ઋતુ બદલવાની સાથે હવામાન, તડકો અને વરસાદના બદલાવને કારણે ત્વચા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ, વૃદ્ધાવસ્થાના ચિહ્નો પણ દેખાય છે. છેલ્લા ઘણા દિવસો સુધી, હું પણ ચહેરા પર ઉદભવેલી ફોલ્લીઓ, ખીલ અને બ્લેકહેડ્સથી પરેશાન હતી. જ્યારે મેં મારી મમ્મી સાથે આ વાત શેર કરી, ત્યારે તેણે મને ચણાનો લોટ લઈને તેમાં હળદર અને ગુલાબજળનો ફેસ પેક લગાવવાની સલાહ આપી હતી.
શરૂઆતમાં તો મને ચણાના લોટની સુગંધ વિશે વિચારીને થોડું અજીબ લાગ્યું. પરંતુ તે સંપૂર્ણપણે કુદરતી સામગ્રી છે અને તેનાથી કોઈપણ પ્રકારનું નુકસાન પણ નથી, તેથી મેં તેને એકવાર અજમાવવાનું નક્કી કર્યું.
પરંતુ તમે માનશો નહીં કે તે મારી ત્વચા પર એક જાદુનું કામ કર્યું. મને એ જોઈને પણ આશ્ચર્ય થયું કે આ ફેસ માસ્કનો બે વાર ઉપયોગ કર્યા પછી મારી ત્વચાની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગી. હવે મને એ જાણવાની ઉત્સુકતા છે કે ચણાનો લોટ, ગુલાબજળ અને હળદરમાં એવું શું ખાસ છે.
ધ ઓપન ડર્મેટોલોજી જર્નલના એક રિપોર્ટ અનુસાર, ચણાનો લોટ તમારા ચહેરા પર ચમક લાવવા અને ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક કુદરતી સામગ્રી છે. ચણાના લોટમાં હળદર મિક્સ કરીને તમે આ ફેસ પેકની અસર ને બમણી કરી શકો છો.
હળદર ખૂબ જ ખાસ છે : હળદર એક આયુર્વેદિક દવા તરીકે વર્ષોથી ઉપયોગમાં લેવાય છે, જે એન્ટી ઈફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોથી ભરપૂર છે. ત્વચાને સાફ કરવાની સાથે તે ખીલથી છુટકારો મેળવવાનું પણ કામ પણ સરળતાથી કરી શકે છે.
ઉપરાંત, હળદર ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનથી બચાવવામાં પાંખુબ જ મદદ કરી શકે છે. જ્યારે ગુલાબજળ તમારી ત્વચાને ઠંડક અને તાજગી આપવાનું કામ કરે છે, જે સૂર્યના તેજ કિરણોથી દાઝી ગયેલી ત્વચાને રાહત આપે છે.
ચણાનો લોટ અને હળદરનો ફેસ પેક કેવી રીતે તૈયાર કરવો તે માટે જરૂરી સામગ્રી : બે ચમચી ચણાનો લોટ, એક ચપટી હળદર અને થોડું ગુલાબ જળ.
ચણાનો લોટ-હળદર-ગુલાબ પાણીનો ફેસ પેક બનાવવાની રીત : એક બાઉલમાં ચણાના લોટમાં એક ચપટી હળદર ઉમેરો. હવે તેમાં જરૂર મુજબ ગુલાબજળ ઉમેરીને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાવા દો.
જયારે ફેસપેક ચહેરા પર સારી રીતે સુકાઈ જાય પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે વાર કરો. જો તમારી ત્વચા ખૂબ જ શુષ્ક છે, તો તમે આ ફેસ પેકમાં ચણાનો લોટ, હળદર અને ગુલાબજળ સિવાય એલોવેરા જેલ ઉમેરો. જે તમારા ચહેરાને સારી રીતે મોઇશ્ચરાઇઝ કરશે.
બેસન-હળદર-એલોવેરા જેલ ફેસ પેક બનાવવા માટે જરૂરી સામગ્રી : એક ચમચી બેસન અને એક ચમચી એલોવેરા જેલ
વિધિ : એક ચમચી એલોવેરા જેલમાં એક ચમચી ચણાનો લોટ સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવીને 10 મિનિટ સુધી રાખો. જ્યારે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ લો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરો.
જાણો આ ફેસ પેક તમારી ત્વચા પર ચણાના લોટ સાથે એલોવેરાનો ઉપયોગ ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. એલોવેરામાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ છે જે ત્વચામાં ભેજ જાળવી રાખે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-એજિંગ ગુણધર્મો હોય છે જે ત્વચા પર કરચલીઓ બનતી અટકાવે છે.
હવે જો તમારો ચહેરો પણ નિસ્તેજ અથવા શુષ્ક દેખાય છે તો તમે પણ ઉપર જણાવ્યતા પ્રમાણે ફેસપેક બાનવીને અઠવાડિયામાં બે કે ત્રણવાર લગાવી શકો છો. બ્યુટી સબંધિત આવી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.