નવું વર્ષ આવવાનું છે અને તમે તમારા માટે 2023માં પણ ઘણું વિચારીને રાખ્યું જ હશે. તમારામાંથી ઘણા લોકોમાં એક સપનું બધાનું એકસરખું જ હશે અને તે છે વજન ઘટાડવાનું. તમે પણ વિચાર્યું જ હશે કે 2023 માં તમારે વજન ઘટાડવું છે, પછી ભલે ગમે તે થાય.
પરંતુ શું તમે જાણો છો કે વજન ઘટાડતી વખતે તમે કેટલીક ભૂલો કરો છો. આ એવી ભૂલો છે જેના વિશે તમે કદાચ જાણતા પણ ન હોવ અને થઇ જાય છે. આજે, આ લેખમાં, અમે તમને વજન ઘટાડવા સંબંધિત સૌથી વધુ થતી ભૂલો જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ કઈ કઈ છે આ ભૂલો.
2023 ની રાહ જોવી : ઘણી વાર આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ કે સારું ખાવાનું અને કસરત શરૂ કરીશું, પરંતુ આ જ તમારી સૌથી મોટી ભૂલ છે. કોઈપણ સારા કામની શરૂઆત કરવા માટે કોઈ ‘કાલ’ નથી હોતું, તેનો સાચો સમય છે ‘આજ’.
જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો તમારે અત્યારથી જ વજન ઘટાડવાનું શરૂ કરી દેવું જોઈએ અને હેલ્દી ખોરાક લેવો જોઈએ જેથી જ્યારે નવું વર્ષ શરૂ થાય ત્યારે તમે તેમાં કંઈક નવું અને સારું ઉમેરીને આગળ વધી શકો.
વજન ઘટાડવાને નંબર ગેમ ન બનાવો : આપણે ઘણીવાર આપણા વજનને લઈને ખૂબ ચિંતિત હોઈએ છીએ. દર બે દિવસે કે અઠવાડિયે વજન તપાસીએ છીએ, કેટલું વધ્યું કે ઘટ્યું. આ એક રીતે તમારા મન પર અસર કરે છે કારણ કે આપણે વધુ પડતું વિચારવા લાગી જઈએ છીએ.
આપણું સ્વાસ્થ્ય એ નંબરની રમત નથી. જો તમારું વજન ઘટાડી રહયા છો, અને તમે પૂરતી ઊંઘ નથી લઇ રહયા અને તમે ખુશ નથી તો એ તમારું નુકસાન જ છે. તેથી સારું ખાઓ અને વજન ઓછું કરો. દરેક કામનો આનંદ માણો.
લાઈફસ્ટાઈલનું રાખો ધ્યાન : જ્યારે આપણે વજન ઘટાડીએ છીએ, ત્યારે આપણે અમુક ડાઈટ ટિપ્સ ફોલો કરીએ છીએ, જીવનશૈલીમાં ફેરફાર કરીએ છીએ પરંતુ તેની સાથે આપણે કેટલીક એપ્લિકેશન પણ ડાઉનલોડ કરીએ છીએ અને કેટલીક બજારની પ્રોડક્ટ્સ અને ગોળીઓ પણ લઈએ છીએ. પરંતુ આ બધું જરૂરી નથી.
તમારે જરૂર છે આ બધી બાબતોને છોડીને સારી ઉંઘ લેવી, બહારનું ખાવાનું ઓછું ખાવું અને ઘરે બનાવેલો ખોરાક ખાવો, ખોરાકને સારી રીતે ચાવીને ખાવો અને કસરત કરવી વગેરેને તમારી જીવનશૈલીમાં સામેલ કરવાની જરૂર છે.
તો હવે તમે પણ અત્યારે પેટ ભરીને ખાઈ લઈએ અને 2023 માં વજન ઘટાડીશું, તો નિર્ણયને બદલો અને આજે જ વજન ઘટાડવાનું ઓછું કરો. અમે તમારા માટે આવા નવા લેખો લાવતા રહીશું તેથી રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.