ત્વચા છે તે તેલ અને પાણીના પ્રવાહી મિશ્રણના રૂપમાં નમીને શોષે છે. તે પોતાની મેળે પાણી કે તેલને શોષી શકતું નથી. તેથી મોઇશ્ચરાઇઝર મૂળ રીતે તેલ અને પાણીનું એક મિશ્રણ જ છે. મોઇશ્ચરાઇઝર્સ પ્રવાહી અથવા ક્રીમથી માંડીને હળવા અને મોઇશ્ચરાઇઝિંગ લોશનથી લઈને જાડી મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ સુધી મળી રહે છે.
30 વર્ષની ઉંમર પછી આપણે આપણી ત્વચાને ડ્રાય થતી બચાવવાનું શરૂ કરવું જોઈએ, ખાસ કરીને ઠંડીમાં અને શિયાળામાં. તમારે દિવસ દરમિયાન ત્વચાને મોઈશ્ચરાઈઝ પર વધારે કાળજી રાખવી જોઈએ.
ત્વચાને તે કારણોથી બચાવવાનું શરુ કરો જે ડ્રાયનેસનું કારણ બને છે, જેમ કે સૂર્યના સંપર્કમાં આવવું. સનસ્ક્રીનમાં બિલ્ટ-ઇન મોઇશ્ચરાઇઝર હોય છે તેથી આવા સનસ્ક્રીનનો ઉપયોગ અવશ્ય કરો. તમારી સ્કિન ટાઈપ પ્રમાણે તમારું મોઇશ્ચરાઇઝર પસંદ કરો.
આ સિવાય પણ એવા ઘણા પ્રાકૃતિક તત્વો છે જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવા માટે તમને મદદ કરી શકે છે. અમે તમને આવા બે નેચરલ મોઈશ્ચરાઈઝર વિશે જણાવી રહ્યા છે.
મધ : મધ એક કુદરતી રીતે શક્તિશાળી મોઇશ્ચરાઇઝર છે. તે તમામ પ્રકારની ત્વચા માટે સારું સાબિત થઇ શકે છે. તે ત્વચામાં ભેજ ખેંચે છે અને ત્વચાની ભેજ જાળવી રાખવાની કુદરતી ક્ષમતામાં પણ વધારો કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે ભેજને સીલ કરવામાં મદદ કરે છે અને આમ ત્વચાને શક્તિશાળી રૂપે હાઇડ્રેટ કરે છે.
તે ડ્રાયનેસને દૂર કરે છે, ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે સાથે સાથે ત્વચાને ટોન અને ટાઈટ પણ કરે છે, જેનાથી તમને તાજી અને ચમકતી ત્વચા મળે છે.
વિધિ : 30 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓએ 1/2 ચમચી મધ, 1 ચમચી ગુલાબજળ અને 1 ચમચી મિલ્ક પાવડર મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરીને એક પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ પછી ચહેરા પર મધ લગાવો અને 20 મિનિટ રાખીને પછી સાદા પાણીથી ધોઈ લો. ત્વચાને કોમળ અને જુવાન બનાવી રાખવા માટે અઠવાડિયામાં બે વાર ફેસ માસ્ક લગાવો .
એલોવેરા જેલ : એલોવેરા જેલ એક શક્તિશાળી કુદરતી મોઇશ્ચરાઇઝર છે અને ભેજની ખોટને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાના મૃત કોષોને પણ નરમ બનાવીને દૂર કરે છે અને ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
તેમાં વિટામિન A, C, E અને B12 ભરપૂર હોય છે જે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને ઘટાડે છે. તેમાં બળતરાને ઘટાડે તેવા ઈંજાઈમ પણ હોય છે. પરંતુ મોટાભાગના લોકો તેને પસંદ કરે છે કારણ કે તે ત્વચામાં સરળતાથી ડૂબી જાય છે. આ પાણીની ઉચ્ચ માત્રાને કારણે થાય છે. જેલમાં લગભગ 90% જેટલું પાણી હોય છે.
વિધિ : 30 વર્ષથી ઉપરની ઉંમરની મહિલાઓ માટે, તે તેના એન્ટીઑકિસડન્ટ ગુણોને લીધે ઉમર વધવાના સંકેતોને ઘટાડે છે. એલોવેરા જેલને રોજ ચહેરા પર લગાવીને 20 મિનિટ પછી સાદા પાણીથી ધોઈ લો. તે ત્વચાને મુલાયમ, નરમ અને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં નિયમિતપણે ઉપયોગમાં લેવાથી તે ત્વચાના યુવા ગુણોને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે અને હેલ્દી ચમક આપે છે.
30 વર્ષની ઉંમર પછી તમારે પણ ત્વચાની સંભાળ માટે આ 2 કુદરતી મોઇશ્ચરાઇઝર્સનો સમાવેશ કરવો જોઈએ. જો કે આ બંને વસ્તુઓ કુદરતી છે પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એકવાર પેચ ટેસ્ટ જરૂરથી કરો. આ એટલા માટે કારણ કે દરેક વ્યક્તિની ત્વચા કુદરતી વસ્તુઓ પર અલગ રીતે કામ કરે છે.