chocolate biscuit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

નાના મોટા, સૌને ભાવે એવા બિસ્કીટ તો તમે ખાધા હશે. ગણીબધી જાત ના બિસ્કીટ બજાર માં મળી રહે છે. પણ તમે કોઈ દિવસ ઘરે બનાવ્યા છે? આજે મે બદામ ના બિસ્કીટ કેવી રીતે ઘરે જ બનાવી શકાય તે વિશે જણાવીશું

સામગ્રી

  • 4 ટે સ્પૂન માખણ
  • 1/2 કપ દળેલી ખાંડ
  • 1/3 કપ (50 ગ્રામ) આઈસીંગ સુગર
  • 2 થી 3 ટીપાં બદામ અથવા વેનિલા એસેન્સ
  • 1/2 કપ મેંદો
  • 1/4 ટી સ્પૂન બેકિંગ પાઉડર
  • 8 ટે સ્પૂન (1/2 કપ) બદામ નો ભૂકો
  • 2 ટે સ્પૂન દૂધ
  • બદામના ફાડચાં તથા ગ્લેઝ ચેરી

biscuit recipe

બનાવવાની રીત

માખણને ફીણવું. તેમાં ખાંડ નાખી ફરી ફીણવું. એસેન્સ નાખવું.  મેંદો અને બેકિંગ પાઉડર ભેગા કરી ચાળી લેવા. મેંદામાં બદામનો ભૂકો મેળવવો. ફીણેલા માખણમાં લોટનું મિશ્રણ ભેળવી, જરૂર મુજબ દૂધ રેડી, નરમ કણક બનાવવી. બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી, લોટના એકસરખા ચપટા ગોળા બનાવી, ટ્રેમાં છૂટા છૂટા ગોઠવવા. બદામના ફાડચાં કે કાતરીથી, ચેરીની સ્લાઈસથી ડેકોરેટ કરી ટ્રેને 1/2 કલાક ફ્રિજ માં ઠંડી કરવી. 180 સે અથવા (350 ફે) તાપે ઓવનમાં 15 થી 20 મિનિટ બેક કરવા. નીચેથી ગુલાબી થાય એટલે ઓવન બંધ કરવું. ઠંડા પડવા આવે એટલે ઓવન બંધ કરવું. ઠંડા પડવા આવે એટલે તાવેથાથી પ્લેટમાં કાઢવા. પછી ફિટ ડબ્બા માં ભરવા.