અત્યારે જો શ્રીખંડ ની વાત કરીએ તો બજાર આ ઘણા બધા શ્રીખંડ મળતાં હોય છે અને બધા લોકો ની પસંદ જુદી જુદી હોય છે. આ શ્રીખંડ તમે ઘરે બજાર કરતા પણ ઓછી કિંમત માં ઘરે તૈયાર કરી શકો છો. તો આજે આપણે ઓછી કિંમત માં ઘરે તૈયાર થતો બદામ – પિસ્તા શ્રીખંડ(Badam Pista Shrikhand) બનાવતાં શીખવીશું.
- સામગ્રી :
- ૨ કિલો દહીં
- ૧/૪ કપ બદામ
- ૧/૨ કપ પિસ્તા
- દળેલી ખાંડ
બદામ – પિસ્તા શ્રીખંડ બનાવવાની રીત :
સૌ પ્રથમ દહીમાંથી પાણી નિતારી, તેને કપડામાં બાંધી, ૮-૧૦ કલાક લટકાવી રાખો. બદામને થોડીવાર ગરમ પાણીમાં પલાળી, તેની છાલ કાઢી નાખો.બદામ અને ૬-૭ પિસ્તાની ઝીણી કતરી પાડી લો. વધેલા બાકીના પીસ્તામાં થોડું દૂધ મિક્સ કરી, મિક્સરમાં તેની સ્મુધ પેસ્ટ બનાવવી લો. ૮-૧૦ કલાક પછી દહીમાંથી બધું પાણી નીકળી જાય અને દહીં એકદમ ડ્રાય થઈ જાય એટલે તેને કપડામાંથી કાઢી લો.
પછી એક વાસણ લઈ, વાસણમાં દહીંનો મસ્કો લઈ, તેના જેટલીજ ખાંડ નાંખી, બરાબર મિક્સ કરીલો. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી ઝીણા કાંણાવાળી ચારણીમાં બધો મસ્કો છીણી લો. પછી તેમાં પિસ્તાની પેસ્ટ અને થોડી બદામની કતરી નાંખી, ચમચાથી બરાબર હલાવી, બરાબર મિક્સ કરીલો. બધું થઈ ગયા પછી તેને ફ્રિજમાં ઠંડો કરવા મુકો. તો અહિયાં તમારો બદામ – પિસ્તા શ્રીખંડ તૈયાર થઈ ગયો હસે. જ્યારે શિખંડ પીરસતા હોય તેની પહેલાં તેની ઉપર બદામ અને પિસ્તાની કતરી મુકવી.
નોધ લેવી: ૨ કિલો દહીમાંથી આશરે ૯૦૦ ગ્રામ જેટલો મસ્કો ઉતરશે. તમે સ્વાદ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી લઈ શકો છો. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.