શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ સિઝનમાં લોકો શરીરને ઠંડીથી બચાવવા માટે ડ્રાય ફ્રૂટ્સ ખાય છે. જો તમે કોઈપણ ઋતુમાં ડ્રાયફ્રૂટ્સ ખાશો તો તેનાથી તમને ફાયદો થશે જ પરંતુ શિયાળાની ઋતુમાં બદામ ખાવાથી શરીર પણ ગરમ રહે છે અને તેના બીજા ઘણા ફાયદાઓ પણ મળે છે.
તમને બજારમાં ઘણી વેરાયટીની બદામ મળી જશે. પરંતુ બદામની સારી અને ફાયદાકારક જાત કઈ છે તે કદાચ તમે નહીં જાણતા હોય, તો તે જાણવા માટે તમને સારી બદામની ઓળખ કરવી જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે બજારમાંથી બદામ ખરીદતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તો ચાલો જાણીયે કે કેવી રીતે સારી બદામને ઓળખવી.
નાની બદામ : અફઘાનિસ્તાનથી આવતી બદામ નાની સાઇઝની હોય છે અને તેનો સ્વાદ પણ કડવો હોય છે. બદામની આ જાતને ગુરબંદી કહેવામાં આવે છે. આ બદામ તમને બજારમાં લગભગ 700 થી 800 રૂપિયા પ્રતિ કિલો મળી જશે. આ બદામમાં ખાવામાં કોઈ ખરાબી નથી પણ તેને ખાવાથી કોઈ ખાસ સ્વાદ આવતો નથી.
અમેરિકન બદામ : બજારમાં તમને કેલિફોર્નિયાની બદામ પણ મળી જશે. આ બદામ તમને ઘણી બ્રાન્ડ્સમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ બદામ સ્વાસ્થ્યની દૃષ્ટિએ કઈ ખાસ હોતી નથી. તે કદમાં પહોળી અને જાડી હોય છ અને તેનો સ્વાદ પણ ખાસ નથી. તે તમને બજારમાં 400 થી 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળી જશે.
શ્રેષ્ઠ ગુણવત્તાવાળી બદામ : તમને જણાવી દઈએ કે શ્રેષ્ઠ ગુણવત્તાની બદામ ઈરાનમાં હોય છે. તેમને મામરા પણ કહેવામાં આવે છે. તેનું વજન ઓછું હોય છે અને છાલ પર પટ્ટાઓ પડેલા હોય છે. આ બદામ ખૂબ જ મોંઘી અને ખૂબ જ ફાયદાકારક અને સ્વાદિષ્ટ હોય છે.
જો કે, તમને બજારમાં ઈરાની બદામના નામથી વિવિધ પ્રકારની બદામ પણ જોવા મળશે. જો તમે મામરા બદામ ખરીદી શકતા નથી તો તમે ઈરાની બદામ ખરીદી શકો છો. આ પ્રકારની બદામ તમને બજારમાં 800 થી 1000 રૂપિયા કિલોના ભાવમાં મળી જશે.
ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો : ક્યારેય ખુલ્લી પડેલી બદામ ના લો. હવાના સંપર્કમાં આવવાથી બદામ સીલ થઈ જાય છે અને તેનો સ્વાદ ખરાબ થઇ જાય છે અને તેનું કુરકુરાપણ પણ ખતમ થઈ જાય છે. બદામ ખરીદતા પહેલા તેને તમારા હાથમાં ઉઠાવીને જોવો અને માત્ર ઓછા વજનવાળી બદામ જ ખરીદો.
બદામમાં કોઈ કાણું કે તિરાડ પડેલી ના હોવી જોઈએ. તમને જણાવી દઈએ કે જો બદામને યોગ્ય રીતે સ્ટોર કરવામાં ના આવે તો તેમાં જીવાત પડી જાય છે અને જે બદામને અંદરથી પોલાણ કરે છે.
બદામ ના ફાયદા : કેલિફોર્નિયાની બદામમાં વિટામિન B, A, E હોય છે અને તેનો સ્વાદ ખાવામાં મીઠો હોય છે અને તેમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ ઘણી ઓછી હોય છે. ગુરબંદી બદામ દેખાવમાં કાળી હોય છે અને સ્વાદમાં કડવી હોય છે. તેમાં ફાઈબર, ઝિંક, કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, ઓમેગા 3, વિટામિન-ઈ વગેરે તત્વો હોય છે.
મામરા બદામ સૌથી શ્રેષ્ઠ હોય છે, તેમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનો ખાવામાં સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે, પરંતુ તેને વધારે ના ખાવું જોઈએ કારણ કે તેમાં કેલરી વધારે માત્રામાં હોય છે.
હવે જ્યારે પણ તમે બદામ ખરીદવા જાઓ ત્યારે સૌથી પહેલા ઉપરની ટિપ્સ વાંચીને જાઓ. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ બીજી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.