જે રીતે અપને શરીરનું ધ્યાન રાખીએ છીએ તે જ રીતે આપણે મનનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ. આપણું મગજ શરીરની બધી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનું સતત કામ કરતુ રહે છે. શરીર અને મન બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે. કેટલીકવાર આપણી કેટલીક આદતોને કારણે શરીરની સાથે મન પણ કમજોર થવા લાગે છે.
એવામાં માનસિક સ્વાસ્થ્ય માટે આપણી કેટલીક રોજિંદા આદતો છે તેમાં ફેરફાર કરવો જોઈએ. ક્યાંક ને ક્યાંક આ તમારી આદતો મગજના માંસપેશીઓને અસર કરે છે. જેના કારણે તમને હળવા તણાવથી લઈને ડિપ્રેશન સુધીની સમસ્યા હોઈ શકે છે.
આજે આ લેખમાં તમને તે ખરાબ ટેવો વિશે જણાવીશું જે મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ માટે બેઠાડુ અથવા નિષ્ક્રિય જીવનશૈલીને કારણે માત્ર શરીર જ નહીં પરંતુ મન પર પણ અસર થાય છે. તો ચાલો જાણીએ કઈ છે આ આદતો જે તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે.
ધૂમ્રપાન કરવું : ધૂમ્રપાનની તમારી આ ખરાબ આદત આગળ જતા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તે સ્વાસ્થ્યના જોખમોની સાથે મગજને પણ અસર કરે છે. દરરોજ ધૂમ્રપાન કરવાથી તમારી યાદશક્તિને કમજોર થાય છે, આ સિવાય તમને ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવા રોગોનું જોખમ પણ વધી જાય છે.
જંક ફૂડ : આપણા જે પણ ખાણી-પીણીનું સેવન કરીએ છીએ તેની સીધી અસર મગજ પર પડે છે. જંક ફૂડ અને ખાંડના વધુ પડતા સેવનથી મગજ પર ખરાબ અસર પડે છે અને રીફાઇન્ડ ખાંડ ખાવાથી મગજનો વિકાસ ધીમો પડી જાય છે. તમારા આહારમાં ફળો, લીલા શાકભાજી અને નટ્સનો સમાવેશ કરો. પોષક તત્વોનું સેવન કરવાથી ડિપ્રેશન જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે .
મોડા સુવાની ટેવ : મોડું સુવાની આદત સ્વાસ્થ્ય માટે તો ખતરનાક છે પરંતુ તેની સાથે તે આપણા મગજને પણ ઘણી અસર કરે છે. મોડા સૂવાની ખરાબ આદત બીમારીઓને આમંત્રણ આપવા માટે જવાબદાર છે સાથે મગજ પર પણ અસર કરે છે. વ્યક્તિએ 7 થી 8 કલાકની ઊંઘ જરૂર લેવી જોઈએ, જ્યારે અમુક ચોક્કસ સમયે સૂવું જોઈએ.
મોડી રાત્રે સૂવાથી બીજા દિવસે સવારે મોડે ઉઠે છે જે મગજ માટે હાનિકારક સાબિત થાય છે. ઊંઘના ચક્રમાં વિક્ષેપને કારણે ડિપ્રેશનની સમસ્યા આવી શકે છે. તેથી પૂરતી ઊંઘ લેવાથી મન અને શરીર બંને સ્વસ્થ રહે છે.
ઇનએક્ટિવ જીવનશૈલી : બેઠાડુ જીવન શરીર અને મન પર ઘણી અસર કરે છે. ઘણા લોકો નિષ્ક્રિય જીવનશૈલી વિશે મૂંઝવણમાં છે. નિષ્ક્રિય જીવનશૈલીમાં શારીરિક કામ ના બરાબર હોય છે અને તેમાં ઓફિસનું કામ પણ આવી જાય છે, કારણ કે આજના સમયમાં લોકો ઓફિસમાં વધુ સમય પસાર કરે છે. ઓફિસમાં 8 કલાક કોમ્પ્યુટરની સામે બેસી રહેવાથી સ્વાસ્થ્ય અને મગજ પર પણ અસર પડે છે.
ટીપ્સ : ઓફિસનું કામ કરતા હોય ત્યારે 20 થી 25 મિનિટ પછી કોઈપણ શારીરિક કાર્ય કરો અથવા ચાલો. સતત બેસીને કામ ના કરવું જોઈએ, વચ્ચે વચ્ચે બ્રેક લો. ઓફિસ જતી વખતે લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો અને ઓફિસથી આવ્યા પછી સાંજે ચાલવા જાઓ.
ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ : આજકાલ લોકો મોબાઈલ ફોન અને કોમ્પ્યુટરનો ઉપયોગ વધારે કરે છે, જ્યારે કેટલાક લોકો ખાતી વખતે પણ બાજુ માં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. તમારી આ ખરાબ આદત તમારી આંખોની સાથે મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે.
આ સિવાય કેટલાક લોકો ઓફિસથી ઘરે આવીને મોબાઈલ ફોન પર મૂવી કે વેબ સિરીઝ જોવા બેસી જાય છે, જેની અસર આપણા મગજ પર પણ પડે છે. જો તમે પણ ઓફિસથી આવ્યા પછી તરત જ ગેજેટ્સનો ઉપયોગ કરો છો તો આજથી જ આ આદતને બદલો.
આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ઘણીવાર લોકો કેટલીક ખરાબ આદતો અપનાવે છે જેની અસર મગજ અને આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે. સ્વસ્થ મગજ અને શરીર માટે જીવનશૈલીમાં બદલાવ લાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ બીજા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.