અભિનેત્રી ભાગ્યશ્રીએ ફિલ્મ મૈંને પ્યાર કિયાના દિવસોથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. અમારા માટે આનંદની વાત એ છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને નિયમિતપણે ફિટનેસ, સ્વાસ્થ્ય અને બ્યુટી ટિપ્સ સાથે તેના જીવન સંબંધિત માહિતી તેના ચાહકો સાથે શેર કરે છે.
તેમના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈને તમને પણ ખબર પડશે કે અભિનેત્રી આપણને સમયાંતરે વિવિધ પ્રકારના ફૂડ વિશે પણ જણાવે છે. તેણી તેના વિવિધ ખાદ્યપદાર્થો વિશે જ પોસ્ટ કરે છે અને તે તેના ચાહકોને સ્વસ્થ રહેવા માટે તેમના સ્વાસ્થ્ય લાભો વિશે પણ જણાવતી રહે છે.
ભાગ્યશ્રીએ તેની ઇન્સ્ટાગ્રામ સિરીઝમાં તે વિવિધ વસ્તુઓના સ્વાસ્થ્ય લાભો વિષે જણાવે છે. તેથી જ આજે અમે તમારા માટે ભાગ્યશ્રીએ જણાવેલા 4 વસ્તુ લાવ્યા છીએ જે તમને સ્વસ્થ, સુંદર અને યુવાન દેખાડવામાં ઘણી મદદ કરી શકે છે.
છાશ : ગુજરાતી ઘરોમાં એક વસ્તુ હંમેશા સામાન્ય રહી છે અને તે છે જમ્યા પછી છાશ પીવી. છાશના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તે એસિડિટી ઘટાડી શકે છે અને પછી ભલે તમે મસાલેદાર ખોરાક ખાઓ કે તળેલા ખોરાક. છાશ તમારા પેટને ઠંડુ કરે છે. તેમાં વિટામિન B, કેલ્શિયમ, પોટેશિયમથી ભરપૂર હોય છે.
તેમના માટે તે મદદરૂપ છે જેઓ ડાઈટ પર છે કારણ કે તે તમને ભરપૂર રાખે છે અને તમને નબળાઈ અનુભવતા નથી દેતું. છાશમાં પ્રોબાયોટીક્સ પણ હોય છે જે ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે અને પાચન સુધારે છે. તે તમને હેલ્ધી ત્વચા આપે છે.
તમારા રોજિંદા આહારમાં સરળ અને સામાન્ય વસ્તુઓ ઉમેરવાથી તમને ઘણી મદદ કરી શકે છે. આપણે હંમેશા તંદુરસ્ત શરીર રાખવા માટે ઘણીવાર જટિલ રીતો શોધીએ છીએ પરંતુ છાશ પીવાથી માત્ર પેટ જ સાફ જ નથી થતું પણ વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.
સફરજન : સફરજનના ફાયદાઓ વિશે જણાવતા પહેલા આ કહેવત જાણી લો. રોજનું એક સફરજન ડૉક્ટરથી દૂર રાખે છે, એટલે કે રોજ એક સફરજન ખાવાથી તમે ડૉક્ટરથી દૂર રહી શકો છો. પરંતુ આપણા મનમાં વારંવાર વિચાર આવે છે કે કયું સારું છે લાલ કે લીલું. બંને સફરજનમાં સમાન પોષક તત્વો હોય છે પરંતુ લીલા સફરજનમાં વિટામીન A, K અને Cની માત્રા લાલ કરતા થોડી વધારે હોય છે.
તમને આખા વર્ષ સુધી સરળતાથી લીલા સફરજન નથી મળતા. તેથી જ્યારે તેની ઋતુ હોય ત્યારે લીલા સફરજન વધારે ખાઈ લેવા જોઈએ અને જરૂરી પોષક તત્વોનો ભરપૂર લાભ લઇ લેવો જોઈએ. લીલા સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જોવા મળતું હોવાથી તેને ખાવાથી આપણું પાચનતંત્ર યોગ્ય રહે છે.
કબજિયાત અને પેટની બીજી સમસ્યાઓમાં પણ ઘણી રાહત આપે છે. તેમજ તેમાં જોવા મળતું પેક્ટીન નામનું તત્વ આંતરડામાં સારા બેક્ટેરિયાના વિકાસમાં મદદ કરે છે. લીલું સફરજન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.
તેમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં મળી આવે છે જે ત્વચાને યુવાન બનાવી રાખે છે. લીલા સફરજનમાં વિટામિન-કે અને વિટામિન એ સિવાય પણ ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે ત્વચા પર વધતી ઉંમરની અસરને ઘટાડે છે.
કાજુ : કાજુના ફાયદા વિશે લગભગ તમે જાણતા હશો. એટલે કે જો તમે કાજુ અને બદામ સાથે સ્પર્ધા કરો તો બદામની હંમેશા જીત થાય છે. જો કે કાજુ દરેકને પસંદ હોય છે પરંતુ ઘણા લોકો તેની ગેરસમજને કારણે કાજુ ખાવાનું ટાળે છે. કાજુમાં ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ જેવા ઘણા તત્વો હોય છે જે તમારા વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
એટલા માટે ડોકટરો પણ સલાહ આપે છે કે આપણે દરરોજ 4 થી 5 કાજુ ખાઈ શકીએ છીએ. કાજુમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ્સ, ખાંડ, પોટેશિયમ, સોડિયમ, પ્રોટીન, જસત, વિટામિન સી અને બી ભરપૂર માત્રામાં હોય છે. આથી કાજુ સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક હોય છે.
કાજુમાં રહેલી ચરબી હૃદય માટે સારી હોય છે પરંતુ દરરોજ માત્ર 3 થી 4 કાજુ જ ખાવા જોઈએ. કાજુ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. કાજુમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે તેથી પાચન ક્રિયા સુધારવા માટે નટ્સ ઉપયોગી છે.
કાજુમાં ફાઈબરની માત્રા વધુ હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. તેથી કાજુનું યોગ્ય રીતે સેવન કરવાથી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.
કોળુ : ભાગ્યશ્રીએ તેના બગીચામાંથી સીધો એક વિડિયો શેર કર્યો અને કોળાના સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરી હતી, આ શાક માત્ર આંખના સ્વાસ્થ્ય માટે તો સારું છે પણ તેની સાથે સાથે પાચન સંબંધિત સમસ્યાઓ માટે પણ સારું છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.
તેઓ જણાવે છે કે થાઇરોઇડની સમસ્યાઓનો સામનો કરવા માટે જરૂરી વિટામિન્સની પૂર્તિ કરવા માટે કોળું એ એક સરસ રીત છે. તેનો ઉપયોગ સૂપ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે અને નવી મીઠી વાનગીઓ બનાવવા માટે પણ થઈ શકે છે.
કોળુ વજન ઘટાડવા માટે એક સારો ખોરાક છે કારણ કે તે કેલરીથી ભરપૂર છે અને વિટામિન્સથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારી શકે છે. તે અત્યંત પૌષ્ટિક છે અને બીટા-કેરોટીન, એક કેરોટીનોઇડ માં ખૂબ વધારે છે જે આપણું શરીર વિટામિન A માં રૂપાંતરિત થાય છે. તો તમે પણ અહીંયા જણાવેલ આ ફૂડ્સને તમારા ડાયટમાં સામેલ કરીને ઘણા ફાયદા મેળવી શકો છો.