bath gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હવે ઉત્તરાયણ પછી ફરીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાનના આ તફાવતને કારણે ત્વચાને પણ અસર થવા લાગી છે. સામાન્ય રીતે આ સિઝનમાં ત્વચામાં શુષ્કતા જોવા મળે છે. માત્ર ચહેરાની ત્વચા જ નહીં પરંતુ આ ઋતુમાં આખા શરીરની ત્વચા ડ્રાય થઈ જાય છે.

આવી સ્થિતિમાં, માત્ર બોડી લોશન અને મોઇશ્ચરાઇઝર પૂરતું નથી, પરંતુ તમારે ત્વચાની વધારાની કાળજી લેવા માટે કેટલાક ઘરેલું ઉપચાર પણ અપનાવવા જોઈએ. ખાસ કરીને જ્યારે તમે સ્નાન કરવા જાઓ, ત્યારે તમે આખા શરીરને એકસાથે ટ્રીટમેન્ટ કરી શકો છો અને તેની શુષ્કતાને ઘટાડી શકો છો.

દૂધ અને મધનું સ્નાન : જયારે પણ સ્નાન કરવા જાઓ ત્યારે, તમારે 1 ગ્લાસ દૂધ, 1 ગ્લાસ પાણી અને 1 ચમચી મધ લેવાનું છે. સૌ પ્રથમ તમે જે રીતે નિયમિત સ્નાન કરો તે રીતે, પહેલા પાણી અને બોડી વોશનો ઉપયોગ કરીને સ્નાન કરો.

આ પછી તમારે દૂધ, પાણી અને મધ મિક્સ કરીને શરીર પર ધીમે-ધીમે રેડવાનું છે. આ સાથે તમારે શરીરની હળવી મસાજ પણ કરવાની છે. જ્યારે તમે આખા શરીરની માલિશ કરી લો, ત્યારે તમારે એક મગ પાણીથી શરીરને સારી રીતે સાફ કરી લેવાનું છે.

વાસ્તવમાં, મધ શરીરમાં ચીકાશ લાવે છે, પરંતુ તે કુદરતી મોઇશ્ચરાઇઝર છે જે ત્વચાની શુષ્કતા દૂર કરે છે. આ કામ કર્યા પછી, તમે આખા શરીર પર લોશન લગાવી શકો છો અથવા તમે બોડી બટર અને બોડી ઓઈલ પણ લગાવી શકો છો. દેખીતી રીતે, દૂધ મોંઘું છે, તેથી દરરોજ આ પ્રક્રિયા કરવું મુશ્કેલ છે, પરંતુ જો તમે અઠવાડિયામાં એકવાર આ પ્રક્રિયા અપનાવો છો, તો શરીરની શુષ્કતા દૂર થઈ જાય છે.

શિયાળામાં દૂધ અને મધનું સ્નાન કરવાના ફાયદા : આ 3 વાસ્તુના મિશ્રણને ત્વચા પર લગાવવાથી ત્વચામાં ચમક આવે છે. દૂધમાં ચરબી હોય છે, તેથી તે શરીરને ઊંડાણપૂર્વક પોષણ પણ આપે છે. તમે દૂધ અને મધનો ઉપયોગ માત્ર શરીર પર જ નહીં પરંતુ વાળ પર પણ કરી શકો છો. વાળ માટે આ એક સારી પ્રોટીન ટ્રીટમેન્ટ હોઈ શકે છે.

જો તમે અઠવાડિયામાં એકવાર દૂધ અને મધ સાથે સ્નાન કરો છો, તો તમારી ત્વચાની ચમક જળવાઈ રહે છે. આ પ્રક્રિયા દ્વારા ત્વચાની ઢીલીપણાને પણ ઘટાડી શકાય છે. શરીર પર દૂધ અને મધ લગાવતી વખતે તમે જે મસાજ કરો છો તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને ત્વચામાં ચમક આવે છે.

આ સાવચેતી રાખો : જો તમારી ત્વચા ઓઈલી હોય છે તો દૂધમાં મધની જગ્યાએ ગુલાબજળ મિક્સ કરો. આ કારણે ત્વચામાં વધુ તેલનું ઉત્પાદન થતું નથી. જો ત્વચામાં કોઈ ઘા હોય અથવા બળી ગયેલા ઘા હોય તો જ્યાં સુધી ઘા રૂઝાઈ ન જાય ત્યાં સુધી તમારે આ ઉપાય ન કરવો જોઈએ

જો ત્વચા સંવેદનશીલ છે, તો તમારે આ ઉપાય અપનાવતા પહેલા એકવાર ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. આશા છે કે તમને અમારી આ જાણકારી ઉપયોગી થશે. આવી વધુ માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા