આપણે બધા દરરોજ સ્નાન કરીએ છીએ. શું તમારી સાથે પણ એવું થાય છે કે નહાયા પછી પણ તમારી ત્વચા ચમકતી નથી? તેનું મુખ્ય કારણ સ્કિન કેર રૂટિન પાલન ન કરવું છે. સ્નાન કર્યા પછી, તમારે તમારી ત્વચાને સારી રીતે કાળજી લેવી જોઈએ. સ્નાન કર્યા પછી, તમારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, જેથી તમારી ત્વચા હંમેશા ચમકતી રહે.
ચહેરો સાફ કરો : સ્નાન કર્યા પછી, તમારે પહેલા ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ. શરીરની સાથે ચહેરાને પણ સ્વચ્છ રાખવો જરૂરી છે. હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. ફેસ વોશનો ઉપયોગ કરવાથી ચહેરા પરની ગંદકી સાફ થઈ જશે, જેના કારણે તમારી ત્વચામાં ચમક આવશે. તમારે તમારા ચહેરાને ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે તેનાથી ત્વચા શુષ્ક થઈ જાય છે.
સીરમ લગાવો : ચહેરાને સાફ કર્યા પછી સીરમનો ઉપયોગ કરવો જોઈએછે. સીરમનો ઉપયોગ કરવાથી ચહેરો હાઇડ્રેટેડ રહે છે અને સીરમ લગાવવાથી સ્કિન પર ગ્લો આવે છે. જો તમે દરરોજ સ્નાન કર્યા પછી તમારા ચહેરા પર સીરમ લગાવો છો તો તમને થોડા દિવસોમાં તમને ફરક દેખાશે. સીરમ ત્વચામાં સરળતાથી શોષાય જાય છે.
મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો : ચહેરા પર સીરમ લગાવ્યા બાદ મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો. મોઈશ્ચરાઈઝર તમારી ત્વચાને કોમળ બનાવવાનું કામ કરશે. તમારે તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. મોઇશ્ચરાઇઝરનો નિયમિત ઉપયોગ તમારી ત્વચાને થોડા સમયમાં ચમકદાર બનાવી દેશે.
ફેસિયલ ક્રીમ : સ્નાન કર્યા પછી ત્વચા પર ફેશિયલ ક્રીમ જરૂર લગાવવી જોઈએ. ફેશિયલ ક્રીમ ખાસ ત્વચા માટે જ બનાવવામાં આવે છે. તેના ઉપયોગથી ત્વચા શુષ્ક નહીં થાય. સાથે જ તમારી ત્વચા પણ ચમકદાર દેખાશે.
આ બાબતો ધ્યાનમાં રાખો : ત્વચાને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં એકવાર ત્વચાને સ્ટીમ કરો. ફેસ સ્ટીમિંગ રોમછિદ્રો ખોલે છે, જેના કારણે બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર થાય છે. ત્વચા પર ફેસ માસ્કનો ઉપયોગ કરો. તમારી ત્વચાના પ્રકાર અનુસાર ફેસ માસ્ક ખરીદો. જો તમે ઈચ્છો તો ઘરે પણ માસ્ક બનાવીને લગાવી શકો છો.
અઠવાડિયામાં એકવાર ત્વચાને એક્સફોલિએટ કરો. એક્સફોલિયેશન કરવાથી ડેડ સ્કિન દૂર થાય છે, જેનાથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર દેખાય છે.
આશા છે કે તમને આજનો લેખ પસંદ આવ્યો હશે. જો તમે પણ ઘરે એઠા બ્યુટી સબંધિત વધુ માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા જોડાયેલા રહો.