શિયાળામાં બાજરી અને મેથીમાંથી બનતી અવનવી વાનગીઓ ખાવાની ખુબજ મજા આવતી હોય છે. શિયાળામાં મેથી ના ગોટા એટલે કે મેથીના ભજીયા ખુબજ ખાવાની ખુબજ મજા આવે છે. તો આજે અમે તમારી માટે એક વિસરાતી જતી વાનગી લઈને આવ્યા છીએ.
આ વાનગી બાજરીનાલોટમાંથી બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે “બાજરીનાં ચમચમિયા”. શિયાળા માટે આ હેલ્થી અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા તરીકે લેવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ચમચમિયા બનાવવાની રીત.
બાજરીનાં ચમચમિયા માટે સામગ્રી: 1 કપ બાજરીનો લોટ, 1/2 કપ મેથીના પાન, 1/2 કપ કોથમીર, 1/2 ચમચી જીરું / અજમો, ચપટી હિંગ, 1 ચમચી તેલ, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, 1/2 કપ થોડી ખાટી છાશ, 1/6 ચમચી કૂકિંગ સોડા, જરૂર મુજબ તેલ
બાજરીનાં ચમચમિયા બનાવવાની રીત: સૌ પ્રથમ એક વાસણમાં બાજરીના લોટને ચાળીને લો. તેમાં ઝીણી સમારેલી મેથી, ઝીણી સમારેલી કોથમીર, આદુ – મરચાની પેસ્ટ, હિંગ, સફેદ તલ, હાથથી મશરેલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે તેમાં અડધી વાટકી છાશ ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી લો.
થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને એકદમ જાડું પણ નહીં ને એકદમ પાતરું પણ નહિ તેવું બેટર તૈયાર કરો. તેમાં એક ચમચી હળદર અને કૂકિંગ સોડા નાખી સારી રીતે મિક્સ કરો. અહીંયા તમારું બેટર બનીને તૈયાર છે. હવે ચમચમિયા બનાવવા માટે એક ઉત્તપમ પેન અથવા નોન સ્ટિક પેનમાં થોડું તેલ લઇ બધા ખાનને તેલથી ગ્રીસ કરી લો.
તેલથી ગ્રીસ કરેલા ભાગ પર થોડા તલ સ્પ્રેડ કરી લો. એક ચમચાની મદદથી બેટર લઇ પેનના દરેક ખાનામાં ઉમેરો. ચમચમિયા પુડલા બનાવીએ તેટલા જાડા રહે તે રીતે બેટર ખાનામાં ઉમેરવું. બધા ખાનામાં બેટર ઉમેર્યા પછી સાઈડમાં અને ઉપર થોડું થોડું તેલ ઉમેરો. હવે 2-3 મિનિટ માટે ધીમો ગેસ રાખીને એક બાજુ કૂક થવા દો.
2 મિનિટ પછી હળવા હાથે ચમચમિયા ને બીજી બાજુ ફેરવી દો. (જો નીચેનો ભાગ સારી રીતે કૂક થઇ ગયો હશે તો એકદમ સરળ રીતે બીજી બાજુ ચમચમિયા ને ફેરવી શકશો. જો સાઈડ ચેન્જ ન થાય તો એક મિનિટ માટે વધુ કૂક થવા દો).
હવે આજ રીતે બીજી બાજુ 2 મિનિટ માટે કૂક થવા દોં. 2 મિનિટ પછી તમે જોઈ શકશો કે એકદમ હેલ્ધી અને ગરમા ગરમ ચમચમિયા નાસ્તા માટે બનીને તૈયાર થઇ ગયા છે. હવે ચમચમિયાને એક પ્લેટમાં લઇ અને સર્વ કરો.
જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.