આજે તમને જણાવીશું એવી નાની 6 કુકીંગ ટીપ્સ જે તમારે બારેમાસ ઉપયોગ આવી શકે છે. આ કિચન ટિપ્સ તમારા રસોડાના કામ ને બહુ જ સરળ બનાવી દે છે. તો આ ટીપ્સ જોઇ અને ગમે તો મિત્રો સાથે આગળ શેર કરતા જાઓ.
1. આપણે જયારે પણ દૂધ ગરમ કરીએ છીએ ત્યારે તપેલીના નીચે મલાઈ જામી જાય છે તો એના માટે જયારે પણ દૂધ ગરમ કરો ત્યારે, સૌથી પહેલા તપેલીમાં થોડું પાણી ઉમેરી લો, પાણીમાંથી વરાળ નીકળે ત્યારે દૂધ ઉમેરો. આવું કરવાથી તમે જોઈ શકશો કે તપેલી ની નીચે મલાઈ જામશે નહીં.
2. ઘણી વાર એવું થાય છે કે કઢાઈ માં પાણી રહી ગયું હોય છે અને જયારે તમે રસોઈ બનાવો ત્યારે તેલ ઉમેરો છો ત્યારે ચર-ચર અવાજ આવે છે અને છાંટા ઉડતા હોય છે. આવું થાય તો તમે અડધી ચમચી રોટલી નો લોટ ઉમેરી શકો છો. આવું કરવાથી પાણી નો અવાજ નહીં આવે અને છાંટા ઉડતા હોય તે પણ બંદ થઇ જશે.
3. ઘણી વાર તમે જોતા હશો કે મરચું એક બરણીમાં ભરેલું રાખવામાં આવે તો મરચું પાઉડર નો કલર થોડો ડીમ (ભૂખરો) પડી જાય છે. તેના માટે તમે 250 ગ્રામ મરચું પાઉડર માં અડધી ચમચી હિંગ ઉમેરી ને મિક્સ કરી લો. આમ કરવાથી મરચું પાઉડર ફ્રેશ રહેશે.
4. બ્રેડ તો બધા ખાતા જ હોય છે પણ બ્રેડ ની પેકેટ માં પહેલી અને છેલ્લી બ્રેડ બધા લોકો ફેંકી દેતા હોય છે. પણ તમે એનો ઉપયોગ એક નાસ્તો બનાવામાં કરી શકો છો. સૌથી પહેલા બ્રેડ ને ટુકડા કરી લો.
એક પેન લો તેમાં તેલ ઉમેરો, ડુંગળી ઉમેરો અને તેને સાંતળી લો, તેમાં વટાણા, 2-3 લીલા મરચા, મીઠું, હળદળ, મરચું પાઉડર, લીંબુ નાખીને ફ્રાય કરો અને કોથમીર થી ગાર્નીસ કરીને સર્વ કરી શકો છો.
5. આપણે જાણીયે છીએ કે કારેલા હંમેશા કડવા જ હોય છે પણ તમે જલ્દી માં છો તો તમે આ રીતે કડવાશ દૂર કરી શકો છો. સૌથી પહેલા કરેલા ની છાલ કાઢી લો. કારેલા ને વચ્ચે થી 2 ભાગ કરીને તેમાં રહેલા બીજ કાઢી લો.
પછી કારેલાને સમારી લો. એક બાઉલ લો તેમાં વિનેગર ઉમેરો અને કારેલાને વિનેગરના પાણીમાં નાખીને ધોઈ લો. આમ કરવાથી કારેલાને કડવાશ દૂર થઇ જશે.
6. પુરી દરેકના ઘરે બને છે પણ તળ્યા પછી તેમાં તેલ રહી જાય છે. તો એના માટે તમે પહેલા બધી પુરીને વણી લો અને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દો. 10 મિનિટ પછી તળશો તો તમને ઓઇલ વગર ની જોવા મળશે. તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.