ભારતીય લોકો દહીંને ખૂબ જ પ્રેમથી ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને રાયતામાં અને પરાઠા વગેરે સાથે ખાવાનું લોકો પસંદ કરે છે. પરંતુ જો તમને પૂછવામાં આવે કે દહીં ખાવા વિશે આયુર્વેદનું શું માનવું છે, તો તમારો જવાબ શું હશે?
કદાચ તમે થોડો સમય વિચાર્યા પછી પણ તેના વિશે કોઈ ચોક્કસ જવાબ નહિ આપી શકો. જો તમારી પાસે આ પ્રશ્નનો જવાબ નથી તો તમારે ચોક્કસપણે જાણવું જોઈએ. કારણ કે અમે તમને દહીં ખાવાના કેટલાક નિયમો વિશે નજીકથી જણાવવા જઈ રહ્યા છે, તો ચાલો જાણીએ.
બાળકો ખાવાનું બંધ કરો : એવા ઘણા માતા-પિતા છે જે પોતાના બાળકોને દહીં આપે છે. પરંતુ બાળકોને દહીં ખાવાનું બંધ કરવું જોઈએ. જો બાળકો દહીંનું સેવન કરે તો તેમને શરદીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં બાળકોને દહીં આપવાથી વધારે તકલીફ થાય છે. શિયાળાની ઋતુમાં તો વૃદ્ધ વ્યક્તિએ પણ દહીં ખાવાનું બંધ કરી દેવું જોઈએ.
ગરમ ના કરો : આપણા રસોડામાં કેટલાક એવા ખોરાક છે જેને ગરમ કર્યા પછી ક્યારેય ના ખાવા જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો, ઘણા લોકો મધને ગરમ કર્યા પછી સેવન કરે છે, તો આમ કરવાથી બચવું જોઈએ. એ જ રીતે દહીંને પણ ગરમ કરવાનું ટાળવું જોઈએ. જો તમે બીજા કોઈપણ ખોરાક સાથે ભેળવીને ગરમ કરો છો તો તમારે આવું કરવાનું ટાળવું જોઈએ.
રાત્રે દહીં ખાવું જોઈએ? : જો તમને પૂછવામાં આવે કે શું રાતના ભોજનમાં દહીંનો સમાવેશ કરવો જોઈએ કે નહિ? કદાચ તો તમારો જવાબ હશે હા, અને તમે કેહશો હું તો રાત્રિ ભોજનમાં અઠવાડિયામાં એકથી બે દિવસ સમાવેશ કરું છું. પરંતુ જો તમને કહેવામાં આવે કે રાત્રે દહીં ખાવાથી નકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થાય છે.
માછલી સાથે સેવન ના કરો : ભારતીય લોકો ચિકન સાથે દહીં ખાય છે. ઘણા લોકો માછલી સાથે પણ દૂધ ખૂબ પ્રેમથી ખાવાનું પસંદ કરે છે. પરંતુ આયુર્વેદ અનુસાર માછલી સાથે દૂધ અને દહીંથી ખાવાથી બચવું જોઈએ. માછલી સાથે દૂધ અને દહીંનું સેવન કરવાથી પેટ ખરાબ થવાની સાથે બીજી ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.
તો તમારે ચોક્કસપણે આ તંદુરસ્ત માહિતીને અનુસરવી જોઈએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો તેને ચોક્કસથી તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને આવી જ વધારે માહિતી ઘરે બેસી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.