બાજરીના લોટના જ્યારે તેના સ્વાસ્થ્ય લાભો સ્વીકારવામાં આવ્યા છે ત્યારથી તેની ખૂબ માંગ વધી રહી છે. તેને ભારતના ગામડાઓમાં વધારે ઉપયોગમાં લેવાય છે અને સમગ્ર વિશ્વમાં તે ઉપલબ્ધ છે. બાજરી ફાઈબર અને આવશ્યક એમિનો એસિડથી ભરપૂર હોય છે. તે વિવિધ પોષક તત્વોનો એક સમૃદ્ધ સ્ત્રોત પણ છે અને તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.
અહીં 5 કારણો બતાવવામાં આવ્યા છે જેથી તમારે તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ. બાજરીનો લોટ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે તો તેની સાથે જોડાયેલા 3 અદ્ભુત ફાયદા છે તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
ફાઈબરથી ભરપૂર : બાજરીનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જે ઘઉંની અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે ખૂબ ઉપયોગી હોય છે. તે અઘુલનશીલ ફાઇબરથી ભરપૂર હોય છે જે કબજિયાતવાળા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.
ફાઈબરથી ભરપૂર હોવાને કારણે બાજરીના લોટના રોટલા ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને તમને વારંવાર ખાવાની થતી ઈચ્છાને રોકે છે અને તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. બાજરીનો લોટ અઘુલનશીલ ફાઇબરથી ભરપૂર હોવાથી તે જે આપણા આંતરડામાં પ્રી-બાયોટિક તરીકે કામ કરે છે અને પાચન તંત્રને સારું રાખવામાં મદદ કરે છે.
હૃદય માટે : બાજરી મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં પોટેશિયમ હોવાથી રક્તવાહિનીઓને ફેલાવે છે અને પરિભ્રમણમાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરને ઘટાડવામાં કામ કરે છે. બાજરીમાં ફાયબર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. મેગ્નેશિયમ શરીરમાં ડાયાબિટીસને દૂર રાખવામાં મદદ કરે છે.
ડિટોક્સિંગ એજન્ટ : બાજરીમાં ફાઈટીક એસિડ, ટૈનીન અને ફિનોલ જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે અમુક અંશે વૃદ્ધત્વને રોકવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. સ્વાદિષ્ટ બાજરીના રોટલા અને બાજરીની ખીચડી સ્વાદ અને પોષક તત્વોથી ભરપૂર હોવાથી મોટાભાગે તમામ ઉંમરના લોકો માટે યોગ્ય હોય છે. તેમાં ક્વેર્સેટીન જેવા કેટેચીન પણ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢીને કિડની અને લીવરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે : ડાઇટમાં ફાઇબરના સેવનથી ડાયાબિટીસ નિયંત્રણમાં અસરકારક છે. બાજરી ડાયાબિટીસ પર સકારાત્મક અસર કરે છે કારણ કે તેમાં ફાઇબરની માત્રા અને ધીમે ધીમે પચવામાં યોગ્ય સ્ટાર્ચની હાજરી હોય છે, જે ગ્લુકોઝમાં પરિવર્તન થવામાં વધારે સમય લે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે સતત ઊર્જા પ્રદાન કરે છે.
ઓમેગા-3 ફૈટી એસિડથી ભરપૂર : બાજરીઉ બીજા અનાજની તુલનામાં ઓમેગા 3 ફૈટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. ઓમેગા 3 બીપી, ટ્રાઇગ્લિસરાઈડ્સ, નિયમિત ધબકારા જાળવી રાખવા માટે જાણીતા છે. આ 5 ફાયદાઓને કારણે તમે બાજરીને તમારા આહારમાં સામેલ કરી શકો છો.