જો તમે ઘર અને ઓફિસ કામ કરો છો તો કામના કારણે આપણે તણાવમાં આવી જવું સામાન્ય બાબત છે. આ તણાવને કારણે રાત્રે આપણી ઊંઘ પણ ખરાબ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે દિવસભરમાં ફક્ત 5 મિનિટ પણ સારી રીતે શ્વાસ લો છો તો તમને ઘણા ફાયદા મેળવી શકો છો.
યોગ્ય રીતે શ્વાસ લેવાથી મગજ સુધી સારી રીતે ઓક્સિજન પણ પહોંચે છે. આ માટે તમારે શ્વાસ લેવાની રીત પર થોડુંક ધ્યાન આપવું પડશે. અનુલોમ-વિલોમ પ્રાણાયામ તમને આ માં ખુબ જ મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ અનુલોમ-વિલોમ પ્રાણાયામના ફાયદા અને તેને કરવાની સાચી રીત વિશે.
આપણે જાણીએ છીએ કે શરીરના કોષોને તેમનું કામ કરવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. આ ઓક્સિજનને આપણે શ્વાસની મારફતે શરીરની અંદર લઈ જઈએ છીએ. આ ઓક્સિજન શરીરમાં પ્રતિક્રિયા આપે છે અને તે કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. આપણે શ્વાસ દ્વારા જ કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર કાઢીએ છીએ.
જો શરીરમાં થોડી માત્રામાં પણ કાર્બન ડાયોક્સાઈડ રહી જાય તો આપણા કોષો પ્રભાવિત થવા લાગે છે અને આપણને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. તેથી તેને શરીરમાંથી બહાર કાઢવા જરૂરી છે. અનુલોમ વિલોમ પ્રાણાયામથી આપણે શરીરમાંથી વધારાનો કાર્બન ડાયોક્સાઈડ દૂર કરી શકીએ છીએ. આ પ્રાણાયામ કેવી રીતે તણાવ દૂર કરે છે અને તે કરવાની સાચી રીતે શું છે. આવો જાણીયે અનુલોમ-વિલોમ શું છે.
અનુલોમ-વિલોમ પ્રાણાયામ માનસિક અને શારીરિક લાભો માટે વિશ્વભરમાં જાણીતું છે. તેને નાડીશોધક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રાણાયામને બાળકો, જુવાન અને વૃદ્ધ, દરેક ઉંમરના લોકો કરી શકે છે.
આપણા શરીરમાં 72,000 નાડીઓ છે, તેથી દરરોજ આ પ્રાણાયામ કરવાથી બધી નાડીઓ સ્વસ્થ અને નિરોગી રહે છે. તો ચાલો જાણીયે કે, નિયમિત અનુલોમ વિલોમના અભ્યાસથી ઘણા ફાયદા થાય છે, જેમ કે અનુલોમ વિલોમ માનસિક સ્વાસ્થ્યને વધારે છે. તેનાથી માનસિક શાંતિ મળે છે અને તણાવ જેવી સમસ્યાઓ પણ દૂર રહે છે.
1. કામના દબાણને સંભાળવામાં મદદરૂપ
જો તમને ઓફિસ કે ઘરના કામના પ્રેશરને કારણે ચીડિયાપણું કે નર્વસનેસ થતી હોય તો, દરરોજ સવારે 10 મિનિટ અને ઓફિસેથી આવ્યા પછી 15 મિનિટ અનુલોમ-વિલોમ પ્રાણાયામ જરૂર કરો. તેનાથી આ તમામ સમસ્યાઓ દૂર થઇ જશે.
2. એકાગ્રતામાં વધારો કરે છે
જો તમને બોસની સૂચનાઓ સમજવામાં કે સ્કૂલમાં શિક્ષક સૂચનાઓ આપે છે તે સમજવામાં મુશ્કેલી આવી રહી હોય, તો અનુલોન કરો, તમારી એકાગ્રતા વધશે. આનાથી મનની ડાબી અને જમણી બાજુ સંતુલિત થાય છે.
આ પણ વાંચો : દરરોજ ફક્ત 10 મિનિટ કાઢીને કરી લો આ 3 યોગ પ્રાણાયામ, 30 વર્ષની ઉંમરે પણ 20 ના દેખાશો
3. મગજ સુધી પહોંચે છે ઓક્સિજન
જો તમે સૂતી વખતે બાજુઓ બદલતા રહો છો તો, પલંગ પર સૂતી વખતે કે બેસીને થોડીવાર આ પ્રાણાયામ કરવાથી મગજને ઓક્સિજન મળે છે અને સારી ઊંઘ પણ આવે છે. મગજમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને આખા શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ પણ સારો રહે છે.
4. તણાવ દૂર થાય છે
અનુલોમ નો દરરોજ અભ્યાસ કરવાથી ડિપ્રેશન અને શરીરની નબળાઈને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. શરીરને ઉર્જા મળે છે અને મનને આરામ મળે છે અને તણાવ પણ દૂર થાય છે.
અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની રીત
સૌથી પહેલા પદ્માસનમાં બેસો અને તમારી આંખો બંધ કરો. હવે જમણા નસકોરાને બંધ કરવા માટે જમણા અંગૂઠાનો ઉપયોગ કરો. પછી ડાબા નસકોરામાંથી ધીમે ધીમે શ્વાસ લો. તમારા ફેફસાંને ભરવા માટે શક્ય તેટલી હવા ભરો. હવે તમારા જમણા નસકોરામાંથી અંગૂઠો છોડો અને શ્વાસ બહાર કાઢો.
શ્વાસ બહાર કાઢતી વખતે, મધ્ય આંગળીનો ઉપયોગ કરીને તમારા ડાબા નસકોરાને બંધ કરો અને તમારા જમણા નસકોરામાંથી શ્વાસ લો. હવે ડાબા નસકોરામાંથી અંગૂઠો છોડો અને શ્વાસ બહાર કાઢો.
આ પ્રાણાયામને તમે 10-15 મિનિટ માટે કરી શકો છો. જો કે આ પ્રાણાયામ કરવાથી ઘણા ફાયદાઓ મેળવી શકાય છે. જો તમને આવી યોગ સબંધિત માહિતી ગમે છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.