ઉનાળાની ઋતુમાં લોકો ગરમીના કારણે મોટાભાગે આખો દિવસ એસીમાં બેસવાનું વધારે પસંદ કરે છે. આખો દિવસ રૂમમાં AC ચાલવાને કારણે ભલે તમને ઠંડકનો અહેસાસ થતો હોય છે પરંતુ આ એક એવું ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે તમને બહારથી અંદરથી ઠંડક આપે છે પણ અંદરથી ઠંડક આપતું નથી.
જેના કારણે જ્યારે પણ લોકો એસી બંધ કરીને રૂમની અથવા ઘરની બહાર નીકળે છે ત્યારે તેમને આકરી ગરમીનો અહેસાસ થવા લાગે છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કે તમે ગરમીના દિવસોમાં આવા કેટલાક ઉપાયો અપનાવી શકો છો, જેથી તમારા શરીરનું તાપમાન જળવાઈ રહે અને તમારે વધારે ગરમીને કારણે શરીરની ડીહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક અને બીજી સમસ્યાથી પરેશાન ના થવું પડે.
ઉનાળામાં તમારા શરીરને ઠંડુ કરવા માટે ઠંડા પીણા કે કોલ્ડ ડ્રિન્ક વગેરે પીવાની જરૂર નથી. ઠંડા પીણાં પીવાથી થોડીવાર માટે ઠંડકનો અહેસાસ થઇ શકે છે, પરંતુ તમે તેના બદલે કેટલાક ખૂબ જ સરળ આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. તો આજના આ લેખમાં તમને કેટલાક આસાન આયુર્વેદિક ઉપાયો વિશે જણાવી રહ્યાં છે જે તમને ઉનાળામાં ઠંડક આપી શકે છે.
પિત્તને શાંત કરવાવાળા ભોજન ખાઓ : ઉનાળાના દિવસોમાં શરીરમાં પિત્ત વધવાની સંભાવના ખૂબ જ વધી જાય છે અને તેનાથી તમારા શરીરનું તાપમાન વધી શકે છે. તેથી જો તમે ઉનાળાના ગરમીના દિવસોમાં તમારા શરીરને ઠંડુ રાખવા અને વધારાની ગરમીથી છુટકારો મેળવવા માંગતા હોય તો આવા ખોરાકને તમારા આહારમાં સમાવેશ કરો, જે તમારા શરીરમાં પિત્ત ઘટાડવામાં મદદ કરે.
આ માટે તમારે તમે તરબૂચ, શક્કરટેટી, નાશપતિ, સફરજન, બેરી, વગેરે નિયમિતપણે ખાઈ શકો છો. આનાથી શરીરમાં પાણીનું સ્તર વધવાની સાથે તમને અંદરથી ઠંડકનો અનુભવ પણ થશે.
સમયસર ખાઓ : કેટલાક લોકોની એવી ફરિયાદ હોય છે કે તેઓ તંદુરસ્ત ખોરાક લેતા હોવા છતાં પણ તેઓને છાતીમાં દુખાવો અથવા ખૂબ ગરમીનો અહેસાસ થાય છે. આ એટલા માટે પણ થઇ શકે છે કારણ કે તમે બે ટાઈમ વચ્ચે ખૂબ જ લાંબો ભરેક લઇ લો છો અને બપોરનું ભોજન લેવાનું ટાળો છો.
તમને ખબર નહીં હોય પરંતુ તમને જણાવી દઈએ કે સમયસર ભોજન ન લેવાથી શરીરમાં ગરમીનું પ્રમાણ પણ વધી જાય છે, કારણ કે તેનાથી પિત્ત દોષ ખરાબ થઇ શકે છે. તેથી હંમેશા સમયસર ખાવાની આદત બનાવો .
કૂલિંગ તેલનો ઉપયોગ કરો : જો તમે તમારા શરીરને કુદરતી રીતે ઠંડકનો અહેસાસ જોઈએ છે તો તમારે આ સિઝનમાં કેટલાક કુલિંગ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે જો તમે તમારી સ્કિનકૅર રૂટિનમાં ખસ, ચંદન અને ચમેલીના તેલનો સમાવેશ કરો છો તેનાથી શરીરને ઠંડુ રહી શકે છે. આ સિવાય સ્નાન કરતા પહેલા શરીર પર નારિયેળ તેલથી માલિશ કરવાથી પણ ફાયદો થશે.
બરફથી દૂર રહો : સામાન્ય રીતે લોકો ઠંડક મેળવવા માટે ઉનાળામાં બરફનો ઉપયોગ સૌથી વધારે કરે છે. આનાથી તેમને તે સમયે ઠંડક લાગે છે પરંતુ હકીકતમાં તે શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે છે. બરફનું સેવન કરવાથી શરીર પર વિપરીત અસર થાય છે તેથી બરફ કે ફ્રિજનું પાણી પીવાનું ટાળવું જોઈએ.
ફ્રીજનું પાણી અને બરફના બદલે માટલીના પાણી પીવાને પ્રાધાન્ય આપો. તે ઠંડક આપવાની સાથે શરીર પર હકારાત્મક અસર કરે છે. તે તમારા શરીરને કુદરતી રીતે ઠંડુ રાખવામાં મદદ કરે છે.
તો તમે પણ કુદરતી રીતે સહરિરને ઠંડુ કરવા માટે અહીંયા ઉપર જણાવવામાં આવેલા ઉપાયો કરી શકે છે. જો તમને આ લેખ ગમ્યો હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આહાર સબંધિત અને કિચન ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.