જે લોકોને દમ-શ્વાસ અસ્થમા કે કફ ને લગતી કોઈ સમસ્યા હોય તે લોકો માટે ખાસ એક ઉપાય જણાવેલ છે. તો દમ અસ્થમા જેવી બીમારીઓ સે એ સ્વાસ્થ્ય ને લગતી બીમારી છે અને આ બીમારીને લીધે શ્વાસ લેવામાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે. જેમકે જે શ્વાસ નળી હોય છે તેમાં સોજો આવી જાય છે અને શ્વાસ નળીમાં કફ જામી જાય છે.
જેથી શ્વાસ નળી સંકોચાઈ અને સાંકડી થઇ જાય છે જેને પરિણામે શ્વાસ લેવામાં ઘણી બધી મુશ્કેલી ઊભી થાય છે. અસ્થમા કે શ્વાસ ની બીમારી હોય તેને છાતીમાં ભાર લાગે શ્વાસ ચડે, વારંવાર ઉધરસ આવે. આવી બધી સમસ્યાઓ થતી હોય છે. તો આ બીમારી છે તેનુ મૂળ કારણ તો શરીરમાં એલર્જી છે.
શરીરમાં જે મોટું આતરડુ એમાં કચરો વધારે પ્રમાણમાં ભેગો થવાથી પણ આ સમસ્યા ઉભી થાય છે. બહારનું પ્રદૂષિત વાતાવરણ તેમજ ધૂળના રજકણો નાક મારફતે તમારા શરીરમાં જાય છે, ફેફસામાં જાય છે. જેને લીધે વારંવાર ઉધરસ આવે અને ઉધરસ આવવાથી ફેફસાની જે નશો હોય છે તેમાં સોજો આવી જાય છે. જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થાય છે.
મેંદાની વસ્તુઓ જે વધારે ખાતા હોય તે લોકોના મોટા આંતરડા ની અંદર કચરો જમા થાય છે અને મોટા આંતરડામાં આ જે કચરો છે તે ધીમે ધીમે વધતો જાય છે અને વધારે પ્રમાણમાં કચરો જમા થવાથી આવી ભયંકર બિમારીઓ ઉભી થાય છે કારણ કે મોટા આંતરડા માં કચરો વધારે જમા થવાથી, મોટા આંતરડામાં કફ નો વધારો થાય છે અને આ કફ વધવાથી આ કફ ફેફસામાં જાય છે અને ફેફસામાં કફ વધવાથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે. વારંવાર ઉધરસ આવે આવું બધું થતું હોય છે.
જેથી એ ધ્યાન રાખવું કે મેંદાની વસ્તુઓ છે એને બિલકુલ ખોરાકમાં ન લેવી શરીરને સૌથી વધારે નુકસાન કરતી મેંદાની વસ્તુઓ હોય તો એ ડબલ રોટી એટલે કે પાવ જેને આપણે પાવભાજી માં તેમજ દાબેલી માં ભરપૂર માત્રામાં પેટ ભરીને ખાતા હોઈએ છીએ. એ સિવાય બિસ્કીટ છે. એ સિવાય બેકરીની વસ્તુઓ છે જે ભયંકર નુકસાન પહોંચાડે છે.
જે લોકોને આવી રીતે સમસ્યા છે અને શ્વાસ લેવામાં તકલીફ તેની માટે શું કરવુ? સૌ પ્રથમ તજ લાવી અને ઘરે પાવડર બનાવી રાખો. તજ તમારા શરીરમાંથી મોટા તકલિફોને દૂર કરે છે. તમારે ઘરે તજનોો પાવડર બનાવવાનો છે. ખાસ ધ્યાન રાખજો કે તજનો તૈયાર પાઉડર લાવવાનો નથી. ઘરે બનાવીને ઓરીજનલ પાવડર રોજ તમારે ઉપયોગમાં લેવાના છે.
તો એક ચમચી તજનો પાવડર લેવાનો છે એની અંદર તમારે દેશી ગોળ લેવાનું છે. ચાકુની મદદથી ગોળ સમારી નાખવાનો છે. એક ચમચી તજનો પાઉડર અને એક ચમચી જેટલો ગોળનો ભૂકો કરી મિક્સ કરી દેવાની છે. બરાબર મિશ્રણ કરી જે કરકરા પાવડર જેવું તૈયાર થાય તેેને તમારે ચાટી અને ધીમે ધીમે ચાવીને ખાવાનો છે.
બરાબર ચાવી અને ધીમે ધીમે ગળા નીચે ઉતારી જવાનું છે. બરાબર પેટ મા ઉતરી જાય એટલે તમારે એક ગ્લાસ ગરમ પાણી લઇ પી જવાનુ છે. તો તમારે આ રીતે ઉપાય કરવાનો છે. દિવસમાં બે વખત કરવાનો. દોસ્તો આ ઉપાય કરવાથી તમારું જે ફેફસાની અંદર કફ થયો હોય છે તે ખૂબ જ ઝડપથી નીકળી જાય છે.
તમારા આંતરડા માંથી જે કચરો જમા થઈ ગયો છે, તે બધા જ કચરાને બહાર કાઢવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. દેશી ગોળ નુ મિશ્રણ જે છે તમારા આંતરડાને સાફ કરશે, તમારા ફેફસાને પણ સાફ કરી નાખશે. જમા થયેલા કફને પણ કાઢી નાખશે.
તો મિત્રો જે લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય, છાતીમાં એટલે કે ફેફસામાં કફ જમા થઇ ગયો અને કફ ભરાઈ ગયોો હોય એ લોકો ખાસ ઉપાય ચાલુ કરી દો.ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો.