ઘરને સાફ રાખવામાં કેટલીક વસ્તુઓ ઘણી મદદ કરે છે. ખાસ કરીને ધૂળ અને માટીથી બચાવવા માટે ઘરના દરવાજે પગ લુછણીયું રાખવું ખૂબ જ જરૂરી છે. આજકાલ તમને બજારમાં વિવિધ પ્રકારની ડોર મેટ્સ જોવા મળશે. જો કે, ઘણા ઓછા લોકો જાણે છે કે ઘર માટે કયું લુછણીયું શ્રેષ્ઠ છે. આને ધ્યાનમાં રાખીને, અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે તમારા ઘર માટે સારું ડોર મેટ પસંદ કરી શકશો.
જાડા કે પાતળા, કેવું હોવું જોઈએ ડોર મેટ?
ઘર માટે ક્યારેય પાતળું ડોર મેટ ખરીદશો નહીં. પાતળું ડોર મેટ ધૂળ અને માટીને બિલકુલ શોષી શકતું નથી. આ સાથે તે તેની જગ્યાએથી પણ ખસી જાય છે. આ કિસ્સામાં, હંમેશા જાડા અને મજબૂત ડોરમેટ ખરીદો.
વણાટવાળા ડોરમેટ લો
પગ લુછણીયું જો વિવિધ પ્રકારના દોરા ધાગાથી વણવામાં આવ્યું હોય તો તે વધુ મજબૂત બને છે. આનાથી માટીની શોષવાની ક્ષમતા વધે છે અને તે અઠવાડિયાઓ સુધી પણ ગંદા થતા નથી.
પ્લાસ્ટિકનું પગ લુછણીયું ખરીદવું જોઈએ ?
પ્લાસ્ટિકનું પગ લુછણીયું ઘર માટે સારું નથી. તમને શોરૂમ અને દુકાનોમાં પ્લાસ્ટિકના પગ લુછણિયા જોવા મળી જશે, પરંતુ તે ઘર માટે સારા માનવામાં નથી આવતા.
તેના રંગ પર ધ્યાન આપો
આ બધી ટિપ્સ સિવાય ડોર મેટના કલરનું પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમારું પગ લુછણીયું લાઈટ (હળવા) રંગનું છે, તો તે ઝડપથી ગંદુ થઈ જશે. તમારે તેને વારંવાર ધોવા પડશે, જેનાથી તે જલ્દી ઘસાઈ જાય છે.
આ પણ વાંચો : તમને ઘર સાફ કરવું મુશ્કેલ લાગતું હોય તો આ ટિપ્સ તમને કામ આવશે
જો તમારા ઘરમાં 4 રૂમ છે, તો ઓછામાં ઓછા 3 રૂમમાં લુછણીયું મૂકો. તેનાથી તમારું ઘર સ્વચ્છ અને ધૂળથી દૂર રહેશે.
જો તમારી પાસે અમારા લેખ સંબંધિત પ્રશ્નો હોય, તો તમે અમને લેખની નીચે કોમેન્ટમાં કહી શકો છો. અમે તમને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.