besan ma kida pade to shu karvu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બીજી ઋતુઓની સરખામણીમાં શિયાળાની ઋતુમાં ભેજના કારણે ખાણી-પીણીની વસ્તુઓ વધારે ખરાબ થઇ જાય છે. ખાવાની વસ્તુઓમાં જંતુઓ પડવા લાગે છે જેના કારણે સોજી, ખાંડ વગેરે ચણાનો લોટ બગડી જાય છે. જો કે કીડાઓને દૂર કરવા માટે મહિલાઓ ઘણા ઘરેલું ઉપચાર કરે છે.

કેટલીકવાર ચણાના લોટમાં નાના જંતુઓ પડી જાય છે જેના કારણે ચણાનો લોટ ખાવા યોગ્ય નથી રહેતો. ક્યારેક તો જંતુઓ પડવાને લીધે ચણાનો લોટ ફેંકી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે આ લેખમાં અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે ચણાના લોટમાંથી જંતુઓને દૂર કરી શકો છો.

કપૂરનો ઉપયોગ : તમે ચણાના લોટમાં રહેલા કીડાઓને સરળતાથી દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક વાસણમાં ચણાના લોટને કાઢીને તેને સારી રીતે ફેલાવો. ચણાનો લોટ ફેલાવ્યા પછી ઉપરથી એકથી બે ન્યૂઝપેપર રાખો.

હવે આ પેપર પર ચારથી પાંચ કપૂર મૂકીને લગભગ 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. કપૂરની તીવ્ર ગંધને કારણે ચણાના લોટમાં પડેલા નાના જંતુઓ બહાર નીકળી જશે. જ્યારે કીડા બહાર આવે ત્યારે તેને ચાળણીથી સારી રીતે ચાળી લો. હવે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

કાચની બરણીમાં ભરો : કોઈ પણ વસ્તુમાં જંતુઓ અથવા કીડાઓ ત્યારે જ પડે જયારે જ્યારે તેને સારી રીતે સ્ટોર કરવામાં ના આવ્યું હોય. ઉદાહરણ તરીકે, ચણાના લોટનું ઢાંકણ ખુલ્લું અથવા તેને ઢીલું રાખવું. આવી સ્થિતિમાં પ્રયાસ કરો કે ચણાના લોટનું સંપૂર્ણપણે ઢાંકણું બંદ હોય.

આ સિવાય સોજી, ખાંડ વગેરેની જેમ ચણાના લોટને હવાચુસ્ત બરણીમાં અથવા કાચની બરણીમાં સંગ્રહિત કરો. ઉપયોગ કર્યા પછી ઢાંકણને બંધ કરવાનું ક્યારેય ભૂલશો નહીં.આનાથી બેસનમાંમાં જંતુઓને પડતા અટકાવી શકાય છે.

કડવા લીમડાના પાનનો ઉપયોગ : કોઈપણ ઋતુમાં બેસનમાં જંતુઓ જોવા મળે તો તમે તે જંતુઓને દૂર કરવા માટે લીમડાના પાનનો ઉપયોગ પણ કરી શકો છો. જંતુઓ કોઈ પણ ક્ષણમાં સરળતાથી ભાગી શકે છે. તેના માટે લગભગ 10 થી 20 લીમડાના પાનને સારી રીતે સાફ કરો.

તેને ચણાના લોટમાં નાખીને લગભગ 20 મિનિટ માટે રહેવા દો. ધ્યાનમાં રાખો કે પાંદડામાં પાણી બિલકુલ ના રહેવું જોઈએ. જ્યારે ચણાના લોટમાંથી જીવાત દૂર થઈ જાય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

બેસનને થોડીવાર તડકામાં જરૂર રાખો : ચણાના લોટમાં મોટાભાગે નાના લાલ કલરના જંતુઓ જોવા મળે છે. એકવાર આ જંતુઓ ચણાના લોટમાં આવી જાય પછી તેને દૂર કરવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ચણાના લોટને ચાળણીથી ચાળી લીધા પછી તમે તેને થોડી વાર માટે સૂર્યપ્રકાશમાં રાખો.

તડકામાં રાખવાથી જંતુઓ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે. જ્યારે કીડા દૂર થઈ જાય ત્યારે તમે તેને ચાળણીથી ચાળી લઈને ફરીથી ઉપયોગમાં લઇ શકો છો. જો કે આ બધી ટિપ્સ અપનાવ્યા પછી પણ કીડા નથી નીકળતા અથવા તો ચણાનો લોટ ખરાબ લાગે છે તો તેનો ઉપયોગ કરશો નહિ.

જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા