bathroom tiles cleaning tips in gujarati language
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક મહિલા ઘરની સફાઈ દરરોજ કરે છે. દરેક મહિલા એવું ઈચ્છે છે કે આપણું ઘર સ્વચ્છ અને સુંદર દેખાય. તેમ છતાં ઘરના કેટલાક ભાગો સ્વચ્છ થવાનું નામ નથી લેતા. હવે તમે બાથરૂમનો ફ્લોર જ જોઈ લો.

બાથરૂમ ફ્લોર વચ્ચેથી તો સારી રીતે સાફ થઈ જાય છે પણ બાથરૂમના ખૂણામાં પડેલા જિદ્દી ડાઘ સાફ થવાનું નામ નથી લેતા. આને જોતા આજે અમે તમારા માટે આવી જ કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ, જે તમારા બાથરૂમનો દરેક ખૂણો ચમકાવી દેશે.

શા માટે ગંદા થાય છે બાથરૂમના ખૂણા ? વાસ્તવમાં, બાથરૂમની સફાઈ કરતી વખતે, આપણે ફ્લોરને સારી રીતે સાફ કરીએ છીએ પરંતુ ખૂણાઓ પર ધ્યાન નથી આપતા. આ કારણોસર, સાબુ અથવા ક્લીનર ફ્લોરની વચ્ચે જ રહે છેમ જેના કારણે ખૂણાઓમાં જિદ્દી ડાઘ પડવા લાગે છે.

તે જ સમયે, બાથરૂમના કેટલાક ખૂણા એવા પણ હોય છે જ્યાં આપણે દરરોજ સાફ કરી શકતા નથી. જેમ કે વોશ બેસિનની નીચે અને ટોયલેટ સીટની પાછળ વગેરે. આ જગ્યાઓ પર આપણો હાથ આસાનીથી પહોંચતો નથી તેથી બાથરૂમ કેટલીક જગ્યા ગંદી થઇ જાય.

કરો ડિર્ટજન્ટના ફીણનો ઉપયોગ : આ હઠીલા ડાઘને સાફ કરવા માટે, તમે ડીટરજન્ટના ફીણનો ઉપયોગ કરી શકો છો. આ સોલ્યુશનથી સાફ કરવા માટે, તમારે કપડાં ધોયા પછી વધેલું ડિર્ટજન્ટના પાણીને બાથરૂમના ફ્લોર પર નાખો અને પછી તેને બ્રશથી અથવા સ્ક્રબથી ઘસો.

બીજી તરફ, જો તમે ઇચ્છો તો તમે ડાઘ સાફ કરવા માટે પાણીમાં ડિટરજન્ટ મિક્સ કરીને અલગથી ડિર્ટજન્ટનુ પાણી બનાવી શકો છો. બાથરૂમના ડાઘ જિદ્દી હોય છે તેથી, તેથી આવા ડાઘ એક જ વારમાં દૂર થતા નથી. અઠવાડિયા સુધી આ કરવાથી તમારી બાથરૂમની ટાઇલ્સ સાફ થઈ જશે.

ખાવાના સોડા અને વિનેગર : હઠીલા ડાઘ સાફ કરવા માટે પાણીમાં ખાવાનો સોડા અને વિનેગર મિક્સ કરીને સોલ્યુશન બનાવો. હવે આ સોલ્યુસનને જ્યાં હઠીલા ડાઘ હોય ત્યાં રેડો અને બ્રશથી તેને ઘસો. જો તમારા બાથરૂમની ટાઈલ્સ પર ડાઘા પડેલા હોય તો તમે આ સોલ્યુશનને સ્ક્રબ પર લગાવીને ટાઈલ્સ પર લગાવીને તેને સાફ કરો.

આટલી વાતનું ધ્યાન રાખો : જો તમે તમારા બાથરૂમના ખૂણાઓને દરરોજ સફાઈ કરો છો, તો તમારી ટાઇલ્સ ક્યારેય કાળી નહીં થાય. તેને સાફ કરવા માટે તમારે દરરોજ ટાઈલ્સ સાફ કરવી પડશે અને દરેક ખૂણામાં ક્લીનર અથવા કપડાં ધોયા પછી વધેલા ડિટરજન્ટના પાણીથી સારી રીતે સાફ કરો.

જો તમને આ લેખ ગમ્યો ઉપયોગી લાગ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવા જ જીવનઉપયોગી માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “બાથરૂમના ખૂણાઓમાં ટાઇલ્સ પર પડેલા જિદ્દી ગંદા ડાઘને દૂર કરવાની સરળ ટિપ્સ”

Comments are closed.