આપણા શરીરમાં ઘણા મહત્વના અંગો છે અને દાંત પણ શરીરના એવા અંગોમાંથી એક છે જે જરૂરી હોવા છતાં બિનજરૂરી માનવામાં આવે છે. સવારે વહેલા બ્રશ કરવાની વાત હોય કે ડેન્ટિસ્ટની પાસે જઈને તાપસ કરાવવાની વાત હોય, આપણે હંમેશા તેમના પર ઓછું ધ્યાન આપીએ છીએ.
દાંતની ખાસ વાત એ છે કે આપણે એ પણ જાણતા નથી કે તેને કાળજીની જરૂર હોય છે. હવે તમે જ વિચાર કરો કે, દાંતમાં એક વખત પોલાણ બનવામાં ઘણા વર્ષો લાગે છે અને આ જ કારણ છે કે ઘણા લોકો દાંતના સ્વાસ્થ્યની અવગણના કરે છે.
આવું ના હોવું જોઈએ. આપણે જે પણ ખાઈએ છીએ તે દરેક વસ્તુ પહેલા દાંતમાંથી પસાર થાય છે અને તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા દાંતના સ્વાસ્થ્યને સુધારો. તો આજે આ લેખમાં અમે દાંતને લગતી કેટલીક ટિપ્સ શેર કરી છે. આ આયુર્વેદિક ટિપ્સ તમારા દાંતની સંપૂર્ણ સ્વચ્છતાનું ધ્યાન રાખશે.
જો તમે બેકિંગ સોડા, લીંબુ, મીઠું, નારંગીની છાલ, કેળાની છાલ વગેરેથી તમારા દાંતને સફેદ કરવાનો પ્રયત્ન કરી ચુક્યા છો તો હવે આ ટિપ્સને પણ અજમાવી જુઓ. અહીંયા જણાવેલી આ 5 ખૂબ જ અસરકારક ટિપ્સ છે જે તમારા દાંતના સ્વાસ્થ્યને સુધારવા માટે ઉપયોગી થઈ શકે છે.
સૌથી પહેલા બે નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. સૌથી પહેલા ધીરજ રાખવી પડશે, કારણ કે તે એક રાતમાં નહીં થાય. હંમેશા તમારી દિનચર્યામાં આ પાંચ ટિપ્સને ફોલો કરતા રહેવું જરૂરી રહેશે.
તો ચાલો હવે તે નિયમો વિશે વાત કરીએ જે તમારે ફોલો કરવાના છે.
1. ઓઇલ પુલિંગ : તમે તમારા મોંમાં પાણી ભરીને કોગળા કર્યા જ હશે, પરંતુ મોઢામાં તેલ નાખી, થોડીવાર મોંમાં રાખવાથી અને કોગળા કરવાથી પેઢા અને દાંતની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ દૂર થાય છે. તે મોઢાના ચાંદાને દૂર કરવાની સારી રીત છે. તે મોંની કસરત કરવા માટે પણ યોગ્ય છે, જેનાથી મોંના સ્નાયુઓ મજબૂત થાય છે.
આ કરવા માટે : તમે તલનું તેલ, સરસોનું તેલ અથવા નારિયેળનું તેલ લઈ શકો છો અને તેને મોઢામાં રાખી શકો છો અને તેને આખા મોં માં ફેરવો, જેમ તમે કોગળા કરતી વખતે કરો છો. 5-10 મિનિટ પછી તેને મોંમાંથી થૂંકી લો અને મોં સાફ કરો. ધ્યાન રાખો કે તેલ પીવાનું નથી, ફક્ત કોગળા કરો.
2. દાંત માટે લીમડો અને બાવળનું દાતણ : પહેલાના સમયમાં, દાંતને સાફ કરવા માટે કોલગેટનો નહીં, પરંતુ લીમડો અથવા બાવળના દાતણનો ઉપયોગ કરવા માં આવતો હતો. આ જડીબુટ્ટીઓ એન્ટિમાઇક્રોબાયલ છે અને તેમને ચાવવાથી તેમની અંદર રહેલા એન્ટિ-બેક્ટેરિયલ એજન્ટો બહાર આવે છે. તેનાથી તમારું ઓરલ હેલ્થ સારું રહે છે.
જો તમે દરરોજ બાવળ અને લીમડાના દાતણથી બ્રશ કરવા માંગતા નથી તો, તમે સવારે સામાન્ય રીતે બ્રશ કરો છો એ રીતે કરીને, દિવસ દરમિયાન કોઈપણ સમયમાં તે દાતણનો ઉપયોગ કરીને કોગળા કરી શકો છો.
આ કરવા માટે, તમે એક એવું દાતણ પસંદ કરો જે ઓછામાં ઓછી તમારી નાની આંગળી જેટલું જાડું હોય. તેને એક ખૂણાથી ચાવવાનું શરૂ કરો અને તેને બ્રશની જેમ બનાવો. હવે તેને તમારા દાંતથી ધીમે ધીમે ચાવો અને તમારા દાંતથી મોઢાને ઘસો.
તમે જેમ જેમ ચાવશો તેમ તેમ લાળ બનાવશે, જે તમે થોડા થોડા સમયે થૂંકતા રહો. આનાથી બધા દાંત અને પેઢા પર બ્રશ કરો અને જ્યારે બ્રશ થઇ જાય એટલે મોંને સારી રીતે સાફ કરો અને દાંતમાં ફસાયેલા દાતણના રેસાને નીકાળી દો.
3. જીભની સફાઇ કરો : તમારા મોં ની ઓરલ કૈવિટીથી છુટકારો મેળવવાનો સૌથી સારો રસ્તો છે કે તમારા મોંમાં રહેલા તમામ ઝેરી તત્વોને દૂર કરો, જેનાથી લાળ બનાવની સંભાવના હોય છે. તમે ગમે તેવું બ્રશ કરી લો અને દાંત સાફ કરો, પરંતુ જો તમારી જીભ સાફ નહીં હોય તો મોની સફાઈ અધૂરી જ રહેશે. કારણ કે જીભ સાફ ના હોવાને લીધે લાળ બનશે.
આ માટે જીભ સ્ક્રેપર અથવા જીભ ક્લીનર(ઉલિયું) લાવો અને જો સ્ટીલ કરતા તાંબાનું હોય તો તે વધુ સારું છે. જો કે ઘણા લોકો સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરે છે. તો તમે દરરોજ બ્રશ કર્યા પછી તમારી જીભને સાફ કરો. ધ્યાન રાખો કે ખૂબ જોરથી દબાવીને ના કરો, નહીં તો જીભમાંથી લોહી નીકળી શકે છે.
4. હર્બલ માઉથ રિન્સ (કોગળા કરવા) : મોંની સફાઈ મોઢું ધોયા વગર અધૂરી છે. આયુર્વેદમાં, ત્રિફળા અને યષ્ટિમધુ એટલે કે મુલેઠીને ખૂબ જ સારા માઉથ રિન્સ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ હર્બલ માઉથ રિન્સ તમારા દાંતની સાથે તમારા પેઢાને પણ સાફ કરે છે અને તેને મૌખિક સ્વચ્છતાની સારી પદ્ધતિ માનવામાં આવે છે. મોઢાના ચાંદાને રોકવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે.
આ માટે, સૌથી પહેલા ત્રિફળા અથવા મુલેથીને પાણીમાં ઉકાળો અને તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુહી પાણીની માત્રા અડધી ન થઈ જાય. આ પછી તેને ઠંડુ થવા દો અને પછી જ્યારે તે હૂંફાળું થાય ત્યારે તેને મોઢામાં લઈને કોગળા કરો. તમે દરરોજ આ ઉપાય કરી શકો છો.
5. દિવસમાં બે વાર બ્રશ કરો : આ તો બધા દાંતના ડોક્ટરો કહે છે પરંતુ દિવસમાં બે વાર બ્રશ કરવું મહત્વપૂર્ણ છે. દિવસમાં જે ખાઈએ છીએ તેમાંથી મોટાભાગનો ભાગ આપણા દાંતમાં અટવાઈ જાય છે અને તેને આખી રાત ફસાયેલું રહેવા દેવું યોગ્ય નથી.
જો કે તમારે ચોકલેટ વગેરે જેવી ચીકણી અને ગળ્યું વસ્તુઓ ખાધા પછી દર વખતે તમારા દાંતને બ્રશ કરવું જોઈએ, પરંતુ જો તમે તે કરી શકતા નથી તો તમે દિવસમાં ઓછામાં ઓછા બે વાર તો થોડો સમય કાઢીને બ્રશ કરી શકો છો.
ઉપર જણાવેલી આ પાંચ ટિપ્સ તમારા દાંતને સ્વસ્થ રાખવામાં તમને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમને પહેલાથી જ દાંતની કોઈ સમસ્યા જેવી કે કેવિટી, રૂટ કેનાલ, દાંત કાળા પડી જવા, પેઢામાં સોજા કે બીજી કોઈ સમસ્યા હોય તો ચોક્કસપણે ડેન્ટિસ્ટની મુલાકાત લો, જે તમને યોગ્ય માર્ગદર્શન આપી શકશે.
જો તમે પણ દાંતને સ્વસ્થ્ય રાખવા માંગતા હોય તો ઉપર જણાવેલી 5 ટિપ્સને અપનાવી શકો છો. જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ જીવનઉપયોગી માહિતી મળતી રહેશે.