હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બટાકાની ચિપ્સ નાં ભજીયા. આ ભજીયા ખુબ જ ટેસ્ટી બને છે અને તેને બનાવવા પણ ખુબજ સરળ છે. ભજીયા માં સોડા કે બેકિંગ પાઉડર નાખવાનો નથી. આ ભજીયા એકદમ ફૂલીને દડા જેવા બનશે. આ ભજીયા ક્રિસ્પી બનશે અને તેને લાંબો સમય કેવી રીતે ક્રીપી રાખી શકાય તે પણ બતાવીશું. તો એકવાર અમારી રેસિપી જોઈલો.
સામગ્રી:
- ૨ બટાકા
- ઠંડું પાણી
- ૧ કપ ચણાનો લોટ
- ૧/૪ કપ ચોખાનો લોટ.
- ૧/૩ ટી સ્પૂન અજમો
- અડધી ટી સ્પૂન હળદર
- લીલાં મરચાં
- કોથમીર
- ૧/૪ ટી સ્પૂન હીંગ
- તેલ
- મીઠું
બનાવાની રીત:
ચિપ્સ માટે:
સૌ પ્રથમ બટાકા ને છોલી દો. જયારે બટાકાની ચિપ્સ નાં ભજીયા બનાવા હોય ત્યારે બટાકું લાંબું લેવાનું. ખમણી ની મદદ થી બટાકાની ચિપ્સ બનાવી લો. (અહીં ચિપ્સ પાતળી બનાવાની છે.) બટાકાની ચિપ્સ ને ૭-૮ મિનિટ માટે ઠંડાં પાણીમાં મુખી રાખો.
ખીરા માટે:
એક કપ ચણાનો લોટ લેવો.( લોટ ચાળી ને લેવો). હવે ભજીયા ક્રિસ્પી બનાવવા માટે ચોખાના લોટ ને ચણાના લોટ ના એડ કરવો. ( ચોખાનો લોટ ચણાના લોટ કરતા ચોથા ભાગનો લેવો).
હવે તેમાં ક્રશ કરેલો અજમો, હળદળ, હીંગ, કટકા કરેલા લીલા મરચાં અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. થોડું થોડું પાણી ઉમેરીને એકદમ સરસ ખીરું તૈયાર કરીલો. અહીં પાણી થોડું થોડું ઉમેરીને ખીરું તૈયાર કરવું. અહીં સોડા કે બેકિંગ પાઉડર એડ નથી કરવાનો, તો તમાંરે અહી ખીરા ને ૫ મિનિટ માટે એકજ બાજુ હલાવતા જાઓ.
૫ મિનિટ પછી ખીરુ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયું હસે. ખીરુ થોડું ફૂલેલું જોવા મળશે અને ખીરાનો કલર પણ બદલાઈ ગયો હસે. હવે આ ખીરાને એક બાજુ મુકી દો.
હવે જે બટાકાની ચિપ્સ ને પાણીમાં રાખી હતી તેને એક કપડા માં લઈ કોળી કરી દો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ થોડું વધારે લેવું. તેલ ગરમ થાય પછી થોડું તેલ ખીરા માં એડ કરીને ખીરાને બરાબર હલાવી દો. હવે ગરમ તેલ માં થોડું મીઠુ એડ કરો. મીઠું એડ કરવાથી તમાંરા ભજીયામાં તેલ નહિ રહે અને ભજીયા લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે.
બટાકાની ચિપ્સ ને ખીરામાં ડુબાડી તેલમાં તળવા માટે મુકો. બધી ચિપ્સ ને ખીરામાં ડુબાડીને તેલમાં તળી લો. જ્યારે ભજીયા તેલની ઉપર આવવા લાગે ત્યારે જ તેને બીજી બાજુ તળો. જ્યારે બન્ને બાજુ ભજીયા બરાબર તળાઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો. તો તૈયાર છે તમારાં ભજીયા.
તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.