balako gusso karvanu karan gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાલીઓ વારંવાર તેમના બાળકોની મનમાની અંગે ફરિયાદ કરતા જોવા મળે છે. ટીનેજ (13 થી 19 વર્ષ) માં બાળકોના વર્તનમાં ઘણો ફેરફાર જોવા મળે છે. પરંતુ વાલીઓ તેને બાળકોનું ખોટું કામ સમજીને નારાજ થઈ જાય છે.

માતાપિતા વારંવાર તેમના બાળકોની મનમાની અંગે ફરિયાદ કરતા હોય છે. જો કે 13 થી 19 વર્ષમાં બાળકોના વર્તનમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે. પરંતુ વાલીઓ તેને બાળકનું ખોટો વલણ સમજીને પરેશાન થઇ જાય છે.

વાલીઓ બાળકોને ઠપકો આપીને અને સજા આપીને તેમને સુધારવાનો પ્રયાસ કરે છે. જેના કારણે બાળકો વધારે જિદ્દી અને ગુસ્સાવાળા બનવા લાગે છે. નિષ્ણાતોના મતે આ ઉંમરમાં બાળકોમાં હોર્મોનલ ચેન્જ થતા હોય છે જેના કારણે બાળકોમાં ચીડિયાપણું આવી જાય છે.

ચાલો જાણીએ કે કેવી રીતે આપણા બાળકોને સમયસર સાચી દિશા આપી શકાય. આ સાથે માતાપિતાને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે પણ જાણીશું. બાળકોના મોટાભાગના માતા-પિતા ફરિયાદ કરતા હોય છે કે બાળકો તેમની કોઈપણ વાત સાંભળતા નથી.

પછી ભલે તે ભણવાની હોય કે પછી સૂવાની અને જાગવાની આદત હોય, જેના કારણે બાળકોને વારંવાર ટોકવા પડે છે. હકીકતમાં, આ ઉંમરે બાળકો પોતાની ઓળખ માટે સંઘર્ષ કરતા હોય છે જેન કારણે તેઓ ઘણીવાર ભૂલો કરી બેસે છે.

સલાહ : બાળકો 13 વર્ષના થતાં જ નાના-નાના કામો જાતે કરવા પ્રેરિત કરો. ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદતી વખતે તેમની પણ સલાહ લો. આ કરતી વખતે જરૂરી નથી કે તેમની દરેક માનવી. પરંતુ તમે તમારા નિર્ણયમાં તેમનો અભિપ્રાય લો છો તો તેમને અંદરથી સારું લાગે છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધશે.

આ ઉંમરે બાળકો દરેક વાત પર ગુસ્સે થઈ જાય છે. જો તમે તેની ભૂલ કરવાને કારણે ઠપકો આપો છો તો તેઓ ડરવા લાગે છે. આ પ્રકારની સમસ્યાનું મુખ્ય કારણ હોર્મોનલ અસંતુલન હોય છે. આ સિવાય બાળકોમાં 13 થી 19 વર્ષની ઉંમરમાં એનર્જી લેવલ ઘણું વધારે હોય છે.

પરંતુ આધુનિક જીવનશૈલીના કારણે બહારની ગેમ અને શારીરિક પ્રવૃત્તિઓનો બંધ થઇ ગઈ છે. આવી સ્થિતિમાં બાળકોને તેમની શક્તિ ખર્ચ કરી શકતા નથી અને આ શક્તિ તેમના ગુસ્સાથી અને આક્રમકતાથી દેખાડે છે.

આવી સ્થિતિમાં બાળક પર ગુસ્સે થવાને બદલે તેને પ્રેમથી તમારી વાત સમજાવો. બાળક પણ આવી કોઈ ભૂલ ન કરે તે માટે તેને કેટલીક પ્રવૃત્તિમાં પ્રયાસ કરો.વ્યસ્ત રાખો. બાળકને ક્રિકેટ, ફૂટબોલ અને કરાટે જેવી શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરો.

ભૂલ ન સ્વીકારવી : આ ઉંમરે, ઘણા બાળકો તેમની ભૂલ સ્વીકારવાને બદલે તેમના માતાપિતા સાથે દલીલ કરે છે. જેના કારણે તેમના બાળકો અનુશાસનહીન થવા લાગે છે. તેનું કારણ એ છે કે બાળકો આ ઉંમરે બહુ પરિપક્વ નથી હોતા. તેઓ પોતાને મોટા સમજવા લાગે છે અને તેઓ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી હોતા.

સલાહ : જો બાળક આ સમયે ગુસ્સામાં હોય અથવા તેની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોય તો તેને સમજાવવાની કોશિશ ન કરો. તેને તેની પ્રેમથી તેની ભૂલોને સ્વીકારતા શીખવો, આ સાથે માફી પણ મંગાવો.

તો તમે પણ સમજી ગયા હશો કે આ ઉંમરમાં બાળકો કેમ વધુ ગુસ્સે થાય છે અને કેમ તમારી કોઈ વાત સાંભળતા નથી. આશા છે કે તમને જવાબ મળી ગયા હશે. માહિતી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે  જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા