાલ બેરી, ટામેટા, બ્રોકોલી, પાલક વગેરે ઉમેરીને મિક્સ ફ્રૂટ અને વેજિટેબલ ડ્રિંક બનાવી શકો છો. તમને ગમે તે શાકભાજી લઇ શકો છો. પાલક અને બ્રોકોલી આયર્નની ઉણપને પૂરી કરશે જેનાથી આંખો વધારે જુવાન દેખાઈ શકે છે.
વિટામિન સીથી ભરપૂર ફળો અને જ્યુસ પીવો : તમે વિટામિન-સીથી ભરપૂર એવા તમામ ફળો અને શાકભાજીનો જ્યુસ પીવો. તમે તમારા આહારમાં જામફળ, દ્રાક્ષ, સંતરા વગેરેનો સમાવેશ કરી શકો છો. આંખોની રોશની વધારવા અને સુંદરતા લાવવા માટે આ ફાળો અને જ્યુસ સારા સાબિત થઈ શકે છે.
વિટામિન E થી ભરપૂર ખોરાક ખાઓ : આવા બધા ખાદ્યપદાર્થો જેમાં વિટામીન-ઈ ભરપૂર માત્રામાં હોય છે તે આંખો માટે સારા સાબિત થઈ શકે છે. આ માટે તમે વનસ્પતિ તેલ, બદામ, લીલા પાંદડાવાળા શાકભાજી, શક્કરીયા, એવોકાડો, આખા અનાજ વગેરે ખાઈ શકો છો.
મીઠાનો ઉપયોગ ઓછો કરો : વધુ નમકીન અથવા પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી આંખોમાં સોજા આવી શકે છે અને આ માટે તમારે એક દિવસમાં 2300 મિલિગ્રામથી વધારે મીઠું ના ખાવું જોઈએ અને આ એક ચમચી મીઠું બરાબર છે. પ્રોસેસ્ડ ફૂડમાં સોડિયમ વધારે હોય છે જે તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું કારણ હોય છે.
આહારમાં ફેટી એસિડનો સમાવેશ કરો : તમારા આહારમાં ફેટી એસિડથી ભરપૂર ખોરાક ખાઓ જેમ કે માછલી અને ખાસ કરીને સૅલ્મોન, ફ્લેક્સ સીડ્સ, સોયાબીન અને અખરોટ જેવી વસ્તુઓનો તમારા આહારમાં સમાવેશ કરવાથી પણ ઘણો ફરક પડે છે. એક વાતને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમારી આંખો ધીમે ધીમે સ્વસ્થ થશે અને થોડો આહાર ખાવાથી જાદુ નથી થતો કે જે તમારી ત્વચા પર તરત જ દેખાવા લાગે છે. તમે તમારા આહારમાં થોડો બદલાવ લાવો અને તમારા શરીરને સ્વસ્થ થવામાં સમય લાગશે.
આંખો માટે યોગા વ્યાયામ : જે રીતે શરીરના બાકીના ભાગ માટે યોગ કરવામાં આવે છે તેમ આંખો માટે પણ વ્યાયામ કરવામાં આવે છે. આંખોની સુંદરતા વધારવા માટે ચહેરાની કસરત પણ કરી શકાય છે જેમ કે નીચે પ્રમાણે છે.
મોં ફુલાવાની કસરત : આ માટે તમે મોંને વારંવાર ફૂંકાવો અને હવા છોડો. આમ 20 વાર કરો અને પછી 10 સેકન્ડ માટે આરામ કરો અને ફરીથી 20 વાર ફરીથી કરો. તમારા ચહેરાને ટોન કરવા માટે આ એક સારી કસરત છે અને આ કસરત કરવાથી ધીમે ધીમે આંખોની નીચેની કરચલીઓ પણ ઓછી થશે.
આંખ ઝબકવાની કસરત : પહેલા સીધા બેસી જાઓ અને તમારી આંખોને 10 વખત ઝડપથી ઝબકાવીને થોડો રિલેક્સ કરવાની કોશિશ કરો. આ કર્યા પછી 20 સેકન્ડનો બ્રેક લો અને ઊંડા શ્વાસ લેતા રહો. તમારે આ કસરત 5-6 વખત પુનરાવર્તન કરવાની રહેશે.
આ ઉપર જણાવેલી બધી જ ટીપ્સ તમારી આંખોની સુંદરતા વધારવા માટે કામ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે આંખોની નીચે કાયમી રેખાઓ બની ગઈ હોય અને ચશ્મા આવી ગયા હોય અથવા આંખોની આસપાસની ત્વચા લટકતી હોય તો આ ટિપ્સ એક મર્યાદા સુધી જ કામ કરી શકે છે.
જો તમને આંખો સંબંધિત કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડૉક્ટરનો સંપર્ક જરૂર કરો. જો તમને આ જાણકારી ગમી હોય તો તેને જરૂરિયાત લોકો સુધી પહોંચાડો, જેથી કરીને એ પણ જાણકારી મેળવી શકે, આવા જ બીજા વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી રેસિપી ટિપ્સ જેવી માહિતી મળતી રહેશે.
Comments are closed.