bathroom cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા ઘરને ઝડપથી સાફ કરવા માંગીએ છીએ. પરંતુ સાફ કરતા કરતા ઘણો સમય લાગી જાય છે. એક રૂમને પણ સાફ કરો છો તો પણ ઘણો સમય લાગે છે. તેથી જ અમે તમારા માટે આ લેખ લઈને આવ્યા છીએ. આ લેખમાં તમને જણાવીશું કે તમે તમારા બેડરૂમને ઝડપથી કેવી રીતે સાફ કરી શકો છો.

પહેલા ધાબળા અથવા ચાદર વાળી લો : શિયાળો શરૂ થયો હોવાથી બધાં ઘરોમાં ધાબળાનો ઉપયોગ થતો જ હશે. આમ તેમ પહેલા ધાબળા બિલકુલ સારા લાગતા નથી, તેથી જ્યારે તમે સવારે ઉઠો ત્યારે તમારે પહેલું કામ બધા ધાબળા કે ચાદર વાળવાનું કરો. પછી આ ધાબળા જ્યાં પણ રાખતા હોય ત્યાં મુકો.

વેરવિખેર પડેલો સામાન : આ પછી આખા રૂમમાં પડેલી વેરવિખેર વસ્તુઓને ભેગી કરી લો. પછી તે બાળકોના રમકડાં હોય કે ચોપડીઓ. આ વસ્તુઓને એવી જગ્યાએ રાખો જ્યાં બીજા કોઈ વ્યક્તિની નજર ના પડે. આ માટે તમે બેગ પણ લઇ શકો છો જેમાં આ સામાન સ્ટોર કરી શકાય.

બેડશીટ પાથરો : આ બે કામ પતાવી લીધા પછી બેડશીટનો વારો છે. રૂમમાં જ્યાં સુધી બેડશીટ ન પાથરવામાં આવે ત્યાં સુધી રૂમનો દેખાવ ખરાબ લાગે છે. બેડશીટ ઝડપથી પાથરવા માટે , સૌપ્રથમ પલંગની ચારેય બાજુથી ગાદલાની નીચે દબાવો. આમ કરવાથી ચાદર ઝડપથી પથરાઈ જશે. હવે ઓશીકાના કવરને ઠીક કરીને ઓશીકાને એકના ઉપર એક મૂકો.

સૂકા કપડાથી ધૂળ અને માટી સાફ કરો : ધૂળ અને માટીને સાફ કરવા માટે સૂકા કપડાનો ઉપયોગ કરવો સારો છે. સૂકું કપડું ફટાફટ ટેબલ, ખુરશી અને ડ્રેસિંગ ટેબલ અને કોઈપણ ફર્નિચરને ઝડપથી સાફ કરી લે છે.

કચરા પોતું : હવે તમારો આખો રૂમ સાફ થઇ ગયા પછી સાવરણી અને મોપ લગાવવાનો વારો આવે છે. આખો રૂમ સાફ કરવા માટે બેસીને સાવરણીથી કચરો વારો. આ ગંદકીને ઝડપથી સાફ કરે છે અને પછી પોતું કરો. હવે તમારો આખો રૂમ સંપૂર્ણ સાફ થઈ ગયો છે.

જો તમે આ રીતે તમારા આખા ઘરને સાફ કરશો તો તમારું ઘર જલ્દી સાફ થઈ જશે. એક જ વારમાં આખું ઘર સાફ કરવાનો પ્રયાસ કરો. ઘરની સફાઈ કરતી વખતે અડધું કામ પહેલાં અને અડધું કામ પછી કરશો નહીં, કારણ કે તેમાં વધુ સમય લાગે છે.

તો આ હતી કેટલીક ટિપ્સ જેની મદદથી તમે આખા રૂમને તરત જ ચમકાવી શકો છો. ઘણા લોકો પહેલા કચરો વારે છે જેથી ધૂળ અને માટી આખા ઘરમાં ફેલાઈ જાય છે, તેથી આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ રીતે સાફ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા