કોઈ પણ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે માત્ર મસાલા ઉમેરવાથી જ સ્વાદિષ્ટ બની જાય એવું નથી હોતું, પરંતુ તમે રસોઈ માટે જે તેલનો ઉપયોગ કરી રહ્યાં છો તે પણ ઘણું મહત્ત્વનું છે. જો તમે વાનગીઓમાં સારા તેલનો ઉપયોગ નથી કરતા તો ખાવાનો સ્વાદ બગાડવાની સાથે સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.
આવી સ્થિતિમાં રસોઈ માટે ઉપયોગમાં લેવાતા તેલની યોગ્ય પસંદગી કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં જો તમને પૂછવામાં આવે કે રસોઈ બનાવવા માટે શ્રેષ્ઠ તેલ કયું હોઈ શકે છે તો તમારો જવાબ શું હશે? કદાચ તમારી પાસે કોઈ ચોક્કસ માહિતી નહિ હોય.
જો તમે રસોઈ માટે યોગ્ય તેલ પસંદ કરવા માંગતા હોય તો આ લેખ તમારે વાંચવો જોઈએ. કારણ કે આયુર્વેદ મુજબ કેટલાક શ્રેષ્ઠ રસોઈ તેલ છે, તેના ફાયદા વિશે માહિતી ચાલો જાણીએ આ લેખમાં.
સરસોનું તેલ : લગભગ દરેક ભારતીય ઘરમાં રસોઈ માટે સરસોના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા ઘરમાં પણ સરસવના તેલનો ઉપયોગ અવશ્ય થતો હશે. ભોજન માટે આ તેલ શ્રેષ્ઠ છે. તે પાચનની સાથે રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે અને ત્વચા માટે પણ શ્રેષ્ઠ છે.
ઘી નો ઉપયોગ : જો જોવામાં આવે તો ઘી પણ એક પ્રકારનું લીકવીડ તેલ જ છે જેનો ઉપયોગ કરીને એક નહીં પરંતુ ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. શિયાળાની ઋતુમાં લગભગ દરેક ઘરમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય આજે પણ શરદી અને ઉધરસ જેવા અનેક બીમારીમાં હજુ પણ ઘીનો ઉપયોગ થાય છે.
આ સિવાય ત્વચાને સુંદર બનાવવા માટે પણ કેટલાક લોકો ઘીનો ઉપયોગ કરે છે. ખૂબ જ ઓછી માત્રામાં અને નિયમો અનુસાર ઘીનું સેવન કરવાથી એક નહીં પરંતુ અનેક ફાયદાઓ થઈ શકે છે. જો કે મોટાપાથી બચવા માટે વધારે ઘી ના ખાવું જોઈએ.
નાળિયેર તેલ : કદાચ તમે અને હું ખાવામાં નાળિયેર તેલનો ઉપયોગ કરવામાં ગભરાઈ છીએ, પરંતુ તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારતમાં એવા કરોડો લોકો છે જે દરરોજ રસોઈમાં નાળિયેર તેલનો ઉપયોગ કરે છે.
પિત્તને શાંત કરવા માટે આ તેલ શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે. આ સિવાય ગેસ સંબંધિત સમસ્યાને દૂર કરવા માટે નારિયેળ તેલ સારો ઉપાય છે. તે પાચન તંત્ર માટે પણ સારું હોઈ શકે છે, જો કે મોટાપાથી પરેશાન લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
તલ નું તેલ : આ યાદીમાં પહેલા નંબર પર છે તલનું તેલ. જો ખાવા માટે તલના તેલનો ઉપયોગ યોગ્ય માત્રામાં કરવામાં આવે તો તે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે મહિલાઓ વજન ઘટાડવા માંગે છે તેમના માટે તલનું તેલ ફાયદાકારક છે. તેમના મતે તલનું તેલ ખાંસી અને શરદીમાં પણ ફાયદાકારક છે.
નોંધ : અમે તમને જણાવીએ કે આ લેખ ફક્ત તમારી માહિતી વધારવા માટે છે, તેથી તમે ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી આયુર્વેદીક ટિપ્સ ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી અવનવી વાનગી, હોમ્સ ટિપ્સ અને બ્યુટી સબંધિત જાણકારી મળતી રહેશે.