ઘીનો ઉપયોગ વર્ષોથી આપણા ઘરોમાં કરવામાં આવે છે. રસોઈથી લઈને આયુર્વેદિક દવાઓ અને જડીબુટ્ટીઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એક બાજુ ઘી ખાવાના સ્વાદમાં વધારો કરે છે, તો બીજી બાજુ તેનો ઉપયોગ ઘણા રોગોના ઉપચાર માટે પણ થાય છે.
આમ તો લગભગ દરેક વ્યક્તિ ઘીનો ઉપયોગ કરે છે પણ ઘી કેટલું શુદ્ધ છે તે વિશે બહુ ઓછા લોકો જનતા હોય છે. આજકાલ બજારમાં 13 માંથી 7 થી 8 મોટી બ્રાન્ડના ઘીમાં ભેળસેળ હોવાના અહેવાલો આવતા રહે છે.
આ સ્થિતિમાં તમારી પાસે શુદ્ધ ઘી વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. જો તમને પણ લાગે કે તમારા ઘરમાં ભેળસેળયુવાળું ઘી આવે છે, તો હવે તમે આ સરળ રીતે અસલી અને નકલી ઘીને ઓળખી શકો છો. તો ચાલો જાણીયે કેવી રીતે.
1. ઉકાળીને ચેક કરો : શુદ્ધ ઘીને ઓળખવા માટે તમે ઘીને ઉકાળીને ઓળખી શકો છો. આ માટે બજારમાંથી ખરીદેલા કોઈપણ ઘીને એક વાસણ લઈને તેમાં ચારથી પાંચ ચમચી ઘી નાખીને ઉકાળો અને તેને લગભગ 24 કલાક માટે આમ જ રહેવા દો. જો 24 કલાક પછી ઘી દાણાદાર હોય અને સુગંધ સારી રહે છે, તો તમે કહી શકો કે ઘી અસલી છે. જો આ બંને વસ્તુઓ ઘીમાં તમને જોવા નથી મળતી તો કદાચ ઘી નકલી હોઈ શકે છે.
2. પાણી: ઘી અસલી છે કે નકલી તેને ચેક કરવા માટે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે સૌથી પહેલા તમે એક ગ્લાસમાં પાણી ભરો. હવે એક ચમચીથી ઘી બહાર કાઢીને તેમાં નાખો. જો ઘી પાણી પર તરવા લાગે તો તમે સમજી લો કે ઘી અસલી છે. જો ઘી પાણીની નીચે હોય તો તે નકલી ઘીની ઓળખ હોઇ શકે છે.
બીજી રીતો : આ સિવાય ઘી શુદ્ધ છે કે નહીં તે ચકાસવા માટે તમે હાથની પણ ચેક કરી શકો છો. આ માટે તેને ઘી લઈને તમારી હથેળીઓ માં મૂકો અને તેને સારી રીતે ઘસો. ઘસ્યા પછી લગભગ 10 થી 12 મિનિટ પછી સૂંઘો.
જો સૂકા ઘીની સુગંધ ઘીમાંથી આવતી હોય તો તમે કહી શકો કે ઘી અસલી છે. જો દુર્ગંધ ન આવે તો ઘી નકલી હોઈ શકે છે. હવે અમને આશા છે કે તમે અસલી અને નકલી ઘી સરળતાથી ઓળખી શકશો.
મીઠું : ઘી અસલી છે કે નકલી તે તપાસવાનો સૌથી સહેલો રસ્તો મીઠુનો ઉપયોગ પણ છે. આ માટે એક વાસણમાં 2 ચમચી ઘી નાખો. હવે આ જ વાસણમાં 1/2 ચમચી મીઠું સાથે, એક નાની ચપટી હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.
હવે આ મિશ્રણને થોડા સમય માટે આમ જ છોડી દો. લગભગ 20 મિનિટ પછી તમે તપાસો કે ઘીએ કોઈ રંગ તો છોડ્યો નથી ને. અને જો ઘી લાલ અથવા કોઈ બીજા રંગમાં દેખાય તો સમજી લો કે ઘી નકલી હોઈ શકે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.